________________ હ૩૨ ધનવણા 172458 ઓને વિચાર કર્યો તેમ યાવતુ ચઉરિન્દ્રિયો સુધી જાણવું. સંમૂઠ્ઠિમ અને ગર્ભજ પંચેદ્રિય તિર્યંચો, તિય સ્ત્રીઓ, એ બધાને એ પ્રમાણે કહેવું. યાવતુ, અલ્યઋદ્ધિવાળા તે લેશ્યાવાળા વૈમાનિક દેવો છે, અને સૌથી મહર્દિક શુક્લલેશ્યાવાળાવૈમાનિક દેવો છે. પદઃ ૧૭-ઉદેસાઃ ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (પદ૧૭-ઉદ્દેશક 3) [459 હે ભગવન્! નરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય કે અનૈરયિકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! નૈરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય, પણ નૈરયિક સિવાય અન્ય નૈરયિકોમાં ન ઉત્પન્ન થાય. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું ! નરયિક નરયિકોથી ઉદ્ધ-મરણ પામે છે અનૈરયિક-થકી ઉદ્વર્તે? હે ગૌતમ ! અનૈરયિક નૈરયિ કોથી ઉદ્વર્તે પણ નૈરયિક નૈરયિકોથી ન ઉદ્વર્તએ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેયા વાળો નૈરયિક કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય અને કૃષ્ણલેશ્યાવાળો થઈ મરણ પામે ? હા ગૌતમ ! કૃષ્ણલયાવાળો નૈરયિક કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય અને કૃષ્ણલેશ્યા વાળો મરણ પામે. એ પ્રમાણે નીલલેશ્યાવાળા સંબધે અને કાપોતલેશ્યાવાળા સંબંધે જાણવું. એમ અસુરકુમારોથી આરંભી સ્વનિતકુમારો સુધી જાણવું. પરંતુ અહીં લેશ્યા અધિક કહેવી. હે ભગવન! કૃષ્ણલેશ્યાવાળો પૃથિવીકાયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય? અને કૃષ્ણલેશ્યાવાળો થઈ મરણ પામે ? હે ગૌતમ ! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો પૃથિવીયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથિવિ કાયિકોમાં ઉત્પન્ન થાય. કદાચિતું કૃષ્ણલેશ્યાવાળો થઇ મરણ પામે, કદાચિતુ નીલલેક્ષા વાળો થઈ મરણ પામે અને કદાચિતું કાપોતલેક્ષાવાળો થઈ મરણ પામે. એ પ્રમાણે નીલલેશ્યા અને કાપોતલેશ્યા સંબંધે જાણવું. હે ભગવન્! અવશ્ય તેજલેશ્યાવાળો પૃથિવીકાયિક તેજોલેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃચ્છા. હા ગૌતમ ! અવશ્ય તેજલેશ્યાવાળો પૃથિવીકાયિક તેજોલેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય. કદાચિતું કૃષ્ણલેશ્યાવાળો ઉદ્વર્તે, કદાચિત નીલલેશ્યાવાળો અને કદાચિતું કાપાત લેશ્યાવાળો ઉદ્વર્તે. તેજલેશ્યાવાળો ઉત્પન્ન થાય પણ તેજલેશ્યાવાળો ન ઉદ્વર્તે. એ પ્રમાણે અપ્લાયિકો અને વનસ્પતિકાયિકો પણ જાણવા, તેજસ્કાયિકો અને વાયુકાયિકો એમ જ સમજવા. પરન્તુ એઓને તેજોવેશ્યા નથી. બેઇન્દ્રિયો, ઇન્દ્રિયો, અને ચઉરિન્દ્રયો ત્રણ લેશ્યાઓમાં એમજ જાણવા. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો જેમ પૃથિવીકાયિકો પ્રથમની ત્રણ વેશ્યાઓમાં કહ્યા તેમા છએ વેશ્યાઓમાં પણ કહેવા. વ્યત્તરો અસુરકુમારોની પેઠે જાણવા. હે ભગવન્! શું તેજલેશ્યાવાળો જ્યોતિષિક તેજલેશ્યાવાળા જ્યોતિષિકોમાં ઉત્પન્ન થાય-ઈત્યાદિ જેમ અસુરકુમાર સંબંધે કહ્યું તેમ કહેવું. વૈમાનિકો પણ એમજ સમજવા, પરન્તુ બને સંબધે ચ્યવે છે” એવો પાઠ કહેવો. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો, નીલલેશ્યાવાળો અને કાપોતલેશ્યાવાળો નૈરયિક કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? અને કૃષ્ણલેશ્યાવાળો, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળો ત્યાંથી ઉદ્વર્તે ? જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે વેશ્યાવાળો ઉદ્વર્તે. હે ભગવન્! શું કૃષ્ણલેશ્યાવાળો યાવત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org