________________ 282 પન્નવણા-૯-૨૫૯ સંવૃતવવૃતયોનિવાળા છે, તેથી વિવૃતયોનિવાળા અસંખ્યાતગુણા છે, તેથી યોનિરહિત અનન્તગુણા છે અને તેથી સંવૃતયોનિવાળા અનન્તગુણા છે. [30] હે ભગવન્! કેટલા પ્રકારની યોનિ કહેલી છે? હે ગૌતમ! ત્રણ પ્રકારની યોનિ કહેલી છે. તે આ પ્રમાણે-કૂમોંન્નતા, શંખાવત અને વંશીપત્રા, કૂર્મોન્નતા યોનિના ગર્ભમાં ઉત્તમ પુરષો ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે-અરિહંતો, ચક્રવર્તી, બલદેવો અને વાસુદેવો. શંખાવતયોનિ સ્ત્રીરત્નને હોય છે. શંખાવતાં યોનિમાં ઘણા જીવો અને પુદ્ગલો આવે છે અને ગર્ભરૂપે ઉત્પન્ન થાય છે, ચય પામે છે અને ઉપચય પામે છે, પરન્તુ નિષ્પન્ન થતા નથી. વંશીપત્રા યોનિ સામાન્ય મનુષ્યોની હોય છે. વંશીપત્રા યોનિમાં સામાન્ય મનુષ્યો ગર્ભમાં આવે છે. પદ ૯નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ ૧૦-ચરાચરમપદ.) [31] હે ભગવન્! કેટલી પૃથિવીઓ કહી છે?હે ગૌતમ! આઠ પૃથિવીઓ કહી છે. તે આ પ્રમાણે રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા, તમતમ પ્રભા, ઈશસ્ત્રાગભારા, હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવી શું ચરમ પર્યાવતી) છે, અચરમ (મધ્યવતી છે, (બહુવચન વિશિષ્ટ) ચરમ છે, અચરમ છે, ચરમાન્તપ્રદેશ રૂપ છે, કે અચરમાત્તપ્રદેશરૂપ છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવી ચરમ નથી, અચરમ નથી, બહુવચનાન્ત ચરમ અને અચરમ નથી, ચરમાત્તપ્રદેશરૂપ નથી, તેમ અચરમાન્તપ્રદેશરૂપ પણ નથી, પણ અવશ્ય અચરમ, અને બહુવચનાન્ત ચરમરૂપ છે, તથા ચરમાન્તપ્રદેશરૂપ અને અચરમાન્તપ્રદેશરૂપ છે. એ પ્રમાણે વાવતું નીચેની સાત મી નરક પૃથિવી સુધી જાણવું. સૌધર્મથી માંડી યાવતુ- ઈષ પ્રાગભારા પૃથિવી સંબંધે પણ એ પ્રમાણેજ સમજવું. અને લોક અને અલોક સંબંધે પણ એમજ જાણવું. [32] હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાન્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશોમાં દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે આ દ્રવ્યાર્થ પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડો આ રત્નપ્રભા પૃથિવીનો દ્રવ્યાર્થપણે એક અચરમ ખંડ છે, તેથી ચરમખંડો અસંખ્યાત ગુણા છે, તેથી અચરમ ખંડ અને ચરમ ખંડો બન્ને મળીને વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે સૌથી થોડા આ રત્નપ્રભા પૃથિવીના ચરમાન્તપ્રદેશો છે, તેથી અચરમાન્તપ્રદેશો અસં- ખ્યાતગુણા છે, તેથી ચરમાત્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશો બન્ને મળીને વિશેષાધિક છે. દ્રવ્યાર્થપ્રદેશાર્થરૂપ સૌથી થોડો આ રત્નપ્રભા પૃથિવીનો દ્રવ્યાર્થરૂપે એક અચરમ ખંડ છે, તેથી ચરમખંડો અસંખ્યાતગુણા છે, તેથી અચરમખંડ અને ચરમ ખંડો બને મળી. વિશેષાધિક છે. તેથી પ્રદેશાર્થપણે ચરમાન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે, તેથી અચરમાન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે. તેથી ચરમાત્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશો બને મળીને વિશેષ ધિક છે. એ પ્રમાણે વાવતુ-નીચેની સાતમી નરકપૃથિવી સુધી જાણવું. સૌધર્મ યાવતુલોક સંબંધે પણ એમજ સમજવું. [33] હે ભગવન્! અલોકના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાન્તપ્રદેશો અને અચરમાન્ત પ્રદેશોમાં દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને દ્રવ્ય-પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org