________________ નાયાધમ્મ કહાઓ - 14-355 સાર્થવાહના પુત્રો નિવાસ કરતાં હતાં તે જિનદત અને સાગરદત્તના પુત્ર હતા. તે બંને સાથે જન્મેલા સાથે મોટા થયેલા, સાથે જ લગ્ન કરેલા અથવા એક સાથે રહેતા એક બીજાના દ્વારને જોનારા હતા બંનેમાં પરસ્પર અનુરાગ હતો. એક બીજાનું અનુસરણ કરતા હતા.એક બીજાની ઇચ્છાનુકુળચાલતા હતા. બંને એકબીજાનાર્દયને ઈચ્છિત કાર્ય કરતાહતા.અને એક બીજાના ઘરોમાં નિત્યકૃત્ય અને નૈમિત્તિક કાર્ય કરતા રહેતા હતા. પકડે ત્યાર પછી તે સાર્થવાહ પુત્રો કોઇ સમયે એકઠા થયા. એકના ઘરે આવ્યા અને એક સાથે બેઠા હતા તે સમયે તેઓને આપસમાં આ પ્રમાણે વાર્તાલાપ થયો-હે દેવાનુપ્રિય, જે કઈ આપણને સુખદુઃખ, પ્રવ્રજ્યા અથવા વિદેશગમન પ્રાપ્ત થાય તે બધા માં આપણે એક બીજાની સાથે જ નિર્વાહ કરવો જોઈએ. આ પ્રમાણે કહીને બંનેએ આપ સમાં આ પ્રમાણેની પ્રતિજ્ઞા અંગીકાર કરી. પોતાના કાર્યમાં લાગી ગયા. [57] તે ચંપા નગરીમાં દેવદત્તા નામની ગણિકા રહેતી હતી. તે સમૃદ્ધ હતી યાવતું બહુ ભોજન પાનવાળી હતી, ચોસઠ કળાઓમાં પંડિતા હતી. ગણિકાના ગુણોથી યુક્ત હતી. ઓગણત્રીસ પ્રકારની વિશેષ કીડાથી ક્રીડા કરનારી હતી. કામ કડાના એકવીસ ગુણોથી યુક્ત હતી. પુરુષના બત્રીસ પ્રકારના ઉપચાર કરવામાં કુશળ હતી. સુતેલા નવ અંગોને જાગૃત કરનારી અઢાર પ્રકારની દેશી ભાષા માં નિપુણ હતી. તે એવો સુંદર વેષ ધારણ કરતી હતી જાણે મુર્તિમંત શૃંગાર રસ હોય. સુંદર ગતિઉપહાસ, વચન, ચેષ્ટા, વિલાસ તેમજ સુંદર વાત લાપ કરવામાં કુશળ હતી. યોગ્ય વ્યવહાર કરવામાં ચતુર હતી. તેના ઘર પર ધ્વજા ફરકતી હતી. એક હજાર આપનારને તે પ્રાપ્ત થતીરાજા દ્વારા તેને છત્ર, ચામર અને બાલવ્યજન આપવામાં આવેલ હતાં. તે કર્ણીરથ નામના વાહન પર આરુઢ થઇને આવતી જતી હતી યાવતુ હજાર ગણિકાઓ પર આધિ પત્ય કરતી રહેતી હતી. - ત્યાર પછી તે સાર્થવાહપુત્રો કોઇ સમયે મધ્યાહ્ન કાળમાં ભોજન કર્યા પછી આચમન કરીને હાથ પગ ધોઈને સ્વચ્છ અને પરમ પવિત્ર થઈને સુખદ આસન ઉપર બેઠા. તે સમયે તે બંનેને પરસ્પર આ પ્રમાણે વાત થઈ'હે દેવાનુપ્રિય ! આપણા માટે તે સારું થશે કે કાલે વાવતું સૂર્યના દેદીપ્યમાન થવાપર વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તથા ધૂપ, પુષ્પ, ગંધ અને વસ્ત્ર સાથે લઈને દેવદત્તા ગણિકાની સાથે સૂભૂમિ ભાગ નામના ઉદ્યાનમાં ઉદ્યાનની શોભાનો અનુભવ કરતા વિચારીએ, આ પ્રમાણે એક બીજાની વાતનો સ્વીકાર કરીને બીજા દિવસે સૂર્યોદય થવાપર કૌટુમ્બિક પુરુષોને બોલા વીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરો.સુભૂમિભાગ નામનું ઉદ્યાન છે અને જ્યાં નંદા પુષ્કરણિ છે ત્યાં જાઓ જઈને નંદા પુષ્કરણીની બાજુમાં ધૂણા મંડપ તૈયાર કરી. પાણી છાંટીને વાળીને લીપીને વાવસુગંધી યુક્ત બનાવો. તે સાંભળીને કોમ્બિક પુરુષ આદેશાનુસાર કાર્ય કરીને યાવતુ તેમની રાહ જોતા લાગ્યા. ત્યાર પછી સાર્થવાહ પુત્રોએ બીજીવાર કૌટુ મ્બિક પુરુષોનેબોલાવીને કહ્યું- શીઘ્રતાથી સમાનખુર, સમાન પૂંછવાળા એક સરખાં ચિત્રિત, તીક્ષ્ણ શીંગડાંવાળા, ચાંદીની ઘંટડીવાળા, સુવર્ણ જડિત, સૂતરની દોરીની નાથથી બાંધેલા તથા નીલકમલની કલગીથી યુક્ત શ્રેષ્ઠ યુવાન બળદો જેમાં જોડેલા હોય, વિવિધ પ્રકારના મણિઓની રત્નો ની અને સુવર્ણની ઘંટીઓ ના સમૂહથી યુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org