________________ પદ-૧૫, ઉદેસો-૧ 305 મૃદુ લઘુ ગુણો અનન્તગુણા છે. 423] હે ભગવન! નરયિકોને કેટલી ઇન્દ્રિયો છે? હે ગૌતમ! પાંચ ઈન્દ્રિયો છે. તે આ પ્રમાણે-શ્રોત્રેન્દ્રિય, યાવતું સ્પર્શનેન્દ્રિય. હે ભગવન્! મૈરયિકોને શ્રોત્રેન્દ્રિય કેવા આકારની છે ? હે ગૌતમ! કદંબપુષ્પના આકાર જેવી છે. એ પ્રમાણે જેમ સામાન્ય ઈન્દ્રિયોની વક્તવ્યતા કહી છે તેમ નરયિકોની પણ યાવતુ બંને પ્રકારના અલ્પબદ્ભુત્વ સુધી કહેવી. હે ભગવન્! નૈરયિકને સ્પર્શનેન્દ્રિય કેવા આકારની છે ? હે ગૌતમ ! તેઓને સ્પર્શનેન્દ્રિય બે પ્રકારની છે, તે આ પ્રમાણે ભવધારણીય અને ઉત્તરક્રિય. તે બંને હૂંડક સંસ્થાનના આકાર જેવી છે. 'હે ભગવન્! અસુરકુમારોને કેટલી ઇન્દ્રિયો છે? હે ગૌતમ! પાંચ ઇન્દ્રિયો છે. એ પ્રમાણે જેમ સામાન્ય ઇન્દ્રિયો સંબંધે કહ્યું તેમ બન્ને પ્રકારના અલ્પબદુત્વ સુધી કહેવું. પરન્તુ તેઓને સ્પર્શનેન્દ્રિય બે પ્રકારની છે. તે આ પ્રમાણે ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. તેમાં જે ભવધારણીય છે તે સમચતુરઅસંસ્થાનના આકારવાળી છે, અને જે ઉત્તરવૈક્રિયરૂપ છે તે અનેક પ્રકારના આકારવાળી છે. યાવતુ ખનિતકુમાર સુધી સમજવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલી ઇન્દ્રિયો હોય છે? હે ગૌતમ ! તેઓને એક સ્પર્શનેન્દ્રિય હોય છે. હે ભગવન્! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિય કેવા આકારની હોય છે? હે ગૌતમ ! મસૂરચંદ્રના આકાર જેવી હોય છે. હે ભગવન્! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિય જાડાઇમાં કેટલી છે? હે ગૌતમ! જાડાઈમાં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે. હે ભગવન્! પૃથિવીકાયિકોની સ્પર્શનેંદ્રિયનો વિસ્તાર કેટલો છે?હે ગૌતમ ! વિસ્તારમાં શરીર પ્રમાણ માત્ર હોય છે. હે ભગવન્ ! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિય કેટલા પ્રદેશવાળી હોય છે ? હે ગૌતમ ! અનન્તપ્રદેશવાળી હોય છે. હે ભગવનું ! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિય કેટલા પ્રદેશોની અવગાહનવાળી હોય છે ? હે ગૌતમ ! અસંખ્યાતા પ્રદેશોની અવગાહનાવાળી હોય છે. હે ભગવનું ! એ પૃથિવીકાયિકોની. સ્પર્શનેન્દ્રિય અવાહનારૂપે, પ્રદેશરૂપે અને અવગાહના-પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, કે વિશેષાધિક હોય છે ? હે ગૌતમ ! સૌથી થોડી પૃથિવીકાંયિકોની સ્પર્શનેન્દ્રિય અવગાહના રૂપે છે, એટલે તેના પ્રદેશોની અપેક્ષાએ સ્પર્શનેન્દ્રિયની અવગાહના સૌથી થોડી છે, અને તેજ પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે. હે ભગવન્! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિયના કેટલા કર્કશ-ગુરુ ગુણો છે ? હે ગૌતમ! અનન્તા છે. એમ મૃદુ લઘુ ગુણો પણ પણ જાણવા. હે ભગવન્! એ પૃથિવી. કાયિકોની સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અને મૃદુ-લઘુગુણોમાં કયા ગુણો કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિયના સૌથી થોડા કર્કશ-ગુરુ ગુણો છે, તેથી તેનાજ મૃદુલઘ ગુણો અનન્તા છે. એ પ્રમાણે અપ્લાયિકો વાવતુ વનસ્પતિ કાયિકો સુધી જાણવું. પરન્ત સંસ્થાનમાં વિશેષતા છેઅખાયિકોની પરપોટાની આકૃતિ જેવી, તેજસ્કાયિકોની સોયનાજત્થાનાવી, વાયુ કાયિકોની ધ્વજાના જેવી અને વનસ્પતિકાયિકોની અનેક પ્રકારના આકારવાળી સ્પર્શ નેન્દ્રિય જાણવી. હે ભગવન્! બેઇન્દ્રિયોને કેટલી ઈન્દ્રિયો હોય છે? હે ગૌતમ! બે ઇન્દ્રિયો હોય છે. જિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય. બન્ને ઈન્દ્રિયોનું સંસ્થાન, જડાઈ, વિસ્તાર, પ્રદેશો, અને અવગાહના જેમ સામાન્ય ઈન્દ્રિયોની કહી છે તેમ કહેવી. પરતું [20] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org