________________ નાયા...કહાઓ- 1-567 પવિત્ર કરીને વિઘ્ન વિના સ્વર્ગને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી સુદર્શન શુક પરિવ્રાજકની પાસે ધર્મને શ્રવણ કરીને હર્ષિત થયો. તેને શુક પાસેથી શૌચમૂલક ધર્મ ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને પરિવ્રાજકોને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ અને વસ્ત્રથી પડિલાભિત કરતો વચરવા લાગ્યો. ત્યાર પછી તે શુક પરિવ્રાજક સૌગંધિકા નગરીની બહાર નીકળ્યો, નીકળીને જનપદમાં વિહાર કરવા લાગ્યો. તે કાળ અને તે સમયમાં થાવાપુત્રઅણગાર એક હજાર અણ ગારોની સાથે અનુક્રમથી વિહાર કરતા, એક ગામથી બીજ ગામમાં જાતા અને સુખ પૂર્વક વિચરતા જ્યાં સૌગન્ધિકાનગરી હતી અને જ્યાં નીલાશોક ઉદ્યાન હતું, ત્યાં પધાર્યા. થાવસ્ત્રાપુત્ર અણગારનું આગમન જાણીને પરિષદ્ નીકળી. સુદર્શન પણ નીકળ્યો તેણે થાવા પુત્ર અણગારને પ્રદક્ષિણા કરીને વંદન કર્યા, નમસ્કાર ક્ય. કહ્યું‘આપના ધર્મનું મૂળ શું છે?” ત્યારે સુદર્શનના આ પ્રમાણે કહેવા પર થાવસ્ત્રાપુત્ર અણ ગારે સુદર્શનને આ પ્રમાણે કહ્યું- હે સુદર્શન ! ધર્મ વિનયમૂલક કહેલ છે. તે વિનય [ચારિત્ર] પણ બે પ્રકારનો છે. અગારવિનય, અણગારવિનય તેમાં જે અગારવિનય છે તે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત અને અગીયાર ઉપાસક પ્રતિમા રૂપ છે. જે અણગાર વિનય છે તે પાંચ મહાવ્રત રૂપ છે, જેમકે સમસ્ત પ્રાણાતિપાતથીવિરમણ, યાવતુ વિર મણ અને સમસ્ત પરિગ્રહથી વિરમણ યાવત સમસ્ત મિથ્યા દર્શન શલ્યથી વિરમણ. દશપ્રકારની પ્રત્યાખ્યાન અને બાર પ્રકારની ભિક્ષુની પ્રતિમાઓ. આ પ્રમાણે બંને પ્રકારના વિનયમૂલક ધર્મથી આઠ કર્મની પ્રકૃતિનો ક્ષય કરીને જીવ લોકના અગ્રભાગ માં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી થાવસ્ત્રાપુત્ર સુદર્શનને કહ્યું હે સુદર્શન ! તમારા ધર્મનું મૂળ શું છે? હે દેવાનુપ્રિય ! અમારો ધર્મ શૌચમૂલક છે. આ ધર્મથી ભાવતુ જીવ સ્વર્ગમાં જાય છે. ત્યાર પછી થાવસ્થા પુત્ર અણગારે સુદર્શનને આ પ્રમાણે કહ્યું છે સુદર્શન! જેમ કોઈ પણ નામવાળો કોઈ પુરુષ એક મોટા રુધિરથી લિપ્ત વસ્ત્રને રુધિરથી જ ધોવે તો વસ્ત્રની કઈ શુદ્ધિ થશે? તેમ થઈ શકતું નથી. એવી જ રીતે હે સુદર્શન! તમારા મતાનુસાર પણ પ્રાણાતિપાતથી યાવતુ મિથ્યાદર્શન શલ્યથી શુદ્ધિ થઈ શકતી નથી, તે સુદર્શન! જેમ કોઈ પણ નામવાળો કોઈ પુરુષ એક મોટા ધિરથી લિપ્ત વસ્ત્રને સાજીના ખારના પાણીમાં પલાળે, પછી પાકસ્થાન પર ચઢાવે ચઢાવીને ઉષ્ણતાને ગ્રહણ કરાવે અને પછી સ્વચ્છ પાણીથી ધોવે, તો નિશ્ચયથી હે સુદર્શન! તે રુધિરથી લિપ્ત વસ્ત્ર, સાજી ખારના પાણીમાં પલળીને, ચૂલે ચઢીને, અને શુદ્ધ જલથી પ્રક્ષાલિત થઈને શુદ્ધ થાય છે? સુદર્શન કહે છે “હા, શુદ્ધ થાય છે. આ પ્રમાણે હે સુદર્શન ! અમારા ધર્મ પ્રમાણે પ્રાણા. તિપાત વિરમણથી યાવત્ મિથ્યાદર્શન શલ્યના વિરમણથી શુદ્ધિ થાય છે. આ કથન સાંભળી સુદર્શન પ્રતિબોધ પામ્યો. તેણે થાવસ્ત્રાપુત્રને વંદન કર્યા, નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- 'ભગવન્! હું ધર્મને સાંભળીને જાણવા-અંગીકાર કરવા ઇચ્છું છું.” યાવતુ તે શ્રમણોપાસક થઈ ગયો, જીવાજીવના જ્ઞાતા થઈ ગયો, પાવતુ નિગ્રન્થ શ્રમણોને આહારાદિનું દાન કરતો વિચારવા લાગ્યો. ત્યાર પછી શુક પરિવ્રાજકને આ સમાચાર જાણીને, આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયોસુદર્શને શૌચમૂલક ધર્મનો પરિત્યાગ કરીને વિનયમૂલ ધર્મ અંગીકાર કરેલ છે તેથી સુદર્શનની દૃષ્ટિ-શ્રદ્ધાનું વમન કરાવીને પુનઃ શૌચમૂલક ધર્મનો ઉપદેશ આપવો મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org