________________ 194 ઉવાસગ દસાઓ-૩૨૯ ચુલની પિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલો યાવત્ જોઈને કુદ્ધ થયેલો તે દેવ ચુલની પિતા શ્રમણોપાસકના જ્યેષ્ઠ પુત્રને ઘરથી નીકાળે છે. નીકાળીને તેના સમક્ષ તેનો ઘાત કરે છે. ઘાત કરીને ત્રણ માંસના ટુકડા કરે છે, ટુકડા કરીને તેલથી ભરેલી કઢાઈમાં ઉકાળે છે. ઉકાળીને ચુલની પિતા શ્રમણોપાસકના શરીર ઉપર માંસ અને રુધિર છાંટે છે. ત્યારબાદ તે ચુલનીપિતા શ્રમણોપાસક કેવળ દુઃખરૂપ વેદનાને સહન કરે છે. ત્યાર પછી દેવ ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલો યાવતું જુએ છે. જોઈને તેણે બીજી વાર પણ ચુલનીપિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું મરણની પ્રાર્થના કરનાર યાવત્ વ્રત વગેરે તું નહિ ભાંગે તો હું આજે તારા વચલા પુત્રને તારા-પોતાના ઘરથી લઈ જઈશ. લઈને તારા સમક્ષ તેનો ઘાત કરીશ. ઈત્યાદિ જેમ જ્યેષ્ઠ પુત્ર સંબંધે કહ્યું હતું જેમ કહે છે અને તે પ્રમાણે જ કરે છે. એવી જ રીતે ત્રીજા નાના પુત્રના પણ ઘરેથી લાવી ત્રણ. ખંડ કરે છે. ચુલની પિતા તે દુસ્સહ વેદનાને સહન કરે છે. અને ચુલનીપિતાના શરીર ઉપર છાંટે છે. તત્પશ્ચાતું તે દેવ ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે. જોઈને તેણે ચોથી વાર પણ ચુલનીપિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું, મરણની કામના કરનાર જો તું યાવતું વ્રતાદિને ભાંગીશ નહિ તો આજે હું જે આ તારી માતા ભદ્રા સાર્થવાહી દેવ અને ગુરુસમાન જનની છે. તથા જેણે ગર્ભપાલનાદિ રૂપ અત્યંત દુષ્કર કાયોં કીધાં છે, તેને તારા ઘરથી લાવીશ. લાવી તારી આગળ તેનો ઘાત કરીશ. ઘાત કરીને ત્રણ માંસના ટુકા કરીશ. અને તેલથી ભરેલા કઢાયામાં ઉકાળીશ. ઉકાળીને તારા શરીરને માંસ અને લોહી વડે છાંટીશ, જેથી તે આર્તધ્યાનની અત્યંત પરાવશતાથી પીડિત થઈને અકાળે જ જીવનથી મુક્ત થઈશ. ત્યારે તે ચુલનીપિતા શ્રમણોપાસક તે દેવના એમ કહેવા છતાં પણ નિર્ભય જ રહે છે. તે દેવ ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે, જોઈને ચૂલનીપિતા શ્રમણોપાસકને બીજીવાર અને ત્રીજીવાર પણ એ પ્રમાણે કહ્યું, ઈત્યાદિ પૂર્વવતુ સમજવું. 30 જ્યારે તે દેવે બીજી વાર અને ત્રીજી વાર પણ એ પ્રમાણે કહ્યું, ત્યારે ચુલની પિતા શ્રમણોપાસકને આવા પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો. અહો, આ પુરુષ અનાર્ય છે, અનાર્ય બુદ્ધિવાળો છે અને અનાયોચિત પાપકર્મ કરે છે, જે મારા જ્યેષ્ઠ પુત્રને મારા પોતાના ઘરથી લઈ આવ્યો. અને મારી આગળ ઘાત કર્યો. ઈત્યાદિ જે પ્રમાણે દેવે કર્યું હતું તે બધું ચિત્તવે છે. આ પુરુષ હવે મારા માટે દેવ, ગુરુ અને જનની રૂપે જે મારી માતા ભદ્રા સાર્થવાહી છે, અત્યંત દુષ્કરને કરનારી છે, તેને પણ મારા ઘરથી લઈને મારી આગળ ઘાત કરવાને ઈચ્છે છે, માટે મારે એ પુરુષને પકડવો યોગ્ય છે. એમ વિચારી તે પકડવા દોડ્યો પણ તે દેવ આકાશમાં ઊડી ગયો. ચુલનીપિતાના હાથમાં ઘરનો સ્તંભઆવ્યો અને તે અત્યંત મોટા શબ્દો વડે કોલાહલ કરવા લાગ્યો. ત્યારે તે ભદ્રા સાર્થવાહી તે કોલાહલનો સાંભળી અને સમજીને જ્યાં ચલનિપિતા શ્રમણોપાસક હતો ત્યાં આવી. આવીને કહ્યું હે પુત્રી તેં કેમ ઘણાં મોટા શબ્દ વડે કોલાહલ કયો? તે ચુલની પિતા શ્રમણોપાસકે પોતાની માતા ભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું, હે માતા ! હું જાણતો નથી. પણ કોઈક પુરુષે ગુસ્સે થઈને નીલકમળ જેવી એક મોટી તલવાર ગ્રહણ કરી અને એમ કહ્યું, “મરણની કામના કરનાર, હી લજ્જા, શ્રી-લક્ષ્મી, ધૃતિ અને કીર્તિથી રહિત હે ચુલનીપિતા શ્રમણોપાસકી જો તું વ્રતાદિનો ભંગ નહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org