________________ નાયાધમ કહાઓ-૧-૧૮૯૧ મલ્લીનું આબેહૂબ રૂપ તો કોઈ દેવતા અથવા દાનવ પણ ચિત્રિત કરી ન શકે. અદિનશત્રુ રાજાએ દૂતને બોલાવ્યો. ઈત્યાદિ બધો વૃત્તાન્ત પૂર્વવતુ કહેવો. ] તે કાળ અને સમયમાં પંચાલ નામક જનપદમાં કામ્પિત્યપુર નામનું નગર હતું. ત્યાં જિતશત્રુ નામનો રાજા હતો. તે પંચાલ દેશનો આધિપતિ હતો. તે જિતશત્રુ રાજાના અંતઃપુરમાં એક હજાર રાણીઓ હતી. મિથિલા નગરીમાં ચોકખા નામની પસ્વિાજિકા રહેતી હતી. તે ચોખા પરિવ્રાજિકા મિથિલા નગરીમાં ઘણાં રાજા, ઈશ્વર યા યુવરાજ યાવતું સાર્થવાહ આદિની સામે દાનધર્મ શૌચધર્મ અને તીર્થસ્નાનનું કથન કરતી, પ્રજ્ઞાપના કરતી, પ્રરૂપણ કરતી અને ઉપદેશ કરતી થકી રહેતી હતી. એકવાર કોઈ સમયે તે ચોકખા પરિવાજિકા ત્રિદેડ કંડિકા યાવતું ગેરથી રંગેલા વસ્ત્રલઈને પબ્રિાજિકાઓના મઠથી નીકળી. નીકળીને થોડી-પરિવ્રાજા કિઓથી ઘેરાયેલી મિથિ લા નગરીની રાજધાનીની મધ્યમાં થઈને જ્યાં કુંભ રાજાનો ભવન હતો,જ્યાં કન્યાઓનો અંતપુર હતો, જ્યાં વિદહની ઉત્તમ કન્યા મલ્લી હતી ત્યાં આવી. આવીને ભૂમિ પર પાણી છાંટ્યું તેનાપર ડાભ પાથર્યો. અને તેના પર આસન રાખીને બેઠી બેસીને વિદેહવા રરાજકન્યા મલ્લી સામે દાનધર્મ આદિનો ઉપદેશ દેવા લાગી. તે વિદેહવરરાજકન્યાએ ચોખા પરિવાધિકાને પૂછયું- હે ચોખ્ખા તમારા ધર્મનું મૂળ શું કહેલ છે?” ત્યારે ચોકખા. પરિવ્રાજિકાને ઉત્તર આપ્યો- દેવાનુપ્રિયે હું શૌચમુલક ધર્મનો ઉપદેશ આપું છું. અમારા મતમાં જે કોઈ પણ વસ્તુ અશુચિવાળી હોય તેને પાણીથી અને માટીથી શુદ્ધ કરાય છે, યાવતુ આ ધર્મનું પાલન કરવાથી અમે નિર્વિબે સ્વર્ગે જઈએ છીએ. ત્યાર પછી વિદેહરરાજકન્યા મલ્લીએ ચોખ્ખા પરિવ્રાજિકાને કહ્યું-ચોખા ! જેમ કોઈ અમુક નામધારી પુરુષ રુધિરથી લિપ્ત વસ્ત્રને રુધિરથી જ ઘોવે તો હે ચોખ્ખા! તે રુધિરથીજ ધોયેલ વસ્ત્રની કાંઈ શુદ્ધિ થાય છે? પરિવ્રાજિકાએ ઉત્તર આપ્યો “નહીં, તે અર્થ સમર્થ નથી. મલ્લીએ કહ્યું - “આ પ્રમાણે ચોકબા ! તમારા મતમાં પ્રાણાતિપાતથી યાવતુ મિથ્યાદર્શનશલ્યથી કોઈ શુદ્ધિ નથી થતી, ત્યાર પછી વિદેહવરરાજકન્યા મલ્લી ના આ પ્રમાણે કહેવાપર તે ચોખા પરિ વાજિકાને શંકા ઉત્પન્ન થઈ, કાંક્ષા થઈ અને વિચિકિત્સા થઈ અને તે ભેદને પ્રાપ્ત થઈ તે મલ્લીને કંઇ પણ ઉત્તર દેવામાં સમર્થ ન થઈ શકી તેથી મૌન રહી ગઈ. ત્યાર પછી મલ્લીની ઘણી દાસીઓ ચોકખા પરિવ્રાજિકાની હીલના કરવા લાગી, મનમાં નિંદા કરવા લાગી, વચનથી નિંદા કરવા લાગી. ગહ કરવા લાગી. કેટલીક દાસીઓ તેને ક્રોધિત કરવા લાગી-ચિડાવા લાગી, કોઈ કોઈ મુખ મચકાવવા લાગી, કોઈ કોઈ ઉપહાસ કરવા લાગી, કોઈ આંગળીઓથી તર્જના કરવા લાગી, કોઈ તાડના કરવા લાગી અને કોઇએ અર્ધચન્દ્ર દઇને તેને બહાર કાઢી દીધી. ત્યાર પછી વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીની દાસીઓ દ્વારા યાવતું અવહેલ ના કરાયેલી તે ચોકબા એકદમ ક્રોધિત થઈ ગઈ અને ક્રોધથી ભભૂકતી થકી વિદેહવર રાજકન્યા મલ્લીના પ્રતિષને પ્રાપ્ત થઈ. તેણે પોતાનું આસન ઉપાડયું અને કન્યાઓના અંતપુરમાંથી નીકળી ગઈ. ત્યાંથી નીકળીને મિથિલા નગરી માંથી પણ નીકળી અને પરિવ્રાજિકાઓની સાથે જ્યાં પંચાલ જનપદ હતું અને જ્યાં કાંપિલ્યપુર નગર હતું, ત્યાં આવી અને ઘણા રાજાઓ અને ઈશ્વરો આદિની સામે કાવતુ પોતાના ધર્મની પ્રરૂપણા કરવા લાગી. જિતશત્રુ રાજા એકવાર પોતાના અંતઃપુર અને પરિવારથી પરિવૃત થઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org