________________ 68 જીવાજીવાભિગમ-૩મ/૧૪૫ રચના કરવામાં આવેલ હોય છે. ભાજન વિધિ અનેક પ્રકારની હોય છે. જે આ ભૂતાંગ જાતીના કલા વૃક્ષો છે, તે પણ અનેક પ્રકારના હોય છે. ત્યારે જ તેઓ જૂદી જૂદીજાતના. પાત્રોના રૂપમાં પરિણત થતા રહે છે. આ પ્રમાણે વિવિધ પાત્રોને આપવા રૂપ આનું જે પરિણામ છે, તે સ્વાભાવિક છે. કોઈના દ્વારા કરવામાં આવેલ હોતા નથી. આ રીતે ભાજન પ્રદાન કરવાની વિધિથી યુક્ત એવા આ ભતાંગ જાતિના કલ્ય વૃક્ષો ફળોથી. ભરેલા થઈને વિકસિત થતી રહે છે. અને જૂદા જૂદા પ્રકારના પાત્રો આપ્યા કરે છે. તેની. નીચેની જમીન પર પણ કુશ વિગેરે હોતા નથી. - હવે ત્રીજા કલ્પ વૃક્ષના સ્વરૂપનું કથન કરવામાં આવે છે. એકોરૂક નામના દ્વીપમાં સ્થળે સ્થળે અનેક ટિતાંગ જાતના કલ્પવૃક્ષો છે. કલ્પવૃક્ષો દ્વારા ત્યાંના મનુષ્યોની વાદ્યની આવશ્યકતાની પૂર્તિ કરવામાં આવે છે. મૃદંગ ઢોલ. પટહ છે. દર્દક કરટિ ડિંડિમ ભંભા અને ઢક્કા હોરંભા કવણિત ખરમુખી રમતુલા મુકુંદ તબલાના વાંસળીને કચ્છપી કાંસ્યતાલ આ બધા વાજીંત્રોથી ત્રુટિતાંગ જાતના કલ્પવૃક્ષો યુક્ત હોય છે. તેથી તેઓ એવા જણાય છે કે આમને ગાનવિદ્યામાં, શસ્ત્રમાં નિપુણ વ્યક્તિઓએ જ આ પ્રકારથી શીખવીને તૈયાર કરેલ છે. જે વાજીંત્ર ત્યાંના મનુષ્યોને જરૂરી હોય છે. તે જ વાજીંત્ર તે કલ્પવૃક્ષ તેને આપે છે. આ કલ્પવૃક્ષ વાજીંત્ર કલંકિત હોતા નથી. તેથી, વગાડવાની વિદ્યામાં અને વાજીંત્રોને બનાવવાની વિદ્યામાં ચતુર એવા ગંધવની જેમ નિપુણ આ ત્રુટિતાંગ જાતીના કલ્પવૃક્ષો પણ છે. એ બધા કલ્પવૃક્ષો પોતાના વાજીંત્ર પ્રદાન રૂપ અનેક કર્મોમાં સ્વાભાવિક રીતે પરિણામવાળા હોય છે. ફળોથી પણ તેઓ ભરેલા જ હોય છે. તેમની નીચેની જમીન પણ કુશ અને વિકુશ વિનાની હોય છે. તથા તે પણ પ્રશસ્ત મૂળ સ્કંધ વિગેરે વાળા હોય છે. હવે ચોથા કલ્પવૃક્ષના સ્વરૂપનું કથન કરવામાં આવે છે. સ્થળે સ્થળે હે શ્રમણ આયુષ્યનું દીપશિખા નામના અનેક કલ્પવૃક્ષો કહ્યા છે. દીવામાંથી જેવો પ્રકાશ નીકળે છે, એવો પ્રકાશ આમાંથી પણ નીકળે છે. તેથી જેમ સંધ્યા સમયે નવ નિધિપતિ અથતુ ચક્રવતિને ત્યાંની દીપિકાવંદ કે જેમાં સારી રીતે બનીયો બળતી હોય અને જે તેલથી ભરપૂર પ્રજ્જવલિત થઈને એક દમ અંધકારનો નાશ કરી દે છે. અને જેનો પ્રકાશ કનક નિકરના જેવા પ્રકાશવાળા કુસુમોથી યુક્ત એવા પારિજાતકના વનના પ્રકાશ જેવો. હોય છે. તથા જે દીવીયોની દીવેટો પર આ દીવાઓની પંક્તિયો રાખવામાં આવી હોય. તે દીવેટો સુવર્ણની બનેલી હોય છે. મણિયોની બની હોય છે. અને રત્નોની બની હોય છે, કે જેમાં સ્વાભાવિક મેલ ન હોય, તેમ આગંતુક મેલ પણ ન હોય, એવી નિર્મલ હોય, તથા એ દીપાવલી એકી સાથે અને એકજ સમયે પ્રગટાવવામાં આવી હોય અને તેથીજ જેનું તેજ એવું મનોહર બની ગયું હોય છે કે જેમાં સરકાળની રાત્રિમાં ધૂળ વિગેરે. આવરણના અભાવથી ચંદ્ર વિગેરે ગ્રહોનું તેજ હોય છે. અને અંધકારનો નાશ કરનારા કિરણોવાળા સૂર્યના ફેલાયેલા પ્રકાશના જેવી ચમકિલી બનેલ હોય તથા જે પોતાની મનોહર અને ઉજ્જવલ પ્રભાથી માનો, હસી રહેલ હોય, એવી ખાત્રી થતી હોય તોતે દીપમાળા તેવી તે શોભાયમાન થાય છે, વિવિધ પ્રકારના અનેક ઉદ્યોત પરિણામથી સ્વભાવથી પરિણત થવાવાળી ઉદ્યોત વિધીથી યુક્ત હોય છે. તથા ફળોથી પરિપૂર્ણ બનીને રહે છે. તેની નીચેનો ભાગપણ કુશ અને વિકુશ વિનાનો હોય છે. અને તે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org