________________ પદ-૧૭, ઉદેસી-૩ 333 તેજોલેશ્યવાળો અસુરકુમાર કૃષ્ણલેશ્યાવાળા યાવતુ તેજલેશ્યાવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય-ઇત્યાદિ જેમ નૈરયિક સંબંધે કહ્યું તેમ અસુરકુમારો યાવત્ સ્વનિતકુમારો સંબંધે કહેવું. હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો યાવતુ તેજોલેયાવાળો પૃથિવીકા યિક શું કૃષ્ણલેશ્યાવાળા યાવતું તેજોલેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય ઇત્યાદિ જેમ અસુરકુમારો સંબંધે પ્રશ્ન કર્યો તેમ કરવો. હા ગૌતમ! અવશ્ય કૃષ્ણલેશ્યા વાળો પૃથિવીકાયિક કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજોવેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય. કદાચ કુષ્ણલેશ્યાવાળો, કદાચ નીલલેશ્યાવાળો અને કદાચ કાપોતલેયા વાળો ઉદ્વર્તે. કદાચ જે વેશ્યાવાળો ઉત્પન્ન થાય તે વેશ્યાવાળા ઉદ્વર્તે. તેજલેશ્યાવાળી ઉત્પન્ન થાય પણ તેજલેશ્યાવાળો ન ઉદ્વર્તે. એ પ્રમાણે અકાયિકો અને વનસ્પતિકા યિકો પણ કહેવા, હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો, નીલલેશ્યાવાળો અને કાપોત લેશ્યાવાળો તેજસ્કાયિક કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યાવાળા તેજસ્કાયિકોમાં ઉત્પન થાય ? અને કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યાવાળો ઉદ્વર્તે ? જે વેશ્યાવાળો ઉત્પન્ન થાય તે લેશ્યાવાળો ઉદ્વર્તે હે ગૌતમ ! અવશ્ય કષ્ણ, નીલ અને કાપોતલેશ્યાવાળો તેજસ્કાયિક કણ, નીલ અને કાપોતલેશ્યાવાળા તેજસ્કાયિકોમાં ઉત્પન્ન થાય, કદાચિત્ કૃષ્ણલેશ્યા વાળો, કદાચિત્ નીલેશ્યાવાળો અને કદાચિતુ કાપોતલેશ્યાવાળો ઉદ્વર્તે. કદાચિતુ જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે વેશ્યાવાળો ઉદ્વર્તે એ પ્રમાણે વાયુકાયિક, બેઇન્દ્રિય, તેઈદ્રિય અને ચઉરિદ્રિયો કહેવા. હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો વાવ૬ શુક્લ લેશ્યાવાળો પંચેન્દ્રિય તિર્યંચ શું કષ્ણલેશ્યાવાળા વાવ શુક્લલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો યાવતું શુક્લલેશ્યાવાળો પંચેન્દ્રિય તિર્યંચ કૃષ્ણલશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય. કદાચિત્ કૃષ્ણલેશ્યાવાળો યાવતુ કદાચિત શુક્લલેશ્યાવાળો ઉદ્વર્તે. કદાચિત્ જે લશ્યાવાળો ઉત્પન્ન થાય તે વેશ્યાવાળો ઉદ્વર્તે. એ પ્રમાણે મનુષ્ય સંબંધે પણ જાણવું. વ્યત્તરો અસુરકુમારોની પેઠે જાણવા. જ્યોતિર્ષિક અને વૈમાનિકો પણ એમ જ સમજવા. પરન્તુ જેઓને જે લેશ્યા હોય તે કહેવી, અને બને પણ ‘ચ્યવે છે એવો પાઠ કહેવો. 4i60 હે ભગવન્કૃષ્ણલેશ્યાવાળી નૈરયિક કૃષ્ણલેશ્યાવાળા નરયિકની અપેક્ષાએ અવધિજ્ઞાન વડે ચારે દિશામાં અને ચારે વિદિશામાં જેતો કેટલું ક્ષેત્ર જાણે. અને કેટલું ક્ષેત્રને? હે ગૌતમ! તે બહુ ક્ષેત્ર જાણતો નથી, બહુ ક્ષેત્ર જોતો નથી, દૂર રહેલું ક્ષેત્ર જાણતો નથી અને દૂર રહેલું ક્ષેત્ર દેખતો નથી. થોડું ક્ષેત્ર જાણે છે અને થોડું ક્ષેત્ર દેખે છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ બરોબર સરખી અને રમણીય ભૂમિભાગ ઉપર ઊભા રહીને ચારે તરફ જુએ તેથી તે પુરુષ પૃથિવીતલમાં રહેલા પુરુષની અપેક્ષાએ ચોતરફ જોતો બહુ ક્ષેત્રને યાવતું દેખતો નથી, યાવતે થોડાં ક્ષેત્રને દેખે છે. હે ભગવન્! નીલલેશ્યાવાળો નૈરયિક કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકની અપેક્ષાએ અવધિજ્ઞાન વડે ચારે તરફ જોતો કેટલા ક્ષેત્રને જાણે અને દેખે ? હે ગૌતમ ! અતિ ઘણા ક્ષેત્રને જાણે અને અત્યંત ઘણા ક્ષેત્રને દેખે. અતિ દૂર ક્ષેત્રને જાણે અને અતિ દૂર ક્ષેત્રને દેખે. અત્યન્ત સ્પષ્ટ ક્ષેત્રને જાણે અને અત્યન્ત સ્પષ્ટ ક્ષેત્રને દેખે, અત્યન્ત વિશુદ્ધ ક્ષેત્રને જણે અને અત્યન્ત વિશુદ્ધ ક્ષેત્રને દેખે. હે ભગવન! એમ શાથી કહો છો? હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org