________________ પદ-૧૭, ઉસો-૨ 327 લેશ્યાઓ હોય છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા. હે ભગવન્! તિર્યંચોને કેટલી વેશ્યાઓ છે ? હે ગૌતમ! છ વેશ્યાઓ છે. કૃષ્ણલેશ્યા, યાવતુ શુક્લલેશ્યા. હે ભગવન્! એકેન્દ્રિયોને કેટલી લેશ્યાઓ હોય છે ? હે ગૌતમ ! ચાર લેયાઓ હોય છે. કૃષ્ણલેશ્યા, વાવ, તેજલેશ્યા. હે ભગવન! પૃથિવીકાયિકોને કેટલી લેશ્યાઓ હોય છે ? હે ગૌતમ ! એ પ્રમાણે જાણવું. અષ્કાયિક અને વનસ્પતિકાયિકોને પણ એમજ સમજવું. તેજસ્કાયિક, વાયુકાયિક, બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચઉરિદ્રિયોને નૈરયિકોની જેમ જાણવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓને છ વેશ્યાઓ હોય છે. કૃષ્ણલેશ્યા, યાવતુ શુક્લલેશ્યા. સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિય સંબધે પૃચ્છા. હે ગૌતમ ! નૈરયિકોની પેઠે જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પૃચ્છા. હે ગૌતમ! છ લેશ્યાઓ હોય છે. તિર્યંચયોનિક સ્ત્રી સંબધે પૃચ્છા. હે ગૌતમ! એજ છ લેશ્યાઓ હોય છે. મનુષ્યો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! એજ છ લેશ્યાઓ હોય છે. સંમૂછિમ મનુષ્યો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! નૈરયિકોની પેઠે જાણવું. ગર્ભજ મનુષ્યો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! છ વેશ્યાઓ હોય છે. મનુષ્ય સ્ત્રી સંબધે પૃચ્છા. હે ગૌતમ! એમજ જાણવું. દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! એજ છ લેશ્યાઓ હોય છે. દેવીઓ સંબધે પૃચ્છા. હે ગૌતમ! ચાર લેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણે-કૃષ્ણલેશ્યા, યાવતું તેજલેશ્યા. ભવનવાસી દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! એમજ જાણવું. ભવનવાસિની દેવીઓને પણ એમજ સમજવું. વ્યન્તર દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! એમજ જાણવું. વ્યત્તરદેવી સંબધે પણ એમ સમજવું. જ્યોતિષિક સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓને એક તેજલેશ્યા હોય છે. એ પ્રમાણે જ્યોતિષિક દેવીઓને પણ સમજવું. વૈમાનિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! ત્રણ લેયાઓ હોય છે. તે આ પ્રમાણે તેજલેશ્યા, પદ્મવેશ્યા અને શુક્લલેશ્યા, વૈમાનિક સ્ત્રી સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓને એક તેજોયા હોય છે. [53] હે ભગવનું ! લેશ્યાવાળા, કૃષ્ણલેશ્યાવાળા, યાવતુ શુક્લલેશ્યાવાળા, અને લેગ્યારહિત જીવોમાં કોણ કોનાથી અલ્પ. બહ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ ! સૌથી થોડા જીવો શુલેશ્યાવાળા હોય છે, તેથી પઘલેશ્યાવાળા સંખ્યાત ગુણા છે, તેથી તેજલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી વેશ્યારહિત અનન્તગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા અનન્તગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે અને તેથી વેશ્યાવાળા વિશેષાધિક છે. [54] હે ભગવાન કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા એ નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી. થોડા નૈરયિકો કૃષ્ણલેશ્યાવાળા છે, તેથી નીલલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લ લેશ્યાવાળા, એ તિર્યચોમાં કોણ કોનાથી અલ્પ,બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા તિર્યંચો શુલ્લેશ્યાવાળા છે-ઇત્યાદિ જેમ સામાન્ય લેશ્યાવાળા જીવો સંબંધે કહ્યું છે તેમ કહેવું. પરંતુ લેયા રહિતને વર્જવા. હે ભગવન્! કૃષ્ણ લેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપોતલેશ્યાવાળા અને તેજલેશ્યાવાળા એકેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા એકેન્દ્રિયો તોલેશ્યાવાળા છે, તેથી કાપોતલેશ્યાવાળા અનંતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org