________________ 314 પન્નવણા-૧૫/૨૪૩૭ વિજય. વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ હોય. કેટલી બદ્ધ હોય? ન હોય, કેટલી ભવિષ્યમાં થવાની હોય ? ન હોય. હે ભગવન્! એક એક સવર્થસિદ્ધ દેવને સર્વાર્થ સિદ્ધપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ ! ન હોય. કેટલી વર્તમાન કાળે હોય? આઠ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય?ન હોય. હે ભગવન્! નૈરયિકોને નૈરયિકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ ! અનંત હોય. કેટલી વર્તમાન કાળ હોય ? અસંખ્યાતી હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? અનન્ત થવાની હોય. હે ભગવન્! નૈરયિકોને અસુરકુમારપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી વર્તમાન કાળ હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? અનન્ત થવાની હોય. એ પ્રમાણે યાવતું ચૈવેયક દેવપણામાં જાણવું. હે ભગવન્! નૈરયિકોને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપ રાજિત દેવપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત કાળે હોય? ન હોય. કેટલી વર્તમાન કાળે હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? અસંખ્યાતી હોય. એ પ્રમાણે સવર્થ સિદ્ધદેવ પણામાં પણ જાણવું. એમ યાવતુ પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સવથસિદ્ધદેવ પણામાં કહેવા. પરંતુ વનસ્પતિકાયિકોને વિજય, વૈજયન્ત, જ્યન્ત અને અપરાજિત દેવપણામાં તથા સર્વાર્થસિદ્ધ દેવપણામાં ભવિષ્યમાં થવાની દ્રવ્યેન્દ્રિયો અનંત હોય. મનુષ્ય અને સર્વાર્થસિદ્ધ સિવાય બધાને સ્વસ્થાનને આશ્રયી બદ્ધવર્તમાન દ્રવ્ય ઈન્દ્રિયો અને ખ્યાતી હોય. પરસ્થાનને આશ્રયી વર્તમાન કાળે બૅન્દ્રિયો અતીત કાળે અનંત હોય. વર્તમાન કાળે નથી, અને ભવિષ્યમાં થવાની અનન્ત હોય. એ પ્રમાણે યાવતુ ઐયદેવા પણામાં જાણતું. પરંતુ સ્વસ્થાનમાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે અનન્ત હોય. વર્તમાન કાળે કદાચ અસંખ્યાતી હોય, અને ભવિષ્યમાં થવાની અનંત હોય. હે ભગવન્! મનુષ્યોને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? સંખ્યાતી હોય. કેટલી વર્તમાન કાળે હોય? નથી. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કદાચિતુ સંખ્યાતી હોય અને કદાચિત્ અસંખ્યાતી હોય. એ પ્રમાણે સવથસિદ્ધદેવ પણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે ન હોય, વર્તમાનકાળે ન હોય, અને ભવિષ્યમાં થવાની અસંખઅયાતી હોય. એ પ્રમાણે યાવતુ રૈવેયક દેવો સુધી જાણવું. હે ભગવન્! વિજય, વૈજયન્ત જયન્ત અને અપરાજિતદેવોને નારકપણામાં થવાની હોય ? ન હોય. એ પ્રમાણે યાવતુ જ્યોતિર્ષિકદેવપણામાં પણ જાણવું. પરંતુ મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે અનન્ત હોય. વર્તમાન કાળે કેટલી હોય ? ન હોય. ભવિષ્યમાં થવાની કેટલી હોય? અસંખ્યાતી હોય. એ પ્રમાણે યાવતુ રૈવેયકદેવપણામાં સ્વસ્થા નની અપેક્ષાએ અતીત કાળે અસંખ્યાતી હોય. કેટલી વર્તમાન કાળે હોય? અસંખ્યાતી હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? અસંખ્યાતી હોય. સવર્થસિદ્ધદેવપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે ન હોય, વર્તમાન કાળે ન હોય અને ભવિષ્યમાં થવાની અસ ખ્યાતી હોય. હે ભગવનું ! સવથસિદ્ધદેવોને નારકપણામાં કેટલી દ્રન્દ્રિયો અતીત કાળે હોય ? હે ગૌતમ ! અનન્ત હોય. કેટલી વર્તમાન કાળે હોય ? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? ન હોય. એ પ્રમાણે મનુષ્ય સિવાય યાવતુ ગ્રેવેયકદેવપણામાં જાણવું. મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે અનન્ત હોય, વર્તમાન કાળે ન હોય, અને ભવિષ્યમાં થવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org