________________ અધ્યયન-૨ 193 વંદન નમસ્કાર કરીને જે પાછો ગયો. તદનન્તર શ્રમણ ભગવાન મહાવીર અન્ય કોઈ દિવસે ચંપાનગરીથી નીકળ્યા અને નીકળી બહાર દેશ-દેશાત્તરમાં વિચારવા લાગ્યા. [૨૮]ત્યાર પછી કામદેવ શ્રમણોપાસક પ્રથમ શ્રાવકની પ્રતિમાને અંગીકાર કરીને વિહરે છે. ત્યાર બાદ તે કામદેવ શ્રમણોપાસક ઘણા શીલવતો વગેરેથી આત્માને ભાવિત કરી વીસ વરસ સુધી શ્રમણોપાસક પયયને પાળી, અગિયાર શ્રાવકની પ્રતિ માઓને સમ્યફ વિધિપૂર્વક કાયા વડે સ્પર્શી એક માસની સંખના વડે આત્માને ક્ષીણ કરી સાઠ ભક્ત અણસણ વડે છેદી-વ્યતીત કરી. આલોચના કરી, પ્રતિક્રમણ કરી, સમાધિને પ્રાપ્ત થઈ મૃત્યુના અવસરે કાળ કરી સૌધર્મ દેવલોકમાં સૌધવસંતક મહા વિમાનની ઉત્તર-પૂર્વ દિશાએ અરુણાભનામક વિમાનમાં ચાર પલ્યોપમ સ્થિતિ વાળા દેવરૂપે ઉત્પન્ન થયો. હે ભગવની કામદેવ તે દેવલોકથી આયુષ્યના ક્ષય થવાથી, ભવના ક્ષય થવાથી, સ્થિતિના ક્ષય હોવાથી, અનન્તર વી ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્ર ક્ષેત્રમાં જન્મગ્રહણ કરીને સિદ્ધિ પામશે | અધ્યયન-૨નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન-૩-ચુલનીપિતા) રહે જબૂ! તે કાળે અને તે સમયે વારાણસી નામક નગરી હતી. કોષ્ઠક ચૈત્ય હતું, જિતશત્રુ રાજા હતો. તે વારાણસી નગરીમાં ચુલનીપિતા નામક ગૃહપતિ રહે છે. તે ધનાઢ્ય યાવત્ કોઈથી પરાભવ ન પામે તેવો છે. તેને શ્યામા નામની ભાય છે. તેણે આઠ હિરણ્યકોટિ નિધાનમાં મૂકેલી હતી. આઠ હિરણ્યકોટિ વૃદ્ધિ-વ્યાજે મૂકેલી હતી અને આઠ હિરણ્યકોટેિ ધન-ધાન્યાદિના વિસ્તારમાં રોકેલી હતી. તેને દસ હજાર ગાયોના એક વ્રજના હિસાબે આઠ વ્રજો હતા. તે આનંદની પેઠે રાજા, ઈશ્વર, શેઠ વગેરેને થાવત્ સર્વ કાર્યોનો વધારનાર હતો. મહાવીર સ્વામી તે નગરીમાં પધાયાં. જનસમૂહ દેશના સાંભળવા નીકળ્યા ચુલની પિતા પણ આનંદની જેમ નીકળ્યો તેની જ પેઠે ગૃહસ્થ ધર્મ સ્વીકાર કર્યો. ગૌતમ સ્વામીની પૃચ્છા પૂર્વવતુ જાણવી. શેષ બધું કામદેવની જેમ જણવું. વાવત્ પોષધશાલામાં પોષધસહિત અને બ્રહ્મચારી(ચલનીપિતા) શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી પ્રાપ્ત ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિહરે છે. ત્યાર બાદ તે ચલનિપિતા શ્રમણોપાસકની પાસે મધ્યરાત્રિના સમયે એક દેવ પ્રગટ થયો. તે દેવે નીલકમળ જેવી યાવત્ તલવાર લઈને ચુલનીપિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું, હે ચુલનીપિતા શ્રમણોપાસકી ઈત્યાદિ જેમ કામદેવને દેવે કહ્યું હતું તે પ્રમાણે કહેવું, યાવતું વ્રત વગેરેને ભાંગીશ નહિ તો હું આજે મારા જ્યેષ્ઠ પુત્રને તારા પોતાના ઘરથી લાવીશ અને તારા સમક્ષ તેનો ઘાત કરીશ. ઘાત કરીને ત્રણ -માંસના ટુકડા કરીશ અને -તેલથી ભરેલા કઢાઈમાં નાખી ઉકાળીશ. ઉકાળીને તારા શરીર ઉપર માંસ, લોહી, છાંટીશ. તું આર્તધ્યાનની પરવશતાથી પીડિત થઈ અકાળમાં જ જીવનથી મુક્ત થઈશ. ત્યાર બાદ તે ચુલની પિતા શ્રમણોપાસક તે દેવે એ પ્રમાણે કહેવા છતાં પણ પામ્યા સિવાય યાવતું વિહરે છે. ત્યાર પછી તે દેવ ચુલની પિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલો યાવતું જુએ છે. તેણે બીજી વાર, ત્રીજીવાર પણ ચુલનીપિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું તે ચુલનીપિતા પણ યાવતું તેમજ વિચારે છે- નિર્ભય રહે છે. ત્યાર પછી 13 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org