________________ પદ-૧૫, ઉદેસી-૨ થયેલી હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી દ્રવ્ય દ્રિયો વર્તમાનકાળે વિદ્યમાન હોય? હે ગૌતમ ! આઠ હોય. કેટલી પુરસ્કૃત ભવિષ્યકાળે થવાની હોય? હે ગૌતમ ! આઠ, સોળ, સત્તર, સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્ત દ્રવ્યેન્દ્રિયો ભવિષ્યમાં થવાની હોય છે. હે ભગવન્! એક એક અસુરકુમારને કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત-પૂર્વે થયેલી હોય? હે ગૌતમ ! અનન્ત દ્રવ્યેન્દ્રિયો હોય. કેટલી બદ્ધવર્તમાન પ્રત્યેન્દ્રિયો હોય ? આઠ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? સાત, આઠ, નવ, સત્તર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત હોય. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. એમ પૃથિવીકાયિકો, અખાયિક અને વનસ્પતિકાયિકો પણ જાણવા. પરન્ત કેટલી બદ્ધ વર્તમાન પ્રત્યેન્દ્રિયો હોય? એ પ્રશ્નના ઉત્તરમાં એક સ્પર્શનેન્દ્રિયરૂપ પ્રત્યે ક્રિય હોય. એ પ્રમાણે તેજસ્કાયિક અને વાયુકાયિક સંબન્ધ કહેવું. પરન્તુ ભવિષ્યમાં થનારી જઘન્યપદે નવ અથવા દસ દ્રવ્યન્દ્રિયો હોય. એ પ્રમાણે બેઈન્દ્રિયોને પણ કહેવું. પરન્તુ બદ્ધ-વર્તમાન દ્રવ્યોર્જિયના પ્રશ્નમાં બે દ્રવ્યોર્જિયો હોય. એમ તેઈન્દ્રિયોને જાણવું. પરન્તુ તેઓને ચાર બદ્ધ દ્રવ્યેન્દ્રિયો હોય. ચઉરિન્દ્રિયોને પણ એમજ જાણવું. પરન્તુ તેને છ બદ્ધવિદ્યમાન દ્રન્દ્રિયો હોય. પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વ્યંતર, જ્યોતિષિક, સૌધર્મ અને ઈશાન દેવોને અસર કુમારની પેઠે કહેવું. પરન્તુ મનુષ્યને દ્રવ્યેન્દ્રિયો ભવિષ્યમાં થવાની કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ, નવ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત દ્રવ્યોનૂદ્રિયો હોય. સનકુમાર, યાવતુ અય્યત અને રૈવેયક દેવને નૈરયિકની પેઠે જાણવું. હે ભગવન! એક એક વિજય, વૈજયન્ત, જયન્ત અને પરાજિત દેવને કેટલી દ્રવ્યોદ્રિયો અતીત-પૂર્વે થયેલી હોય ? કેટલી બદ્ધ વર્તમાન દ્રવ્યેન્દ્રિયો હોય ? આઠ હોય, કેટલી ભવિષ્યમાં થવાની હોય ? આઠ, સોળ, ચોવીશ અથવા સંખ્યાતી હોય. સર્વાર્થસિદ્ધ દેવને અતીતભૂતકાળ અનન્ત દ્રવ્યોદ્રિયો થયેલી હોય. બદ્ધ-વર્તમાન આઠ હોય અને ભવિષ્યમાં થવાની આઠ હોય. હે ભગવન્! નૈરયિકોને કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત-પૂર્વે થયેલી હોય ? હે ગૌતમ ! અનન્ત થયેલી હોય. કેટલી બદ્ધવિદ્યમાન હોય ? હે ગૌતમ! અસંખ્યાતી હોય. અને ભવિષ્યમાં થવાની કેટલી હોય? હે ગૌતમ ! અનન્ત હોય. એ પ્રમાણે રૈવેયક દેવો સુધી જાણવું. પરન્તુ મનુષ્યોને બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કદાચિત સંખ્યાતી હોય અને કદાચિતું અસંખ્યાતી હોય. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાતિ દેવો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અતીત કાળે અનન્ત, બદ્ધ વર્તમાન અસંખ્યાતી, અને ભવિષ્યમાં થવાની અસંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો હોય છે. સર્વાર્થસિદ્ધ દેવો સંબંધે પૃચ્છા, હે ગૌતમ ! પૂર્વકાળે થયેલી અનન્ત, વિદ્યમાન સંખ્યાતી, અને ભવિષ્યમાં થવાની સંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો હોય છે. ભગવનું ! એક એક નૈરયિકને નૈરયિકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત. ભૂતકાળે થયેલી હોય ? હે ગૌતમ ! અનન્ત થયેલી હોય. કેટલી વર્તમાન હોય? ગૌતમ ! આઠ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઇને થવાની હોય અને કોઇને થવાની ન હોય જેને થવાની હોય. તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત થવાની હોય. હે ભગવનું ! એક એક નૈરયિકને અસુરકુમારપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વ કાળે થયેલી હોય? હે ગૌતમ ! અનન્ત થયેલી હોય. કેટલી બદ્ધ હોય? હે ગૌતમ ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? હે ગૌતમ! કોઇને થવાની હોય અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org