________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૫ 63 સમૂહને ધારણ કરીને નવીન વસ્ત્ર ધારણ કર્યા. શરીરપર ચંદનનો લેપ કયો, કોઈ અશ્વ પર આરુઢ થયા. આ પ્રમાણે કોઈ હાથીપર, કોઇ રથપર, કોઇ પાલખીમાં, કોઈ મ્યાનમાં બેઠાં. કોઈ-કોઈ દિલજ પુરુષોના સમૂહની સાથે ચાલ્યા અને કૃષ્ણ વાસુદેવની પાસે આવ્યા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે સમુદ્રવિજય વગેરે દશ દશારોને યાવતુ પોતાની નિકટ આવેલા જોયા.જોઇને તે હષ્ટ-તુષ્ટ થયા.યાવતુ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલા વીને આ પ્રમાણે કહ્યું - ‘દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી ચતુરગિણી સેના સજાવો અને વિજય નામના ગંધહસ્તીને ઉપસ્થિત કરો યાવતુ કૃષ્ણ વાસુદેવ બધાની સાથે ભગવાન અરિષ્ટ નેમિને વંદન કરવા ગયા. વંદન નમસ્કાર કરીને ભગવાનની ઉપાસના કરવા લાગ્યા. [65] મેઘકુમારની જેમ થાવચ્ચા પુત્ર પણ વંદન કરવા જાય છે. તેની જેમ જ ધર્મને, શ્રવણ કરીને અને તેને દયમાં ધારણ કરીને. જ્યાં થાવ ગાથાપત્ની હતી, ત્યાં આવ્યો. આવીને માતાના ચરણોને ગ્રહણ કર્યા જેમ મેઘકુમારે પોતાનું વૈરાગ્ય નિવે દન કર્યું તેજ પ્રમાણે થાવા પુત્રનું પણ વૈરાગ્ય નિવેદન સમજી લેવું માતાએ થાવા પુત્રનું નિષ્ક્રમણ સ્વીકાર કર્યું. વિશેષમાં કહ્યું કે હું તમારો દીક્ષા મહોત્સવ જેવા ઈચ્છે છું. ત્યારે થાવસ્ત્રાપુત્ર મૌન રહ્યો ત્યારે તે થાવા સાર્થવાહી આસન ઉપરથી ઊઠી. ઉઠીને મહાન અર્થવાળી, મહામૂલ્યવાળી, મહાન પુરુષોને યોગ્ય તથા રાજાને યોગ્ય ભેટ ગ્રહણ કરીને મિત્ર, જ્ઞાતિ આદિથી પરિવૃત થઈને જ્યાં કૃષ્ણ વાસુદેવના શ્રેષ્ઠ ભવનનો મુખ્ય દ્વારનો દેશભાગ હતો, ત્યાં આવી. પ્રતીહાર દ્વારા બતાવેલા માર્ગથી જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવી. બંને હાથ જોડીને કૃષ્ણ વાસુદેવને વધાવ્યા. વધાવીને તે મહા અર્થવાળી, મહામૂલ્યવાળી, મહાન પુરુષોને યોગ્ય અને રાજાને યોગ્ય ભેટ સામે રાખી સામે રાખીને આ પ્રમાણે કહ્યું ‘દેવાનુપ્રિય! મારે થાવસ્યા પુત્ર નામનો એકજ પુત્ર છે. તે મને ઈષ્ટ છે, પ્રિય છે, ભાવતુ તે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને અરિહંત અરિષ્ટનેમિ પાસે પ્રવજ્યા અંગીકાર કરવા ઈચ્છે છે. હું તેનું નિષ્ક્રમણ કરવા ઈચ્છું છું. તેથી હે દેવાનુપ્રિય! પ્રવ્રજ્યા અંગીકાર કરનાર થાવસ્ત્રાપુત્ર માટે છત્ર, મુકુટ અને ચામર પ્રદાન કરો. એવી મારી અભિલાષા છે. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ થાવા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું- ‘દેવાનુપ્રિયે ! તમે નિશ્ચિત રહો અને વિશ્વસ્ત રહો. હું પોતેજ થાવસ્યા પુત્ર બાળકનો દીક્ષા સત્કાર કરીશ.” ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ ચતુરંગિણી સેનાની સાથે વિજય નામના ઉત્તમ હાથી ઉપર આરુઢ થઈને જ્યાં થાવસ્થા સાર્થવાહીનું ભવન હતું ત્યાં આવ્યા. આવીને થાવસ્ત્રાપુત્રને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિય! તમે મુંડિત થઈને પ્રવ્રજ્યા ગ્રહણ ન કરો. મારી ભુજાઓની છાયાની નીચે રહીને મનુષ્ય સંબંધી વિપુલ કામભોગોને ભોગવો. હું કેવળ તમારી ઉપર થઇને જનાર વાયુકાયને રોકવામાં સમર્થ નથી. તે સિવાય જે કંઈ સામાન્ય પીડા કે વિશેષ પીડા ઉત્પન્ન થશે તે દરેકને નિવારણ કરીશ.' થાવસ્યા પુત્રે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે મારા જીવનનો અંત કરનાર આવતા મરણને રોકી આપો અને શરીર પર આક્રમણ કરનાર અને શરીરના રૂપનો વિનાશ કરનાર જરાને રોકી દો, તો હું તમારી ભુજાઓની છાયાની નીચે રહીને મનુષ્ય સંબંધી વિપુલ કામ ભોગ ભોગવતા વિચરું ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે થાયચ્ચા પુત્રને કહ્યું - હે દેવાનુપ્રિય ! મરણ અને જરાનું ઉલ્લંઘન કરી શકાતું Jain Education International For Private & Personal Use Only* www.jainelibrary.org