________________ 310 પન્નવા-૧૫/૨૪૩૫ હે ભગવનું કેટલા પ્રકારે ઇન્દ્રિયાવગ્રહણા-છે? હે ગૌતમ! પાંચ પ્રકારે. શ્રોત્રેક્ટ્રિયાવગ્રહ, યાવતુ સ્પર્શનેન્દ્રિયાવગ્રહ. એ પ્રમાણે નૈરયિકોને યાવતુ વૈમાનિકોને જાણવું. પરન્તુ જેને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારની ઇન્દ્રિયાવગ્રહ કહેવો. [436) હે ભગવન્! કેટલા પ્રકારની ઇન્દ્રિયાપાય કહેલો છે? હે ગૌતમ ! પાંચ પ્રકારનો. શ્રોત્રેક્રિયાપાય, યાવતુ સ્પર્શનેન્દ્રિયાપાય. એ પ્રમાણે નૈરયિકો યાવતુ વૈમાનિકોને જાણવું, પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારનો અપાય જાણવો. હે ભગવન્! કેટલા પ્રકારની ઈહા છે? હે ગૌતમ! પાંચ પ્રકારની. શ્રોત્રેન્દ્રિય ઈહા, યાવતુ સ્પર્શનેન્દ્રિય ઈહા. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારની ઈહા જાણવી. હે ભગવન્! કેટલા પ્રકારનો અવગ્રહ છે? હે ગૌતમ! બે પ્રકારનો. અથવગ્રહ અને વ્યંજનાવગ્રહ. હે ભગવન્! વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! ચાર પ્રકારનો છે. શ્રોત્રિય વ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ, જિહુર્વેદ્રિયવ્યંજનાવગ્રહ, સ્પર્શનેન્દ્રિયવ્યંજનાવગ્રહ. હે ભગવનું ! અર્થાવગ્રહ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! છ પ્રકારનો. શ્રોત્રેન્દ્રિયઅથવગ્રહ, ચક્ષુઈન્દ્રિયઅથવગ્રહ, ધ્રાણેન્દ્રિયઅથવગ્રહ, જિહુ વેન્દ્રિય અથવગ્રહ, અશેન્દ્રિય અર્થાવગ્રહ અને નોઈદ્રિયઅર્થાવગ્રહ. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારનો અવગ્રહ કહ્યો છે? હે ગૌતમ! બે પ્રકારનો. અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. એ પ્રમાણે અસુરકુમારોથી માંડી સ્વનિત કુમાર સુધી જાણવું. હે ભગવનું ! પૃથિવીકાયિકોને કેટલા પ્રકારનો અવગ્રહ છે ? હે ગૌતમ ! બે પ્રકારનો, અથવગ્રહ અને બૅક્સાવગ્રહ હે ભગવનું પૃથિવીકાયિકોને વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ ! એક સ્પર્શદ્રિય વ્યંજનાવગ્રહ છે. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલા પ્રકારનો અથવગ્રહ છે? હે ગૌતમ! એક સ્પર્શેન્દ્રિ- યાર્થવગ્રહ છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. એ પ્રમાણે બેઈન્દ્રિયોને પણ સમજવું. પરન્તુ બેઈન્દ્રિયોને વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ બે પ્રકારનો છે. એમ તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયોને પણ જાણવું, પરન્તુ ઇન્દ્રિયોની વૃદ્ધિ કરવી. ચઉરિદ્રિયોને વ્યંજનાવગ્રહ ત્રણ પ્રકારનો અને અથવગ્રહ ચાર પ્રકારનો છે. બાકીનાને વૈમાનિકો સુધી નૈરયિકોની પૈઠે જાણવું. 4i37] હે ભગવન્! ઇન્દ્રિયો કેટલા પ્રકારની છે ? હે ગૌતમ! બે પ્રકારની છે, તે આ પ્રમાણે-ક્રોન્દ્રિયો અને ભાવેદ્રિયો. હે ભગવાન! દ્રવ્યેદિયો કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! આઠ દ્રવ્યેન્દ્રિયો છે. તે આ પ્રમાણે-બે શ્રોત્રે, બે નેત્ર, બે ધાણ-જીભ અને સ્પર્શન. હે ભગવન્! નૈરયિકોને કેટલી દ્રવ્યોદ્રિયો હોય છે? હે ગૌતમ! એ આઠ જ હોય છે. એ પ્રમાણે અસુરકુમારોને યાવતુ નિતકુમારોને જાણવું. હે ભગવન! પૃથિવીકાયિકોને કેટલી દ્રવ્યેન્દ્રિયો હોય છે ? હે ગૌતમ! એક સ્પર્શનેન્દ્રિય હોય છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. હે ભગવન્! બેઇન્દ્રિયોને કેટલી દ્રવ્યેન્દ્રિયો હોય છે? હે ગૌતમ ! બે દ્રવ્યોદ્રિયો હોય છે. સ્પર્શનેન્દ્રિય અને જિહુવેન્દ્રિય. તેઈન્દ્રિય સંબધે પૃચ્છા. હે ગૌતમ! ચાર દ્રવ્યેન્દ્રિયો હોય છે. તે આ પ્રમાણે-બે ઘાણ-નાસિકા, જીભ અને સ્પર્શન, ચઉરિન્દ્રિયો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! છ દ્રવ્યેન્દ્રિયો હોય છે. તે આ પ્રમાણે-બે નેત્રો, બે નાસિકા, જીભ અને સ્પર્શન. બાકી બધા જીવોને નરયિકોની જેમ વૈમાનિક સધી જાણવું. હે ભગવન્! એક એક નૈરિયકને કેટલી દ્રવ્યોત્રિયો અતીત-ભૂતકાળમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org