________________ પ્રતિપત્તિ -3, દ્વિીપસમુદ્ર 139 મહાવર એ નામવાળા બે દેવો રહે એજ પ્રમાણે સઘળા દ્વીપો અને સઘળા સમુદ્રો ત્રિપ્રત્ય વતારવાળા સમજવા યાવતું સૂર્યવરાવભાસસમુદ્ર પર્યન્ત સમજવું. તેમાં ક્રમપૂર્વક સૂર્યદ્વીપમાં સૂર્યભદ્ર અને સૂર્યમહાભદ્ર આ નામ વાળા બે દેવો નિવાસ કરે છે. સૂર્યસમુદ્રમાં સૂર્યવર અને સૂર્યમહાવર એ નામ વાળા બે દેવો રહે છે. સૂર્યવર દ્વીપમાં સૂર્યવર ભદ્ર અને સૂર્યવરમહાભદ્ર એ નામ વાળા બે દેવો રહે છે. સૂર્યવર સમુદ્ર માં સૂર્યવર અને સૂર્યવર મહાવર એ નામના બે દેવો રહે છે. સૂર્યવરાવભાસ નામના દ્વીપ માં સૂર્યવરાવ ભાસભદ્ર અને સૂર્યવરાવભાસમહાભદ્ર એ નામના બે દેવો રહે છે. સૂર્યવરાવભાસસમુદ્રમાં સૂર્યવરાવભાસવર અને સૂર્યવરાવભાસમહાવર એ નામવાળા બેદેવો રહે છે. ક્ષોદવર દ્વીપથી લઈને સ્વયંભૂરમણ પર્યન્તના દ્વીપ અને સમુદ્રોમાં વાવો આવેલી છે યાવતુ બિલપંક્તિયો ક્ષોદોદક અથત સેલડીના રસ જેવા જલથી ભરેલી છે. અને આ જેટલા અહીંયાં પર્વતો છે એ બધા સર્વ રીતે વજમય છે. સૂર્યવરા વભાસ સમુદ્રની આગળ જે દ્વીપો અને સમુદ્રો છે તેના સંબંધમાં એમ કહેવામાં આવે છે. સૂર્યવરાવભાસ સમુદ્રને ચારે બાજુથી ઘેરીને દેવ એ નામ વાળો દ્વીપ આવેલ છે. આ દ્વીપમાં દેવભદ્ર અને દેવમહાભદ્ર એ નામ વાળા બે દેવો રહે છે. દ્વીપને દેવીદ એ નામ વાળા સમુદ્ર ચારે બાજુથી ઘેરેલ છે, દેવવર અને દેવમહાવર નામના બે દેવો નિવાસ કરે છે. વાવતુ દેવોદક સમુદ્રને નાગદ્વીપે ઘેરેલ છે. આ દ્વીપમાં નાગભદ્ર અને નાગમહાભદ્ર એ નામ વાળા બે દેવો રહે છે. આ નાગદ્વીપને ચારે બાજુએથી ઘેરીને નાગસમુદ્ર આવેલ છે. આ સમુદ્રમાં નાગવર અનેનાગમહાવર એ નામ વાળા બે દેવો નિવાસ કરે છે. નાગસમુદ્રને ચારે બાજુએથી ઘેરીને ભૂત નામનો દ્વીપ છે. આ દ્વીપમાં ભૂતભદ્ર અને ભૂતમહાભદ્ર એ નામ વાળા બે દેવો નિવાસ કરે છે. ભૂતદ્વીપને ચારે બાજુએથી ઘેરીને ભૂત એ નામનો સમુદ્ર આવેલ છે. આ સમુદ્રમાં ભૂતવર અને ભૂતમહાવર એ નામના બે દેવો નિવાસ કરે છે ભૂતસમુદ્રને ઘેરીને સ્વયંભૂરમણ દ્વીપ આવેલ છે. આ દ્વીપમાં સ્વયંભૂરમણભદ્ર અને સ્વયંભૂરમણ મહાભદ્ર નામના બે દેવો રહે છે. સ્વયંભૂરમણ દ્વીપને સ્વયંભૂરમણ નામ ના સમુદ્ર ચારે બાજુએથી ઘેરેલ છે. આ સમુદ્ર ગોળ છે. અને વલયના આકાર જેવા આકાર વાળો છે. આ સ્તંભૂરમણ સમુદ્ર અસંખ્યાત લાખ યોજનાના વિસ્તારવાળો છે. અને તેનો પરિક્ષેપ પણ એટલો જ છે. હે ભગવનું સ્વયંભૂરમણસમુદ્રનું પાણી અચ્છ આકાશ અને સ્ફટિક મહીના જેવું નિર્મળ છે. પથ્ય છે. સત્ય-અનાવિલ છે. અર્થાત્ મલિનતા વગરનું છે. હલકું છે. ભારે નથી. સ્વભાવથી જ જલના રસથી પરિપૂર્ણ છે. આ સ્વયંભૂરણ સમુદ્રમાં સ્વયંભૂરમણવર અને સ્વયંભૂરમણમહાવર નામવાળા બે દેવો નિવાસ કરે છે. તેઓની સ્થિતિ એક એક પલ્યોપમની છે. એ જ કારણથી હે ગૌતમ આ સમુદ્રનું નામ “સ્વયંભૂરમણ એ પ્રમાણે કહેવામાં આવેલ છે. દેવના કથનથી લઈને સ્વયંભૂરમણ સમુદ્રના કથન પર્યન્ત ત્રિપ્રકાર પણું કહેવામાં આવેલ નથી. [301 હે ભગવનું જબૂદ્વીપ વિગેરે નામ વાળા કેટલા દ્વીપો આવેલા છે? હે ગૌતમ ! જંબુદ્વીપ એ નામ વાળા અસંખ્યાત દ્વીપો કહેવામાં આવેલા છે. હે ભગવદ્ લવણ સમુદ્ર એ નામથી કેટલા સમુદ્રો કહ્યા છે? હે ગૌતમ! લવણ સમુદ્ર આ નામથી અસંખ્યાત સમુદ્રો આવેલા છે. એ જ પ્રમાણે ધાતકીખંડ એ નામવાળા દ્વીપો પણ અસંખ્યાત છે, એજ પ્રમાણે યાવતું અસંખ્યાત દ્વીપો સૂર્યવરાવભાસ દ્વીપ એ નામવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org