SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ 66 જીવાજીવાભિગમ- ૩/મ. 144 સૂત્રોનું સાર જાણવું [145] હે ભગવન્! એકોરૂક નામના દ્વીપનો આકાર ભાવપત્યવતાર વિગેરેનું વર્ણન કેવી રીતે છે? ત્યાંની જે ભૂમિ છે, તે આલિંગ પુષ્કરના જેવી ચીકણી અને સમતલવાળી છે. મૃદંગનું મુખ જેવું ચિકણું અને સમતલ હોય છે, તેવી સમતલ હોય છે. અથવા પાણીથી ભરેલા તળાવના પાણીનો ઉપરનો ભાગ જેવો સમતલ અને ચિકણો હોય છે, અથવા હાથના તળીયા જેવા ચિકણો અને સમ હોય છે. ચંદ્રમંડળ અને સૂર્ય મંડળ જેવા હોય છે. દુર્પણ, જેવો ચિકણો અને સમતલ હોય છે. ઉરભ્રચર્મ અથતિ ઘેટા, બળદ, સવર, સિંહ, વાઘ વક ઘેટાની એક જાત અને ચિત્તો આ બધાના ચર્મને જે મોટા મોટા ઓજારોથી સમતળ બનાવવામાં આવેલ હોય, એવી તે ભૂમી આવી, પ્રત્યાવત, શ્રેણી પ્રશ્રેણી સ્વત્વિક સૌવસ્તિક, પુષ્પ માન, વર્ધમાન, મત્સાંડ, મકરાંડ જાર, માર પુષ્પાવલી, પપત્ર, સાગરતરંગ, વાસંતી લતા, પાલતા વિગેરે અનેક પ્રકારના માંગલિક રૂપોની રચનાથી ચિઢેલા એવા તથા સુંદર દશ્યવાળા સુંદરકાંતીવાળા અને સુંદર શોભાવાળા ચમકતા ઉજ્જવલ કિરણોના પ્રકાશવાળા, એવા અનેક પ્રકારના પાંચ વર્ણોવાળા તૃણોથી અને મણિયોથી, શોભાયમાન થતી રહે છે. પૃથ્વીશિલાપટ્ટક પણ છે. તેનું વર્ણન પણ ઉવવાઈ સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજી લેવું. શિલા પટ્ટકપર એકોરૂક દ્વીપમાં રહેવાવાળા અનેક મનુષ્યો અને તેની સ્ત્રિયો ઉઠતી બેસતી રહે છે. તેમજ સૂતી રહે છે. આરામ કરે છે. અને પહેલાં કરેલા શુભકમોનો અનુભવ કરે છે. હે આયુષ્યનું શ્રમણો ! તે એકોરૂક નામના દ્વિીપમાં સ્થળે સ્થળે આવેલ અનેક ઉદ્દાલક નામના વૃક્ષો, અનેક કોદાલક નામના વૃક્ષો. અનેક કૃતમાલ નામ ના વૃક્ષો, અનેક નતમાલ નામના વૃક્ષો, વગેરે વૃક્ષો છે. આ વૃક્ષોનો મૂળભાગ કુશ-દર્ભ અને કાસના સદૂભાવથી સર્વથા રહિત છે. બધા પ્રશસ્ત મૂળવાળા હોય છે. પ્રશસ્ત કંદવાળા હોય છે. પ્રશસ્ત સ્કંધવાળા હોય છે. પ્રશસ્તછાલ વાળા હોય છે. તેમજ પ્રશસ્ત શાખાઓ વાળા હોય છે. આ વૃક્ષો નિરંતર પત્રો પુષ્પોથી લદાયેલા રહે છે. તેથી જે તેનું સૌદર્ય અત્યંત મનને લોભાવનારું હોય છે. આ એકોરૂક નામના દ્વીપમાં સ્થળે સ્થળે, અનેક વૃક્ષો તો છે જ તેની સાથે હેરૂતાલના, ભેરૂતાલના, મેરૂતાલના, સેતાલના, સાલ વૃક્ષોના, સરલ વૃક્ષોના, સપ્તપર્ણ વૃક્ષોના, સોપારીના વૃક્ષોના વન છે. ખજૂરીવૃક્ષોના વન છે. સરલ વૃક્ષોના,વન છે. સપ્તપર્ણ નામના વૃક્ષોના વનો છે. નારીયેલના વન છે. આ બધા વનો વૃક્ષોની નીચેના ભાગમાં કુશ અને કાશ વિનાના હોય છે. તે એકોરૂક નામના દ્વીપમાં અનેક પ્રકારની અનેક લતાઓ વેલો પણ હોય છે જેમકે પઘલતાઓ, યાવતું શ્યામલતાઓ આ બધી લતાઓ પુષ્પોથી સદા વ્યાપ્ત રહે છે. આ એકોરૂક નામના દ્વીપમાં-સ્થળે સ્થળે અનેક સેરિકા ગુલ્મો નવમાલિકા ગુલ્મ, બંધુ જીવક ના પુષ્પો, અનોવગુલ્મ, બીજકગુલ્મ, બાણગુલ્મ, કુંજગુલ્મ, સિંદુવાર અને મહા જાતિ ગુલ્મ છે.આ ગુલ્મો ઘણાજ ગાઢ હોય છે. તેથી તે એવા દેખાય છે કે જેમ મહામેઘનો સમૂહ હોય. આ ગુલ્મો પાંચે વર્ણવાળા પુષ્પોને ઉત્પન્ન કરે છે. તેની શાખાઓ ડાળીયો પવનને ઝોકથી સદા ચાલતી રહે છે. તેથી તે એકોરૂક દ્વીપના બહુ સમરમણીય ભૂમિભાગને પુષ્પોના પંજો થીજ ઢાંકી દે છે. તેમાંથી અનેકપુષ્પો જમીન પર નીચે પડે છે. એકોરૂક દ્વીપમાં અનેક સ્થાનો પર અનેક પ્રકારની સુંદર વનસ્પતિયો પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy