________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૫ દ૯ હજાર સાધુઓની સાથે જ્યાં પુંડરીક- શત્રુંજય પર્વત હતો ત્યાં આવ્યા. આવીને ધીમે ધીમે પુંડરીકગિરિ પર્વત પર આરુઢ થયા. આરુઢ થઈને તેઓએ મેઘઘડાની સમાન શ્યામ અને જ્યાં દેવોનું આગમન થતું હતું એવા પૃથ્વીશિલાપટ્ટ પર આરૂઢ થઈને યાવતું. પાદોપગમન અનશન અંગીકાર કર્યો. ત્યાર પછી તે થાવાપુત્ર ઘણાં વર્ષો સુધી સંયમ પયયને પાળીને,એક માસની સંલેખનાકરીને,સોડભક્તનો અનશન કરીને વાવતું. કેવળ જ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરીને સિદ્ધ થયા, યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. [68] ત્યાર પછી શુક અણગાર કોઈ સમયે જ્યાં શૈલકપુર નગર હતું. જ્યા સુભૂમિ ભાગઉદ્યાન હતું, ત્યાં પધાર્યા. તેમને વંદના કરવાને માટે પરિષદ નીકળી. શૈલક રાજ પણ નીકળ્યો. ધર્મ સાંભળીને તેને પ્રતિબોધ પ્રાપ્ત થયો. વિશેષ આ કે રાજાએ નિવેદન કર્યું હે દેવાનુપ્રિય! હું પંથક આદિ પાંચસો મંત્રીઓને પૂછી લઉ તેમની અનુમતિ લઇ લઉ અને મંડુક કુમારને રાજ્ય પર સ્થાપિત કરી દઉં. ત્યાર પછી આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈનેગૃહવાસથી નીકળીને અણગાર દીક્ષા અંગીકાર કરીશ.' તે સાંભળીને શુક અણગારે કહ્યું-જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી શૈલક રાજાએ શૈલકપુર નગરમાં પ્રવેશ કર્યો. આવીને સિંહાસન ઉપર બેઠા. ત્યાર પછી શૈલક રાજાએ પંથક આદિ પાંચસો મંત્રીઓને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! મેં શુક અણગાર પાસેથી ધર્મ સાંભળેલો છે અને તે ધર્મની મેં ઇચ્છા કરી છે. તે ધર્મ મને રચ્યો છે. તેથી હે દેવાનુપ્રિયો હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને યાવતુ દીક્ષા ગ્રહણ કરી રહ્યો છું. દેવાનુપ્રિયો! તમે શું કરશો? ક્યાં રહેશો ! અને તમારું હિત અને ઇચ્છિત શું છે ?" ત્યાર પછી પંથક આદિ મંત્રી શેલક રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યા- હે દેવાનુપ્રિય! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ યાવતુ પ્રદ્ધતિ થવા ઈચ્છો છો, તો હે દેવાનુપ્રિય! અમારો બીજે આધાર કોણ છે ? અમારું આલંબન કોણ છે ? અમે પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને દીક્ષા અંગીકાર કરશું. હે દેવાનુપ્રિય ! જેમ અમે અહીં ગૃહસ્થા વાસમાં ઘણાં કાયમ તથા કારણોમાં યાવતું આપના માર્ગદર્શક છીએ, તે જ પ્રમાણે દીક્ષિત થઈને પણ આપના ઘણાં કાર્ય-કારણોમાં વાવતું ચક્ષુભૂત થશું.” ત્યાર પછી શીલક રાજાએ પંથક આદિ પાંચસો મંત્રીઓને આ પ્રમાણે કહ્યું છે દેવાનુપ્રિયો ! તમે જો સંસારના ભયથી ઉદ્વિગ્ન થયા હો, યાવત્ દક્ષા ગ્રહણ કરવા ઈચ્છો છો તો, દેવાનુપ્રિયો ! જાઓ. પોત પોતાના કુટુંબીજનોમાં પોત-પોતાના જ્યેષ્ઠ પુત્રોને કુટુમ્બમાં સ્થાપિત કરીને હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકા, પર આરૂઢ થઈને મારી પાસે પ્રગટ થાઓ. ત્યાર પછી રાજાએ પાંચસો મંત્રીઓને પોતાની પાસે આવેલા જોયા. જોઈને હષ્ટ-તુષ્ટ થઈને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી મંડુકકુમારના મહાન અર્થવાળા રાજ્યાભિષે કની તૈયારી કરો શૈલક રાજાએ રાજ્યાભિષેક કર્યો. મંડુક રાજા થઇ ગયા યાવતું સુખ પૂર્વક વિચરવા લાગ્યો. ત્યાર પછી શેલક રાજાએ મંડુક રાજા પાસેથી દીક્ષા લેવાની (આજ્ઞા માંગી. ત્યારે મંડુક રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું “શીઘજ શેલકપુર નગરને સ્વચ્છ અને સિંચિત કરીને સુગંધી કરો અને કરાવો. ત્યાર પછી મંડુક રાજાએ બીજી વાર કૌક્કિ પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું-“શીઘ્રતાથી શૈલક મહારાજાના મહાન અર્થવાળી પાવત દીક્ષાભિષેકની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org