________________ 336 પનવસા-૧૭૪૪૬૪ પ્રકારની છે ? હે ગૌતમ ! જેમ કોઈ એક એકરત્ન, શંખ, ચન્દ્ર, મોગરો, પાણી, પાણીના બિન્દુ, દહીં, દહીંનો પિંડ, ક્ષીર-દૂધ, ક્ષીરનો સમૂહ, શુષ્ક વાલ વગેરેની ફળી, મયૂર પિચ્છનો મધ્ય ભાગ, તપાવેલ સ્વચ્છ રૂપાનો પટ્ટ, શરકાલનો મેઘ, કુમુદપત્ર, પુંડરીક પત્ર, શાલિપિષ્ટ રાશિ, કુટજપુષ્પરાશિ, સિંદુવારના પુષ્પની માલા, શ્વેત બધુજીવક છે, એવા પ્રકારની શુક્લલેશ્યા હોય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. શુક્લલેશ્યા એથી વધારે ઈષ્ટ અને અત્યંત મનોજ્ઞ વર્ણ વડે કહી છે. હે ભગવન! આ છ એ લેશ્યાઓ કયા વણ વડે કહેવાય છે? હે ગૌતમ! પાંચે વર્ણ વડે કહેવાય છે. કૃષ્ણલેશ્યા કાળા. વર્ણ વડે, નીલલેશ્યા નીલા વર્ણ વડે, કાપોતલેશ્યા કંઈક કાળા અને કંઈક રાતા વર્ણ વડે, તેજલેશ્યા રાતા વર્ણ વડે, પાલેશ્યા પીળા વર્ણ વડે, અને શુલલેશ્યા શુક્લ વર્ણ વડે કહેવાય છે. 465] હે ભગવન્! કૃષ્ણલેશ્યા આસ્વાદ વડે કેવા પ્રકારની છે? હે ગૌતમ! જેમ કે કોઇ નિંબ, નિંબસાર, લીંબડાની છાલ, નિંબફાણિત, કુટજ, કુટજફલ, ખડાછાલ, કુટજક્વાથ, કડવીતુંબડી, કડવી તુંબડીનું ફળ, ક્ષારત્રપુષી, કડવી ચીભડીનું ફળ, દેવદાલી કુકડવેલ, દેવદાલીનું પુષ્પ, મૃગવાલુંકી, મૃગવાલુંકી ફળ, ઘોષાતકી, ઘોષાતકી ફળ, કણકંદ અને વજકન્દ છે, એવા પ્રકારની કષ્ણ લેશ્યા હોય ? હે ગૌતમ! એ અર્થ યુક્ત નથી. કૃષ્ણલેશ્યા એથી વધારે અનિષ્ટ યાવતુ મનને ગમે તેવી આસ્વાદ-રસ વડે કહેલી છે. નીલલેશ્યા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જેમ કોઈ ભંગી- ભગીરજ, પાઠા, ચવ્યક, ચિત્રકૂલ, પીપર, પીપરીમૂળ, પીપરચૂર્ણ, મરી, મરીચૂર્ણ, સુંઠ અને સુંઠનું ચૂર્ણ છે, એવા પ્રકારની નીલલેશ્યા હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. નીલલેશ્યા એથી થાવત્ મનને ન ગમે તેવી આસ્વાદ વડે છે. કાપોતલેશ્યા સંબંધે પૃચ્છા, હે ગૌતમ! જેમ કોઇ આમ્ર, અંબાડક-, માતલિંગ બીજોરાં બીલાં, કપિત્થ- કોઠા, ફણસ, દાડમ, પારાપત, અખોડ, ચોર, બોર, તિંદુક-તે બધાં અપક્વ, વિશિષ્ટ વર્ણ, ગબ્ધ અને સ્પર્શ વડે રહિત હોય, એવી કાપોતલેશ્યા છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ-યુક્ત નથી, મનને ન ગમે તેવી કાપોતલેશ્યા આસ્વાદ વડે કહેલી છે. તેલેશ્યા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જેમ કોઈ આમ્ર વગેરે યાવતુ પક્વ થયેલા. સારી રીતે પાકેલા, પ્રશસ્ત વર્ણ વડે યાવત્ પ્રશસ્ત સ્પર્શ વડે યુક્ત હોય, યાવતું એથી અત્યંત મનને ગમે તેવી તેજલેશ્યા આસ્વાદ વડે હોય છે. પાલેશ્યા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જેમ કોઇ ચંદ્રપ્રભા, મણિશિલા, શ્રેષ્ઠ શીધુ, શ્રેષ્ઠ વારુણી, પત્રાસવ, પુષ્પાસવ, ફલાસવ, ચોમાસવ. આસવ, મધુ, મૈરેય, કાપિશાયન ખર્ફરસાર, દ્રાક્ષાસાર, સુપક્વ ઈક્ષરસ, આઠ પ્રકારના પિષ્ટ વડે બનેલો, જાંબુફલકાલિકા, શ્રેષ્ઠ પ્રસન્ના, રસયુક્ત, મનોજ્ઞ, ઈષતુ ઓષ્ઠાવલંબિની, ઈષદ્ વ્યવચ્છેદકટુકા, ઈષતુ તામ્રાપ્તિ કરણી, ઉત્કૃષ્ટ મદ કરવાના સ્વભાવને પ્રાપ્ત થયેલી, વર્ણ વડે યુક્ત, યાવતુ સ્પર્શ યુક્ત, આસ્વાદનીય, વિસ્વાદનીય, પીવા લાયક, છંહણીય-પુષ્ટિ કરવા યોગ્ય, દીપનીય, દર્પણીય, અને સર્વ ઇન્દ્રિય અને ગાત્રને આનંદ આપનારી હોય છે. એવા પ્રકારની પ્રવ્રલેશ્યા છે? હે ગૌતમ! એ અર્થ યુક્ત નથી. પદ્મવેશ્યા એથી વધારે ઈષ્ટ યાવતુ મનને ગમે તેવી આસ્વાદ વડે છે. હે ભગવન્! શુક્લલેશ્યા આસ્વાદ વડે કેવા પ્રકારની છે ? હે ગૌતમ ! જેમ કોઈ ગોળ, ખાંડ, સાકર, મર્ચંડિકાપપેટમોદક, બીસકન્દ, પુષ્પોત્તરા, પઢોતરા, આદશિકા, સિદ્ધાર્થિકા, આકાશસ્ફટિકોમા, ઉપમા અને અનુપમા હોય, એવા પ્રકારની સુલેશ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org