________________ કુતસ્કંધ-૧, અધ્યયન-૫ 67 માટે શ્રેયસ્કર છે.' એક હજાર પરિવ્રાજકોની સાથે જ્યાં સૌગંધિકા નગરી હતી, જ્યાં પરિવ્રાજકોનો મઠ હતો, ત્યાં આવ્યો. આવીને તેણે પરિવ્રાજકોના મઠમાં ઉપકરણ રાખ્યા. રાખીને ગેરુના રંગેલા વસ્ત્રો ધારણ કરેલ તે થોડા પરિવ્રાવકોથી ઘેરાયેલો પરિવ્રાજક મઠમાંથી નીકળ્યો. જ્યાં સુદર્શન હતો ત્યાં આવ્યો. ત્યારે તે સુદર્શને તે શુકને આવતો જોયો જોઈને તે ઉભો ન થયો, સામે ન ગયો, તેનો આદર ન કર્યો. તેને જાણ્યો નહિ, વિંદન ન કર્યો, પરંતુ મૌન રહ્યો. ત્યારે તે પરિવ્રાજકે સુદર્શનને ઉભો ન થતા જોઈને આ પ્રમાણે કહ્યું- હે સુદર્શન! પહેલાં તું મને આવતો જોઈને ઉભો થતો, યાવતુ વંદના કરતો હતો. પરંતુ હે સુદર્શન ! અત્યારે તું મને આવતો જોઈને નથી ઉભો થતો કે નથી વંદન કરતો, તો કોની પાસે તે વિનયમૂલક ધર્મ અંગીકાર કરેલ છે? ત્યાર પછી શુક પરિવ્રાજકના આ પ્રમાણે કહેવા પર સુદર્શન આસન ઉપરથી ઉભો થયો.બંને હાથ જોડ્યા અને શુક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિય ! અરિ હંતઅરિષ્ટનેમિના અંતેવાસી થાવસ્થાપત્રઅણગાર અહીં નીલાશોક ઉદ્યાનમાં વિચારી રહ્યા છે. તેમની પાસેથી મેં વિનયમૂલક ધર્મ અંગીકાર કરેલ છે. ત્યાર પછી શુક પરિવ્રાજકે સુદર્શનને આ પ્રમાણે કહ્યું- હે સુદર્શન ! અમે તમારા ધર્માચાર્ય થવાચ્યા પુત્રની પાસે ચાલીએ. અને આ પ્રમાણેના આ અથોને, હેતુઓને, પ્રશ્નોને, કારણોને અને વ્યાકરણોને પૂછશે. જો તે મારા અર્થ આદિનો ઉત્તર આપશે તો હું તેમને વંદના કરીશ, નમસ્કાર કરીશ. અને જે તે મારા આ અથોનો યાવતું વ્યાકરણોનો ઉત્તર નહીં આપે તો હું તેમને આ અર્થો તથા હેતુઓ આદિથી નિરુત્તર કરીશ. ત્યાર પછી તે શુક પરિવ્રાજક એક હજાર પરિવ્રાજકો અને સુદર્શન શેઠની સાથેજ્યાં થાવસ્થાપુત્ર અણગાર હતા ત્યાં આવ્યા. આવીને થાવસ્યા પુત્રને કહેવા લાગ્યા-ભગવન્! તમારી યાત્રા સુખપૂર્વક છે ? થાપની છે? તમને અવ્યાબાધ છે? અને તમારો પ્રાસુક વિહાર થઈ રહ્યો છે ? ત્યારે થાયચ્ચા પુત્રે કહ્યું- હે શુક ! મારી યાત્રા સુખપૂર્વક છે. યાપનીય પણ વતી રહેલ છે. અવ્યાબાધ પણ છે અને પ્રાસુક વિહાર પણ થઈ રહ્યો છે.” ત્યારે પછી શુક પરિવ્રાજકે થાવા પુત્રને આ પ્રમાણે કહ્યું “ભગવન્! આપની યાત્રા શું છે?” હે શુક જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સંયમ આદિ યોગોથી પકાયના જીવોની યતના કરવી તે અમારી યાત્રા છે.” “ભગવન યાપનીય શું છે?” “શૂક! યાપનીય બે પ્રકારે છે. ઈન્દ્રિય યાપનીય અને નો ઈદ્રિય યાપનીય.” “આપણી શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈ ન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય કોઈ પણ ઉપદ્રવ વિના વશીભૂત રહે છે તે અમારું ઇન્દ્રિય યાપનીય છે.' ક્રોધ, માન, માયા લોભ રૂપ કષાય ઉપશાંત થયેલ હોય, ઉદયમાં ન આવતા હોય, તે અમારું નો ઈન્દ્રિય યાપનીય કહેવાય છે. શુકે કહ્યું 'ભગવન ! અવ્યાબાધ શું છે?” “હે શુકડવાત, પિત્ત, કફ, અને સનિ પાતઆદિ સંબંધી વિવિધ પ્રકા રનારોગ અને આતંક ઉદયમાં ન આવે તે અમારો આવ્યા બાધ છે.” “ભગવાન ! પ્રાસૂક વિહાર શું છે?” “હે શુક! અમે જે આરામમાં, ઉદ્યાનમાં દેવ કુલમાં, સભામાં, સ્ત્રી, પુરુષ, નપુંસક રહિત ઉપાશ્રયમાં, પાહિારી પીઢ, ફલક, શય્યા, સસ્તારક, આદિ ગ્રહણ કરીને વિચરીએ છીએ. તે અમારો પ્રાસુક વિહાર છે. શુક પરિવ્રાજકે પ્રશ્ન કર્યો - “ભગવન્! આપને માટે “સરિ સવ’ ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે?” “હે શુક! સરિસવ અમારા માટે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે,” શુકે પુનઃ પ્રશ્ન કર્યો-ભગવન્! ક્યા અભિપ્રાયથી એમ કહો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org