________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ યાવતું બેઠો હતો. ત્યાર પછી પારિવ્રાજિકાઓથી પરિવૃત્ત તે ચોખા જ્યાં જિતશત્રુ રાજા હતો, ત્યાં આવી. આવીને અંદર પ્રવેશ કરીને જય-વિજયના શબ્દોથી જિતશત્રુને અભિનંદન કરી તેને વધાવ્યો. ત્યારે જિતશત્રુ રાજાએ ચોખ્ખા પબ્રિાજિકાનો સત્કાર કર્યો, સન્માન કર્યું. આસન માટે નિમંત્રણ કર્યું ત્યારે પછી તે ચોકખા પમ્બ્રિાજિકા પાણી છંટીને પોતાના આસન પર બેઠી. પછી તેણે જિતશત્રુ રાજા, રાજ્ય અને અંતપુરના કુશલ સમાચાર પૂક્યાં. ત્યાર પછી ચોકખા પરિવ્રાજિકાએ જિતશત્રુ રાજાને દાનધર્મ આદિનો ઉપદેશ આપ્યો. જિતશત્રુ રાજા પોતાની રાણીવાસની રાણીઓના સૌંદર્ય આદિમાં વિસ્મય યુક્ત હતો તેથી તેણે ચોઆ પરિવાજિકાને પૂછ્યું - હે દેવાનુપ્રિયે! તમે ઘણા ગામો, આકરો આદિમાં યાવતું પર્યટન કરો છો અને ઈશ્વરોનાં ઘરમાં પ્રવેશ કરો છો તો કોઈ પણ રાજા આદિનું આવું અંતઃપુર પહેલાં ક્યારેય જોયું છે ત્યારે ચોખ્ખા પરિ વાજિકાએ જિતશત્રુ રાજાની તરફ હસતા હસતા કહ્યું- હે દેવાનુપ્રિય આ પ્રમાણે કહેતા તમે તે કૂપમંડૂક સમાન છો.’ કૂવાને દેડકો હતો. તે દેડકો તે કૂવામાં ઉત્પન્ન થયો હતો અને વધ્યો હતો. તેણે બીજો કૂવો, તળાવ, દૂહ, સર અથવા સમુદ્ર યો ન હતો, તેથી તે માનતો હતો કે આ જ કૂવો છે અને આજ સમુદ્ર છે આના સિવાય બીજું કંઈ નથી. ત્યાર પછી કોઈ સમયે તે કૂવામાં સમુદ્રનો દેડકો એકદમ આવી ગયો. ત્યારે કૂવાના દેડકાએ કહ્યું હે દેવાનુપ્રિય! તમે કોણ છો અને ક્યાંથી એકદમ અહીં આવી ગયા! ત્યારે સમુદ્રના દેડકાએ કૂવાના દેડકાને કહ્યું દેવાનુપ્રિય ! સમુદ્રનો દેડકો છું.' ત્યારે કૂવાના દેડકાએ સમુદ્રના દેડકાનો કહ્યું- દેવાનુપ્રિય ! તે સમુદ્ર કેવડો મોટો છે. ત્યારે સમુદ્રના દેડકાએ કૂવાના દેડકાને કહ્યું-દેવાનુપ્રિય ! તે સમુદ્ર ઘણો મોટો છે. ત્યારે કૂવાના દેડકાએ પોતાના પગથી એક લીટી ખેંચી અને કહ્યું- દેવાનુપ્રિય! શું આટલો મોટો છે ! સમુદ્રના દેડકાએ કહ્યું- એ અર્થ સમર્થ નથી. ત્યારે કૂવાના દેડકો પૂર્વ દિશાના કિનારાથી ઉછળીને દૂર ગયો અને પછી બોલ્યો - ‘દેવાનુપ્રિય ! તે સમુદ્ર શું આટલો મોટો છે? સમુદ્રના દેડકાએ કહ્યું - “તે અર્થ સમર્થનથી. તે પ્રમાણે હે જિતશત્ર ! બીજા ઘણાં રાજાઓ તેમજ ઈશ્વરો યાવતુ સાર્થવાહ આદિની પત્નીઓ, બહેનો, પુત્રીઓ અથવા પુત્રવધૂઓને તમે જોયેલ નથી. એ કારણે સમજો છો કે જેવું મારું અંતપુર છે તેવું બીજા કોઈનું નથી. હે જિતશત્રુ ! મિથિલા નગરીમાં કુંભ રાજાની પુત્રી અને પ્રભાવતીની આત્મજા મલ્લી નામની કુમારી રૂપ અને યૌવનમાં જેવી છે તેવી બીજા કોઈ દેવકન્યા વગેરે પણ નથી. વિદેહરાજની શ્રેષ્ઠ કન્યાના કાપેલા પગના અંગુષ્ઠના લાખમાં અંશ બરાબર પણ તમારે આ અંતપુર નથી. આ પ્રમાણેકહીને તે પરિવ્રાજિકા જે દિશાથી પ્રગટ થઇ હતી તે દિશામાં પાછી ચાલી ગઈ. જિતશત્રુ રાજાએ દૂતને બોલાવીને પહેલાની સમાન જ બધું કહ્યું. [8] આ પ્રમાણે તે જિતશત્રુ આદિ છ એ રાજાઓના દૂતો જ્યાં મિથિલા નગરી હતી ત્યાં જવાને માટે રવાના થઈ ગયા. મિથિલા રાજધાનીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને કુંભ રાજાની પાસે આવ્યા. આવીને દરેકે બંને હાથ જોડ્યા અને પોતપોતાના રાજાઓના વચન નિવેદન કર્યા. કુંભ રાજા તે દૂતો પાસેથી આ વાત સાંભળીને એકદમ ક્રોધિત થયો યાવતુ લલાટ પર ત્રણ કરચલી પાડીને તેમને કહ્યું- હું તમને વિદેહરાજની ઉતમ કન્યા મલ્લીને નહી આપું.' એમ કહીને છએ દૂતોને સત્કાર-સન્માન કર્યા વિના પાછળના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org