________________ 306 પન્નવણા- 15423 સ્પર્શનેન્દ્રિય હુંડક સંસ્થાનની આકૃતિ જેવી છે એ વિશેષ છે. હે ભગવન્! એ બેઈન્ટિ યોની જિહુવેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયોમાં અવગાહનારૂપે, પ્રદેશરૂપે, અને અવગાહના પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! બે ઇન્દ્રિયોની જિહુર્વેદ્રિય અવગાહનારૂપે સૌથી અલ્પ છે, તેથી સ્પર્શનેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે, પ્રદેશાર્થરૂપે-બેઈન્દ્રિયોની જિહુવેન્દ્રિય પ્રદેશરૂપે સૌથી અલ્પ છે અને તેથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે. અવગાહના-પ્રદેશાર્થરૂપે બેઈન્દ્રિયોની જિહુર્વેદ્રિય અવગાહનારૂપે સૌથી અલ્પ છે, તેથી સ્પર્શનેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાત ગુણ છે. સ્પર્શનેન્દ્રિયની અવગાહના કરતાં જિહુવેન્દ્રિય પ્રદેશરૂપે અનન્તગુણ છે, તેથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણ છે. હે ભગવનું ! બેઈન્દ્રિયોની ટ્વેિન્દ્રિયના કેટલા કર્કશ અને ગુરુ ગુણો કહ્યા છે? હે ગૌતમ ! અનન્તા કહ્યા છે. એ પ્રમાણે સ્પર્શનેન્દ્રિયના પણ જાણવા. એમ મૃદુ અને લઘુ ગુણો સંબધે જાણવું. ' હે ભગવન્! બેઈદ્રિયોની જિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો, મૃદુ લઘુ ગુણો તથા કર્કશ-ગુરુ ગુણો અને મૃદુ લઘુ ગુણોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! બેઇન્દ્રિયોની જિહુવેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો સૌથી થોડા છે, તેથી સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણ છે, અને સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો કરતાં તેનાજ મૃદુ લઘુ ગુણો અનન્તગુણા છે, તેથી જિન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો અનન્તગુણા છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પરન્તુ ઇન્દ્રિયની સંખ્યામાં વૃદ્ધિ કરવી. તેઈન્દ્રિયોને ધ્રાણેન્દ્રિય સૌથી અલ્પ છે, ચઉરિન્દ્રિયોને ચક્ષુઈન્દ્રિય . અલ્પ છે. બાકી બધું તેમજ જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને નૈરયિકોની જેમ કહેવું, પરન્તુ સ્પર્શનેન્દ્રિય છ પ્રકારના સંસ્થાનના આકાર જેવી હોય છે. સમચ તરસ્ત્ર, જોધપરિમંડલ, સાદિ, કુન્જ, વામન અને હુંડ વન્તર, જ્યોતિષિક અને વૈમાનિકોને અસુરકુમારની પેઠે કહેવું. [૪૨૪]હે ભગવન્! સ્પષ્ટ-શબ્દો સાંભળે કે અસૃષ્ટ-શબ્દ સાંભળે? હે ગૌતમ! સ્કૃષ્ટ શબ્દો સાંભળે, પણ અસ્કૃષ્ટ શબ્દો ન સાંભળે. હે ભગવન્! પૃષ્ટ રૂપ જુએ કે અસ્કૃષ્ટ રૂપ જુએ? હે ગૌતમ! પૃષ્ટ રૂપ ન જુએ પણ અસ્કૃષ્ટ રૂપ જુએ. હે ભગવન્! સ્કૃષ્ટ ગબ્ધ સુંઘે કે અસ્કૃષ્ટ ગબ્ધ સુંઘે? હે ગૌતમ! પૃષ્ટ ગન્ધ સંઘે, પણ અસ્કૃષ્ટ ગબ્ધ ન સુંઘે. એ પ્રમાણે રસ અને સ્પર્શ સંબધે પણ જાણવું. પરન્તુ “સ આસ્વાદે છે અને સ્પર્શને વેદે છે' એ પાઠ કહેવો. હે ભગવન્! પ્રવિષ્ટ-શબ્દ સાંભળે કે અપ્રવિષ્ટ શબ્દ સાંભળે? પ્રવિષ્ટ શબ્દ સાંભળે, પણ અપ્રવિષ્ટ શબ્દ ન સાંભળે-ઇત્યાદિ 4i25] હે ભગવન્! શ્રોત્રેન્દ્રિયનો કેટલો વિષય છે? હે ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કર્ષથી બાર યોજનથી આવેલા અછિન્ન પૂગલ રૂપ પ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે. હે ભગવન્! ચક્ષુઈન્દ્રિયનો કેટલો વિષય છે ? હે ગૌતમ ! જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કર્ષથી કંઈક અધિક લાખ યોજન અછિન્ન પુદ્ગલરૂપ અસ્પષ્ટ અને અપ્રવિષ્ટ રૂપને જુએ છે. ધ્રાણેન્દ્રિયનો કેટલો વિષય છે? હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કર્ષથી નવ યોજનથી આવેલા અછિન્ન પુદ્ગલરૂપ સ્પષ્ટ અને પ્રવિષ્ટ ગંધને સુંઘે છે. એ પ્રમાણે જિર્વેદ્રિય અને સ્પર્શનેન્દ્રિય સંબંધે જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org