SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ 325 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯ આદિ સામગ્રીનું આસ્વાદનાદિ કર્યું યથારુચિ ઉપભોગ કર્યો. ગંધર્વોએ તેમની પ્રશં સાના ગીતો ગાયા, ગાયકો તથા નર્તકોએ સંગીત અને નૃત્ય દ્વારા સ્વાગત કર્યું. આમ આનંદપૂર્વક તેઓ વિચારવા લાગી. તત્પશ્ચાતું અધરાત્રિના સમયે અનેક પુરુષો થી ઘેરા યેલ મહારાજ સિંહસેન જ્યાં કૂટાકાર શાળા હતી, ત્યાં આવ્યા, આવીને કૂટકાર શાળા ના બધા દરવાજા બંધ કરાવી દીધા અને તેની ચારે બાજુ આગ લગાવી દીધી. સિંહસેન દ્વારા જલાવેલી, ત્રાણ અને શરણથી રહિત, એવી તે 499 રાણીઓની માતા ઓ રૂદન, આઠંદન અને વિલાપ કરતી કાળધર્મ પામી. ત્યાર બાદ એતત્કમ.એતદ્વિધ,એતપ્રધાન અનેતત્સમાચારવાળો થતો તે સિંહ સેન રાજા અત્યધિક પાપ કર્મોન ઉપાર્જન કરીને 3400 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી કાળમાસમાં કાળ કરી છઠ્ઠી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ 22 સાગરોપમની સ્થિતિવાળા નારકી ઓમાં નારકરૂપે ઉત્પન્ન થયો. ત્યારબાદ તે સિંહસેનનો જીવ છઠ્ઠી નરકભૂમિમાંથી નીકળીને રોહતક નગરમાં દત્ત સાર્થવાહની કૃષ્ણ શ્રી’ નામની પત્નીના ઉદરમાં પુત્રી રૂપે ઉત્પન્ન થયો, ત્યારે તે કૃષ્ણશ્રીએ લગભગ નવ માસ પરિપૂર્ણ થવા પર એક કન્યાને જન્મ આપ્યો, જે અત્યંત કોમળ હાથપગવાળી, યાવતુ પરમ સુન્દરી હતી. ત્યારબાદ તે કન્યાના માતાપિતાએ બારમે દિવસે ઘણું અશનાદિ તૈયાર કરાવ્યું, યાવતું મિત્ર જ્ઞાતિ આદિને નિમંત્રિત કરીને તથા બધાને ભોજનાદિથી નિવૃત્ત થવા પર કન્યાનો નામકરણ સંસ્કાર કરતાં કહ્યું કે એનું નામ દેવદત્તા' રાખવામાં આવે છે. પછી તે દેવદત્તા બાલ્યાવસ્થાથી મુકત થઈને, યાવતું યૌવન, રૂપ અને લાવણ્યથી અત્યંત ઉત્તમ તેમજ ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ. થોડા સમય પછી દેવદત્તા કોઇ દિવસે સ્નાન કરીને યાવતું સમસ્ત આભૂષણોથી વિભૂષિત થયેલી ઘણી કુન્જા આદિ દાસીઓ સાથે પોતાના મકાનમાં ઉપરના ઝરૂખામાં સોનાના દડાથી રમતી હતી. તે સમયે નાનાદિથી નિવૃત્ત યાવત્ વિભૂષિત મહારાજ વૈશ્રમણ ઘોડા ઉપર સવાર થઈને અનેક અનુચરો સાથે અશ્વક્રીડા માટે રાજમહેલમાંથી નીકળીને શેઠ દત્તના ઘર પાસેથી થઇને જઈ રહ્યા હતા, ત્યારે યાવતુ વૈશ્રમણ મહારાજાએ દેવદત્તા કન્યાને ઉપર સોનાના દડાથી રમતી જોઈ, જઈને કન્યાના રૂપ, યૌવન અને લાવણ્યથી વિસ્મિત થઇને રાજપુરુષોને બોલાવીને કહ્યું કે - દેવાનુપ્રિયે! આ કન્યા કોની છે? તથા એનું નામ શું છે? ત્યારે રાજ પુરુષો હાથ જોડીને યાવતુ આ પ્રમાણે કહેવા લાગ્યા - હે સ્વામિનું ! આ કન્યા દત્ત સાર્થવાહની પુત્રી અને કૃષ્ણથી શેઠાણીની આત્મજા છે. એનું નામ દેવદત્તા છે. ત્યાર બાદ મહારાજ વૈશ્રમણ દત્તે અસ્વક્રીડા કરીને પાછા આવી પોતાના અંતરંગ પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને જઇને દત્ત શેઠની પુત્રી અને કૃષ્ણશ્રીની આત્મજા દેવદતા નામની કન્યાને યુવરાજ પુષ્પનન્દીને માટે પત્નીરૂપે માગો. જે તે રાજ્ય દઈને પણ મેળવી શકાય તો પણ લેવી જોઇએ. મહારાજ વૈશ્રમણની આ આજ્ઞાને સન્માનપૂર્વક સ્વીકાર કરીને તે લોકો સ્નાનાદિ કરી અને શુદ્ધ તથા સભામાં પ્રવેશ કરવા યોગ્ય ઉત્તમ વસ્ત્રો પહેરીને જ્યાં દત્ત સાર્થવાહનું ઘર હતું ત્યાં ગયાં. દત્ત શેઠ પણ તેમને આવતા જોઈ અત્યંત પ્રસન્નતા પ્રકટ કરતા આસન પરથી ઊઠીને તેમના સત્કાર માટે સાત-આઠ પગલા આગળ ગયો અને તેમનું સ્વાગત કરીને આસન પર બેસવાની પ્રાર્થના કરી ત્યાર બાદ ગતિજન્ય થાક દૂર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005071
Book TitleAgam Deep 11 Vivaagsuyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy