________________ 334 ૫નવા- 173/40 ગૌતમ ! જેમ કોઇ એક પુરુષ બરોબર સરખી અને રમણીય ભૂમિભાગથી પર્વત ઉપર ચઢીને ચારે દિશા અને વિદિશામાં જુએ, તેથી તે પુરુષ પૃથિવીતલ ઉપર રહેલા પુરુષની અપેક્ષાએ ચારે તરફ જોતો ઘણા ક્ષેત્રને જાણે, યાવતું વિશુદ્ધતર ક્ષેત્રને દેખે, હે ભગવન! કાપોત વેશ્યાવાળ નૈરયિક નીલલેશ્યાવાળા નૈરયિકની અપેક્ષાએ અવધિજ્ઞાનવડે ચારે તરફ જોતો જોતો કેટલા ક્ષેત્રને જાણે અને દેખે? હે ગૌતમ! ઘણાં ક્ષેત્રને જાણે અને દેખે, યાવતુ વિશુદ્ધતર ક્ષેત્રને દેખે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જેમ કોઇ પુરુષ બરોબર સરખી અને રમણીય ભૂમિ ઉપરથી પર્વત ઉપર ચઢે, અને ઉપર ચઢીને બન્ને પગ ઉંચા કરી ચોતરફ જુએ તેથી તે પર્વત ઉપર રહેલા અને પૃથિવી ઉપર રહેલા પુરુષની અપેક્ષાએ ચોતરફ તો ઘણા ક્ષેત્રને જાણે અને જુએ, યાવતુ સ્પષ્ટ ક્ષેત્રને જુએ, 41] હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો જીવ કેટલા જ્ઞાનોમાં હોય? હે ગૌતમ! બે, ત્રણ અને ચાર જ્ઞાનમાં વર્તતો હોય. જો બે જ્ઞાનમાં હોય તો આજ્ઞિનિબોધિક અને શ્રુતજ્ઞાનમાં હોય. જો ત્રણ જ્ઞાનમાં હોય તો આભિનિબોધિક, શ્રુતજ્ઞાન અને અવધિ જ્ઞાનમાં હોય. અથવા આભિનિબોધિક, શ્રુતજ્ઞાન અને મનપર્યવજ્ઞાનમાં હોય. જે ચાર જ્ઞાનમાં હોય તો આભિનિબોધિક, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃસ્પર્ધવજ્ઞાનમાં હોય. એ પ્રમાણે વાવતુ પાલેશયાવાળો જાણવો. હે ભગવનું શુક્લલેશ્યાવાળો જીવ કેટલા જ્ઞાનમાં હોય? હે ગૌતમ! બે, ત્રણ અને ચાર જ્ઞાનમાં હોય. જો બે જ્ઞાનમાં હોય તો આભિનિકબોધિકજ્ઞાન-ઇત્યાદિ જેમ કૃષ્ણલેશ્યાવાળાને કહ્યું તેમ જ કહેવું, યાવતું ચાર જ્ઞાનમાં હોય. જો એક જ્ઞાનમાં હોય તો એક કેવલજ્ઞાનમાં હોય. પદ-૧૭-ઉદેસોઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૧૭-ઉદેશકઃ૪) [42] પરિણામ, વર્ણ, રસ, ગંધ, શુદ્ધ, અપ્રશસ્ત, સંક્ષિ, ઉષ્ણ, ગતિ, પરિણામ, પ્રદેશ, અવગાઢ, વગણા, સ્થાન અને અલ્પબદુત્વ એ પ્રમાણે પંદર અધિકાર ચોથા ઉદ્દેશકમાં છે. [43] હે ભગવનું કેટલી વેશ્યાઓ છે? હે ગૌતમ! છ ગ્લેશ્યાઓ છે. કૃષ્ણલેશ્યા, યાવતું શુક્લલેશ્યા. હે ભગવન્! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તેના રૂપપણે તેના વર્ણપણે, તેના ગંધપણે, તેના રસપણે અને તેના સ્પર્શપણે વારંવાર પરિણમે?હા ગૌતમ ! થાવતુ-વારંવાર પરિણમે છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! જેમ દૂધ છાશને પ્રાપ્ત કરી, અથવા શુદ્ધ વસ્ત્ર રંગને પ્રાપ્ત કરી તદ્રુપણે, યાવતું તસ્પર્શપણે વારંવાર પરિણમે છે, એ પ્રમાણે એ પાઠ વડે નીલલેયા કાપોતલેશ્યાને પામી, કાપોત. લેશ્યા તોલેશ્યાને પામી, તોલેશ્યા પઘલેશ્યાને પામી અને પપ્રલેશ્યા શુક્લલશ્યાને પામી યાવતું વારંવાર પરિણમે. હે ભગવન! અવશ્ય કૃષ્ણલેશ્યા નીલલેશ્યા, કાપોત લેશ્યા, તેઓલેશ્યા, પફ્લેશ્યા અને શુક્લલેશ્યાને પામી ઝૂંપણે, તદ્વર્ણપણે, તર્ગન્ધપણે, તદ્રસપણે અને તસ્પર્શપણે વારંવાર પરિણમે ? હા ગૌતમ! પરિણમે છે. હે ભગવન! . એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જેમ કોઈ વૈડૂર્ય મણિ હોય અને તે કાળા સૂત્રમાં, લીલા સૂત્રમાં, રાતાં સૂત્રમાં કે ધોળા સૂત્રમાં પરોવ્યો હોય તો તદ્રુપણે યાવત્ વારંવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org