________________ અધ્યયન-૭ 203 જાણેલો ગોશાલક પીઠ-ફલક, શય્યા અને સંથારા માટે શ્રમણ ભગવંત મહાવીરનાં ગુણ કીર્તન કરતો શ્રમણોપાસક સંકડાલપુત્રને આ પ્રમાણે બોલ્યોઃ હે દેવાનુપ્રિયાં અહીં મહામહિના આવ્યા હતા? ત્યારે તે સદાલપુત્ર શ્રમણોપાસકે કહ્યું હે દેવાનુપ્રિયા મહામહન કોણ છે? ત્યારે મેખલીપુત્ર ગોશાલકે કહ્યું. શ્રમણભગવંતમહાવીર મહામાહન છે. દેવાનુપ્રિય ! શા હેતુથી કહો છો કે શ્રમણ ભગવાન મહાવીર મહામાહન છે? સદ્દાલપુત્ર! ખરેખર શ્રમણ ભગવાન મહાવીર, મહામહન, ઉત્પન્ન જ્ઞાન-દર્શનને ધારણ કરનાર, યાવતું ભક્તિસ્તુતિ કરાયેલા અને પૂજિત છે, યાવતું તથ્ય-કર્મની સંપત્તિથી યુક્ત છે. તેથી મહામાહન છે. દેવાનુપ્રિય ! અહીં મહાગોપ’ આવ્યા હતા ? સદાલપુત્ર દેવાનુપ્રિય ! મહાગોપ કોણ છે. શ્રમણ ભગવાન મહાવીર મહાગોપ છે. સદાલપુત્રઃ દેવાનુપ્રિય ! ક્યા હેતુથી કહો છો કે શ્રમણ ભગવાન મહાગોપ છે? દેવાનુપ્રિય ! શ્રમણ ભગવાન મહાવીર સંસા રાટવીમાં નાશ પામતા, વિનાશ પામતા, ભક્ષણ કરાતા, છેદાતા, ભેદાતા, લુપ્ત થતા, વિલુપ્ત થતા ઘણા જીવોને ધર્મરૂપ દંડ વડે સંરક્ષણ કરીને, સંગોપન કરીને નિવણરૂપ મહાવાડામાં પોતાના હાથે પહોંચાડે છે, તેથી તે મહાગોપ છે. હે દેવાનુપ્રિય ! અહીં મહાસાર્થવાહ આવ્યા હતા ? સદ્દાલપુત્રઃ શા હેતુથી એમ કહો છો?દેવાનુપ્રિયાઆ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરસંસારાટવીમાં નાશ પામતા, વિનાશ પામતા યાવત્ વિલુપ્ત થતા ઘણાં જીવોને ધર્મમય માર્ગ વડે સંરક્ષણ કરતાં નિવણિરૂપ મહાપટ્ટણ-નગરના સન્મુખ પોતાના હાથે પહોંચાડે છે, તેથી તે મહાસાર્થવાહ છે. ગોશાલક દેવાનુપ્રિય ! અહીં મહાધર્મકથી આવ્યા હતા? સદ્દાલપુત્રઃ દેવાનું પ્રિય! મહાધર્મકથી કોણ છે ? શ્રમણ ભગવાન મહાવીર મહાધર્મકથી છે. સદ્દાલપુત્ર: ક્યા અભિપ્રાયથી એમ કહો છો ? અત્યંત વિશાળ સંસારમાં નાશ પામતાં, વિનાશ પામતા, ભક્ષણ કરાતા, છેદાતા, ભેદાતા, લુપ્ત થતા, વિલુપ્ત થતા, ઉન્માર્ગને પ્રાપ્ત થયેલાં, સન્માર્ગથી ભૂલા પડેલા, મિથ્યાત્વના બળ વડે પરાભવ પામેલા, અને આઠ પ્રકારના કર્મરૂપ અંધકારના સમૂહથી ઢંકાયેલા ઘણા જીવોને ઘણા અર્થો યાવતું ઉત્તરો વડે ચાર ગતિરૂપ સંસારાટ વીથી પોતાના હાથે પાર ઉતારે છે. તે થી તે મહાધર્મકથી છે. ગોશાલક : દેવાનુપ્રિય ! અહીં મહાનિયમિક આવ્યા હતા ? દેવાનુપ્રિય ! મહા નિયમિક કોણ છે? ગોશાલક : શ્રમણ ભગવાન મહાવીર મહાનિયમિક છે. સદાલપુત્ર: એમ શા હેતુથી કહો છો ? દેવાનુપ્રિય! સંસારરૂપ મહા સમુદ્રમાં નાશ પામતા, વિનાશ પામતા, યાવતુ વિલુપ્ત હતા, બુડતા, અત્યંત બુડતા, ગોથાં ખાતા ઘણા જીવોને ધર્મબુદ્ધિ રૂપ નૌકા વડે નિવણરૂપ તીરની સન્મુખ પોતાના હાથે પહોંચાડે છે, તેથી તે મહાનિમક છે. ત્યાર બાદ સકલાલપુત્ર શ્રમણોપાસકે મંખલીપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! તમે આવા છેક છો. યાવતુ આવા નિપુણ છે! એ પ્રમાણે નયવાદી-છો. ઉપદેશલબ્ધ-છો અને વિજ્ઞાન પ્રાપ્ત છો. તો તમો મારા ધમચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર સાથે વિવાદ કરવાને સમર્થ છો ? ગોશાલક : એ અર્થ યુક્ત નથી દેવાનુપ્રિય ! એમ શા હેતુથી કહો છો હે સાલપુત્ર ! જેમ કોઈ પુરુષ તરુણ, બલવાન, યુગવાન, ઉત્તર કાળમાં ઉત્પન્ન થયેલો, યાવતું નિપુણ શિલ્પને પ્રાપ્ત થયેલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org