SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ રિ૧૨] नमो नमो निम्मल सणस्त પંચમ ગણધર શ્રી સુધમસ્વામિને નમઃ rincidizzzzii અંતગડ દસાઓ આઠમું અંગસુત્ર-ગુર્જરછાયા (ક વર્ગ-૧-ક અધ્યયન-૧-૧[૧]તે કાળે અને તે સમયે ચમ્પા નામક નગરી હતી.પૂર્ણભદ્ ચૈત્ય હતું તે કાળે અને તે સમયે આર્ય સુધમાં સ્વામી સમોસય પરિષદ્ નીકળી પાછી ફરી. તે કાળે અને તે સમયે આર્ય સુધમાં સ્વામીના શિષ્ય આર્ય જ જંબૂસ્વામી, સુધમાં સ્વામીની પર્યુંપાસના કરતા બોલ્યા. ભગવન્! શ્રત ધર્મની આદિ કરવાવાળા યાવતું નિવણને પ્રાપ્ત સ્વામીએ સાતમાં અંગ ઉપાસકદશાંગ સૂત્રનો આ અર્થ પ્રતિપાદન કર્યો છે, આઠમા અંગ અતકૃદુશાંગ સૂત્રનો શું અર્થ કહેલ છે? –જબૂ! શ્રમણ ભગવાન મહાવીરે આઠમાં અંગ અંત કૃશાંગના આઠ વગો પ્રતિપાદન કરેલ છે. હે ભગવન્! યાવતુ મોક્ષપ્રાપ્ત મહાવીર સ્વામીએ અંતકતદ્દશાંગના પ્રથમ વર્ગના કેટલા અધ્યયનો કહેલ છે ? એ પ્રમાણે જંબૂ ના પ્રથમ વર્ગના દશ અધ્યયનો કહેલ છે. [૨]ગૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, સ્વિમિત, અચલ, કાંડિલ્ય, અક્ષોભ, પ્રસેન જિત અને વિષ્ણુકુમાર, [3] હે ભગવન્! શ્રમણ ભગવંત યાવતું મોક્ષ પ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ અંતગડદશાંગના પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનનો શું અર્થ પ્રરૂપેલ છે ? એ પ્રમાણે નિશ્ચયથી હે જંબૂ ! તે કાળે અને તે સમયે દ્વારિકા નામની નગરી હતી. આ નગરી બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી હતી, વૈશ્રમણ દેવ કુબેરની વિલક્ષણ બુદ્ધિથી તેની રચના કરાઈ હતી, તેનો પ્રકાર- સુવર્ણનો બનેલ હતો. તેનાં કાંગારાઓમાં ઈન્દ્રનીલ વૈર્ય આદિ મણિઓ જડવામાં આવેલ હતા. તેથી તેનાં કાંગરાં પંચવર્ણ દેખાતા હતા. તે નગરી રમણીય હતી, કુબેરની નગરીની સમાન પ્રતીત થતી હતી. તે પ્રમોદ અને કીડાનું સ્થાન હતી. પ્રત્યક્ષ દેવલોક જેવી ચિત્તને હરનારી હતી, દ્વારિકા નગરીની બહાર ઈશાન ખૂણામાં રૈવતક નામનો પર્વત હતો. તેની ઉપર નંદનવન નામનું એક ઉદ્યાન હતું. ત્યાં સુરપ્રિય નામના યક્ષનું એક પ્રાચીન યક્ષાયતન હતું. અને તે એક વનખંડ થી ઘેરાયેલું હતું. તે વનખંડની મધ્યમાં એક સુંદર શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું. દ્વારિકા નગરીમાં કૃષ્ણ નામના વાસુદેવ રાજા રાજ્ય કરતા હતા. દ્વારિકા નગરીમાં કૃષ્ણ મહારાજ, સમુદ્રવિજય પ્રમુખ દશ દશાર્ણ, બલદેવ પ્રમુખ પાંચ મહાવીર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005068
Book TitleAgam Deep 08 Antgadadasao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 08, & agam_antkrutdasha
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy