SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ 140 જીવાજીવાભિગમ- સી.સ. 301 કહેવામાં આવેલા છે. પરંતુ દેવ દ્વીપ એક જ કહેલો છે. દેવો સમુદ્ર પણ એક જ કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે નાગદ્વીપ, નાગસમુદ્ર, યક્ષદ્વીપ યક્ષસમુદ્ર ભૂતદ્વીપ ભૂતસમુદ્ર અને સ્વય ભૂરમણ. દ્વીપ અને સ્વયંભૂરમણ, સમુદ્ર એ બધા એક એક છે. 3i02] હે ભગવનું લવણ સમુદ્રનું જળ આસ્વાદમાં કેવું કહેવામાં આવેલ છે ? ગૌતમ! લવણ સમુદ્રનું જળ મળયુક્ત છે, રજથી વ્યાપ્ત છે. સેવાળ વિગેરે વિનાનું છે. ઘણા સમયથી સંગ્રહ થયેલ જલના જેવું છે, ખારૂં છે, કડવું છે, તેથી જ પીવા લાયક છે. નથી. હે ભગવનું કાલોદ સમુદ્રનું જલ સ્વાદમાં કેવું છે? હે ગૌતમ! કાલોદ સમુદ્રનું જલ પોતાના સ્વાભાવિક અર્થાતુ અકૃત્રિમ રસથી આસ્વાદ્ય છે. મનોજ્ઞ છે. પરિપુષ્ટ છે. કૃષ્ણનામ કાળું છે. અને ઉદક રાશીની કાંતી જેવી કાળી હોય છે. એવી કાંતિવાળું છે. હે ભગવનું પુષ્કરવર સમુદ્રનું જળ કેવા સ્વાદ વાળું છે? હે ગૌતમ! પુષ્કરવર સમુદ્રનું જલ પોતાના સ્વભાવિક રસથી અચ્છે છે. પરમ નિર્મળ છે. ઉત્તમમાં ઉત્તમ છે. જાતિવાળું છે. જલ્દી પચી જાય છે. તેમજ તે સ્ફટિક મણિની કાંતી જેવું કાંતિવાળું છે. હે ભગવન્! વરૂણોદ સમુદ્રનું જળ કેવા સ્વાદ વાળું હે ગૌતમ ! વરૂણોદ સમુદ્રનું જલ પત્રાસવ જેવું હોય છે, સોયાસવા જેવું હોય છે, ખરાસવ જેવું હોય છે જે સર્વથી ઉત્તમ હોય છે. એવી રીતનું એ વરૂણોદ સમુદ્રનું જલ હોય છે. વરૂણોદ સમુદ્રનું જલ સ્વાદમાં આ ઉપર વર્ણવવામાં આવેલ બધાજ પ્રકારના આસ્વાદોના રસથી પણ વધારે ઈષ્ટ છે. ચાતુરન્ત ચક્રવર્તિ રાજા માટે ચાર સ્થાનોથી પરિણત થયેલ દૂધ કે જે ધીમા અનિની ઉપર ઉકાળ વામાં આવે છે. “યાવતું તે સ્પર્શ દ્વારા વિશેષ પ્રકારનું બની જાય છે. ક્ષીરદ સમુદ્રનું જળતો તેનાથી પણ વિશેષ પ્રકારના સ્વાદવાળું હોય છે. જેમ શલ્લકી અથવા કરેણના ફુલના વર્ણ જેવો શરદ્ ઋતુના ગાયના ઘીનું મંડ-તર જે ગાયના સ્તનોમાંથી નીકળતાંજ દૂધને ગરમ કરવાથી દૂધની ઉપર આવી જાય છે. વર્ણ વિગેરેથી વિશિષ્ટ બનેલ સ્વાદ વાળું બને છે. એજ ગોધૃતવર સમુદ્રનું જલ તો તેથી પણ વધારે સ્વાદ વાળું છે. જાતિવંત સેલડી તે પાકે ત્યારે હરિતાલની જેમ પીળી થઈ જાય છે. એ સેલડીના ઉપરનો અને નીચેના ભાગને કાપીને કાઢી નાખીને સારા બળવાનું બળદો દ્વારા ચલાવવામાં આવેલ યત્રમાંથી રસ નીકળે છે, અને તે રસને કપડાથી ગાળી લેવો જોઈએ કે જેથી તૃણાદિ વિનાનો બની જાય. અને તે પછી તેમાં દાલચિની, ઈલાયચી, કેસર, કપૂર વિગેરે સુગંધવાળા દ્રવ્યો મેળવીને તેને સુવાસિત બનાવી લેવો જોઈએ તેમ બનાવવાથી તે અત્યંત પથ્યકારી, નિરોગી, હલકો બની જાય છે. અને વર્ણ વિગેરેથી વિશેષ પ્રકારનો બની જાય છે. ક્ષોદોદક સમુદ્રનું જલ એનાથી પણ વધારે સ્વાદવાળું હોય છે. આજ પ્રમાણે યાવતું સ્વયંભૂરમણ સમુદ્રના જલના સ્વાદ વર્ણન પર્યન્ત કહી લેવું. હે ભગવનું કેટલા સમુદ્રો પ્રત્યેક રસવાળા છે ? હે ગૌતમ ! ચાર સમુદ્રો પ્રત્યેક રસવાળા કહેવામાં આવેલા છે. તે નામો આ પ્રમાણે છે. લવણ સમુદ્ર, વરૂણોદ સમુદ્ર, સરોદ સમુદ્ર અને વૃતોદ સમુદ્ર. હે ભગવન કેટલા સમુદ્રો કે જેનું પાણી પરસ્પરમાં સરખું હોય એવા છે? હે ગૌતમ ! ત્રણ સમુદ્રોજ એવા છે કે જેનું પાણી પરસ્પર સરખું છે. કાલોદ સમુદ્ર, પુષ્કરોદ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્ર બાકીના જે સમુદ્રો છે; એ બધાનું જલ હે શ્રમણ આયુષ્મનું પ્રાયઃ ક્ષોદ-સેલડીનો રસ જેવો હોય છે, [303 હે ભગવન્! કેટલા સમુદ્રો એવા પ્રકારના કહેવામાં આવ્યા છે કે જે ઘણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy