________________ 328 પન્નવસા- ૧૭ર૪પ૪ તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યા વાળા યાવતુ તેજલેશ્યા વાળા એ પૃથિવીકાયિકોમાં કોણ કોનાથી અલ્પ,બહુ તુલ્ય કે વિશેષાધિક છે?હે ગૌતમ ! જેમ ઔધિક એકેન્દ્રિયો કહ્યા તેમ કહેવા. પરન્તુ કાપાત લેશ્યાવાળા અસંખ્યાતગુણા જાણવા. એ પ્રમાણે અપ્લાયિકોને પણ કહેવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યા વાળા અને કાપોતલેશ્યાવળા એ તેજસ્કાયિકોમાં કોણ કોનાથી અલ્પ,બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ સૌથી થોડા તેજસકાયિકો કાપોતલેશ્યાવાળા છે, તેથી નીલલેયાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. એ પ્રમાણે વાયુકાયિકોને પણ કહેવું. હે ભગવનું ! કષ્ણલેશ્યાવાળા યાવતુ તેજલેશ્યાવાળા એ વનસ્પતિકાયિ કોમાં કોણ કોનાથીઅલ્પ બહ તુલ્ય કે વિશેષાધિક છે?જેમ સામાન્ય એકેન્દ્રિયો સંબધે કહ્યું છે તેમ કહેવું. બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રયને તેજસ્કાયિકોની પેઠે કહેવું. " [45] હે ભગવન ! કણલેશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા એ પંચેન્દ્રિય તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! જેમ સામાન્ય તિર્યંચોને કહ્યું છે તેમ કહેવું. પરંતુ કાલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચોને તેજસ્કાયિકોની પેઠે જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોને ઓધિક સામાન્ય તિર્યંચોની જેમ કહેવું. પરંતુ કાપોતલેશ્યાવાળા સંખ્યાતગુણા કહેવા. તિર્યંચ સ્ત્રી સંબધે પણ એમજ કહેવું. હે ભગવન્! કૃષ્ણલેયાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા એ સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચ અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો છે, તેથી પદ્મવેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી તેજોલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોતલેશ્યાવાળા સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચો અસંખ્યાતગુણા છે, તેથી નલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યા વાળા વિશેષાધિક છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા એ સંમૂઈિમ પંચેન્દ્રિય તિર્યંચો અને તિર્યંચ સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? જેમ પાંચમું અલ્પબદુત્વ કહ્યું તેમ આ છઠું અલ્પબદુત્વ કહેવું. કૃષ્ણ લેશ્યાવાળા યાવન્દ્ર શુક્લલેશ્યાવાળા એ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો અને તિર્યંચસ્ત્રીઓમાં કોણ કોનાથી અલા, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? સૌથી થોડા શુક્લલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો છે, તેથી શુક્લલેશ્યા વાળી તિર્યચસ્ત્રીઓ સંખ્યાતગણી છે, તેથી પાલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી પધલેશ્યાવાળી તિર્યચત્રીઓ સંખ્યાતગણી છે, તેથી તેજલેશ્યા વાળા તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી તેજોલેશ્યાવાળી તિરસ્ત્રીઓ સંખ્યાતગણી છે, તેથી કાપોતલેશ્યાવાળાતિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોતલેશ્યાવાળી તિર્યચસ્ત્રીઓ સંખ્યાતગણી છે, તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે. હે ભગવન્કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા એ સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચો, ગર્ભજ પંચેન્દ્રિયતિર્યંચો અને તિર્યંચ સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચો છે, તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org