________________ 307 પદ-૧૫, ઉદેસી-૧ ૪િરમારણાંતિક સમુદ્ધાતને પ્રાપ્ત થયેલા ભાવિતાત્મા અનગારના જે ચરમ-નિર્જરાપુદ્ગલો છે તે હે આયુષ્માનું શ્રમણ ! સૂક્ષ્મ કહ્યાં છે? અને તે સર્વ લોકમાં અવગાહીને રહે છે ? હે ગૌતમ! તેમજ છે. હે ભગવનું છદ્મસ્થ મનુષ્ય તે નિરા પુદ્ગલોનું અન્યપણું, નાનાપણું, હીનપણું, તુચ્છપણું, ગુરુપણું અને લઘુપણું જાણે છે અને જુએ છે? હે ગૌતમ! એ અર્થ સમર્થનયુક્ત નથી. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો હે ગૌતમ ! કોઈ દેવ પણ તે નિર્જરા પુદ્ગલોનું કંઈપણ અન્યપણું, બિનપણું હીનપણું, તુચ્છપણું, ગરપણું અને લઘુપણું જાણતો નથી, તેમ દેખતો નથી. તે માટે છે ગૌતમ! એમ કહેવાય છે પ્રમાણે હે આયુષ્માનું શ્રમણ ! એમ તે પુદ્ગલ સૂક્ષ્મ કહ્યા છે, અને સર્વલોકને અવગાહીને રહે છે. હે ભગવન્! નૈરયિકો તે નિર્જરાપુદ્ગલો જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે ? અથવા જાણતો નથી, જોતો નથી અને આહાર કરે છે ? હે ગૌતમ ! નૈરયિકો નિર્જરાપુદ્ગલોને જાણતા નથી, જોતા નથી અને તેનો આહાર કરે છે. એ પ્રમાણે યાવતુ પંચેન્દ્રિય તિર્યંચો સુધી જાણવું. હે ભગવન્! મનુષ્યો તે નિર્જરાપુદ્ગલોને શું જાણે છે, જુએ છે,અને તેનો આહાર કરે છે?અથવા જાણતા નથી,જોતા નથી અને આહાર કરે છે? હે ગૌતમ! કેટલાક જાણે છે, જુએ છે અને આહાર કરે છે, કેટલાકએક જાણતા નથી, જેતા નથી અને આહાર કરે છે. હે ભગવન! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! મનુષ્યો બે પ્રકારના છે-સંજ્ઞીભૂત અને અંજ્ઞીભૂત. તેમાં જે અસંજ્ઞીભૂત છે તે જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે. અને તેમાં જે સંજ્ઞીભૂત છે તે બે પ્રકારના છે, તે આ પ્રમાણે. ઉપયુક્ત અને અનુયુક્ત તેમાં જે ઉપયોગરહિત છે તે જાણતા નથી. જોતા નથી, અને આહાર કરે છે. અને જે ઉપયોગવાળા છે તે જાણે છે, જુએ છે અને આહાર કરે છે. એ હેતુથી એમ કહું છું વ્યન્તર અને જ્યોતિષિકો નૈરયિકોની પેઠે જાણવા. હે ભગવનું ! વૈમાનિકો તે નિર્જરાપુદ્ગલોને શું જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે? હે ગૌતમ! મનુષ્યોની જેમ જાણવા. પરન્તુ વૈમાનિકો બે પ્રકારના છે. તે આ પ્રમાણે માયીમિથ્યાદ્રષ્ટિઉપપનક અને અમારી સમ્યગૃષ્ટિઉપપન્નક. તેમાં જે માયી મિથ્યાવૃષ્ટિઉપપન્ક છે તે જાણતા નથી, જોતા નથી, પણ આહાર કરે છે. તેમાં જે અનાયી સમ્યગ્દષ્ટિઉપ પન્નક છે તે બે પ્રકારના છે. તે આ પ્રમાણે - અનન્તરોપપન્ન અને પરંપરોપપન, તેમાં જે અનન્તરોપાન છે તે જાણતા નથી જોતા નથી, અને આહાર કરે છે. જે પરંપરરોપાનક છે તે બે પ્રકારના છે-પર્યાપ્તા. અને અપર્યાપ્તા. તેમાં જે અપયર્તિા છે તે જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે. તેમાં જે પર્યાપ્ત છે તે બે પ્રકારના છે-ઉપયુક્ત અને અનુપયુક્ત. તેમાં જે અનુપયુક્ત છે તે જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે. જે ઉપયુક્ત છે તે જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે. [427) હે ભગવન્! આદર્શને જોનાર મનુષ્ય આદર્શને જુએ છે, આત્માને પોતાને જુએ છે કે પ્રતિબિમ્બ જુએ છે? હે ગૌતમ ! આદર્શને જુએ છે, આત્માને-પોતાને જોતી નથી, પણ પ્રતિબિબ જુએ છે. એ પ્રમાણે એ પાઠ વડે અસિ, મણિ, દૂધ, પાનક, તેલ, ફાણિત અને વસા સંબંધે સૂત્રો જાણવાં. 428 હે ભગવન્! કંબલરૂપ શાટક-આવેષ્ટિત પરિવેખિત-હોય અને તે જેટલા અવકાશાન્તરને- સ્પર્શીને રહે છે તે જો વિસ્તૃત કર્યું હોય તો તેટલાજ આકાશપ્રદેશોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org