________________ 312 પન્નવણા - 152437 કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત થવાની હોય. એ પ્રમાણે યાવતું સ્તનતકુમારપણામાં જાણવું. હે ભગવનું એક એક નૈરયિકને પૃથિવીકાયિકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત-પૂર્વે થયેલી હોય ? હે ગૌતમ ! અનન્ત હોય. કેટલી બદ્ધ હોય? હે ગૌતમ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય, જેને થવાની હોય તેને એક, બે, ત્રણ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત થવાની હોય. એ પ્રમાણે ભાવતુ વનસ્પતિકાયપણામાં જાણવું. હે ભગવનું ! એક એક નૈરયિકને બેઇન્દ્રિયપણામાં કેટલી દ્રવ્યોન્દ્રિયો અતીત કાળે થયેલી હોય? હે ગૌતમ ! અનન્ત હોય. કેટલી બદ્ધ હોય? હે ગૌતમ! નથી. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઇને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને બે, ચાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત થવાની હોય. એ પ્રમાણે તે ઇન્દ્રિયપણામાં પણ જાણવું. પરંતુ ભવિષ્યમાં થવાની ચાર, આઠ, બાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યેન્દ્રિયો હોય. એમ ચઉરિન્દ્રિયપણામાં પણ સમજવું, પરંતુ ભવિષ્યમાં થવાની છે, બાર, અઢાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત કલ્યન્દિર્યો હોય. જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકપણામાં પણ જાણવું. મનુષ્યપણામાં પણ એમજ સમજવું. પરંતુ ભવિષ્યમાં કેટલી દ્રવ્યેન્દ્રિયો થવાની હોય? આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યેન્દ્રિયો થવાની હોય. મનુષ્ય સિવાય બધાને મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો ભવિષ્યમાં થવાની કોઈને હોય અને કોઇને ન હોય એમ ન કહેવું. વ્યંતર, જ્યોતિષ્ઠ, સૌધર્મ યાવતુ રૈવેયકદેવપણામાં દ્રવ્યક્તિ થો પૂર્વ કાળે અનન્ત થયેલી હોય. બદ્ધ દ્રવ્યેન્દ્રિયો નથી, અને ભવિષ્યમાં થવાની કોઈને હોય અને કોઇને ન હોય. જેને હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત દ્રવ્યેન્દ્રિયો થવાની હોય. હે ભગવન્! એક એક નૈરયિકને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત-ભૂતકાળે થયેલી હોય ? હે ગૌતમ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઈને થવાની હોય અને કોઇને ન હોય. જેને થવાની હોય તેને આઠ અથવા સોળ દ્રવ્યેન્દ્રિયો થવાની હોય. સર્વાર્થસિદ્ધ દેવપ ણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત અને બદ્ધ નથી, ભવિષ્યમાં થવાની કોઈને હોય અને કોઇને ન હોય. જેને ભવિષ્યમાં થવાની છે તેને આઠ દ્રવ્યેન્દ્રિયો થવાની હોય એ પ્રમાણે જેમ નૈરયિ કનો દડક કહ્યો તેમ અસુરકુમાર વડે પણ દંડક કહેવો. યાવતુ પંચેન્દ્રિય તિર્યંચ વડે દેડક કહેવો. પરંતુ જેને સ્વસ્થાનમાં જેટલી બદ્ધ વર્તમાન પ્રત્યેન્દ્રિયો હોય તેને તેટલી કહેવી. હે ભગવન્! એક એક મનુષ્યને નારકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વકાળે થયેલી હોય? હે ગૌતમ! અનન્ત થયેલી હોય. કેટલી બદ્ધ હોય ? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઇને ભવિષ્યમાં થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને ભવિષ્યમાં થવાની હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત દ્રવ્યેન્દ્રિયો થવાની હોય. એ પ્રમાણ યાવતુ પંચેન્દ્રિય તિર્યંચયોનિપણામાં જાણવું. પરંતુ એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયમાં જેને જેટલી ભવિષ્યમાં થવાની દ્રવ્યેન્દ્રિયો હોય તેને તેટલી કહેવી. હે ભગવન્! એક એક મનુષ્યને મનુષ્યપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વે થયેલી હોય ? હે ગૌતમ ! અનન્ત હોય. કેટલી બદ્ધ-વર્તમાન હોય? હે ગૌતમ! આઠ હોય. કેટલી ભવિષ્ય માં થવાની હોય? હે ગૌતમ! કોઇને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org