________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨ આખું પ્રાપ્ત ધનનો વિભાગ કર્યો અને અક્ષય નિધિની વૃદ્ધિ કરી. 4i8) ત્યાર પછી પંથક નામક દસચેટક દેવદત્ત બાળકનો બાળગ્રાહી નિયુક્ત. થયો. તે દેવદત્ત બાળકને કમરમાં લઈ લેતો. અને લઇને ઘણાં બાળકો, બાલીકાઓ. કુમારો અને કુમારીઓની સાથે ઘેરાયેલો થઈને બાળકને રમાડતો. ત્યાર પછી ભદ્ર. સાર્થવાહીએ કોઈ સમય સ્નાન કરેલ, બલિકર્મ, કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત કરેલ તથા સમસ્ત અલંકારોથી વિભૂષિત કરેલ દેવદત્ત બાળકને દાસચેટક પંથકના હાથમાં સોંપ્યો. ત્યાર પછી પંથક દાસચેટકે બાળકને લઈને પોતાની કમરમાં ગ્રહણ કર્યો તે પોતા ના ઘરથી બહાર નીકળ્યો. બહાર નીકળીને ઘણાં બાળકો, બાળીકાઓ યાવતુ કુમારીકાઓથી ઘેરાયેલો છે જ્યાં રાજમાર્ગ હતો ત્યાં આવ્યો. આવીને દેવદત્ત બાળકને એકાંત માં એક તરફ બેસાડી દીધો. બેસાડીને ઘણી સંખ્યામાં બાળકો યાવત્ કુમારીકા ઓની સાથે અસાવધાન થઈને રમવા લાગ્યો. આ સમયે વિજય ચોર રાજગૃહ નગરના ઘણાં દ્વારો તેમજ અપદ્વારો આદિને યાવત્ દેખતો, તેમની માર્ગણા કરતો, ગવેષણા કરતો જ્યાં દેવદત્ત હતો, ત્યાં આવ્યો. આવીને દેવદત્ત બાળકને બધા આભૂષણોથી વિભૂષિત જોયો. જોઈને દેવદત્ત બાળકના આભરણો અને અલંકારોમાં મૂર્શિત, ગૃદ્ધ અને અદ્ભુપપન્ન થઈ ગયો. તેણે દાસચેટક પંથકને બેખબર જોયો અને ચારે તરફ દિશાઓનું આલોકન કર્યું. પછી બાળક દેવદત્તને ઉઠાવ્યો. અને ઉઠાવીને કાંખમાં લઈ લીધો ઓઢવાના કપડાથી તેને ઢાંકી લીધો. પછી શીધ્ર, ત્વરિત, ચપળતા અને ઉતાવળની સાથે રાજગૃહ નગરના અપઢારોથી બહાર નીકળી ગયો. નીકળીને જ્યાં જીર્ણ ઉદ્યાન હતું અને જ્યાં તૂટ્યા-ફૂટ્યો કુવો હતો, ત્યાં પહોંચ્યો. ત્યાં પહોંચીને. દેવદત્ત બાળકને જીવનથી રહિત કરી દીધો. તેને નિર્જીવ કરીને તેના બધા આભરણો અને અલંકારો ઉતારી લીધા. પછી બાળક દેવદત્તના પ્રાણહીન ચેષ્ટહીન અને નિર્જીવ શરીરને તે ભગ્ન કુવામાં ફેંકી દીધું. ત્યાર પછી તે ચોર માલુ કાકચ્છમાં ચાલ્યો ગયો અને નિશ્ચલ એટલે ગમનાગમન રહિત, નિષ્પન્દ હાથ પગને પણ ન હલાવતો, મૌન રહીને દિવસની સમાપ્તિ થવાની રાહ જોવા લાગ્યો. [49] ત્યાર પછી તે પંથક નામક દાસચેટક થોડા સમય પછી જ્યાં બાળક દેવદત્તને બેસાડેલ હતો, ત્યાં પહોંચ્યો. પહોંચવા પર તેણે દેવદત્ત બાળકને તે સ્થાન પર ન જોયો. તે રોતો, ચિલ્લાતો અને વિલાપ કરતો દરેક જગ્યાએ તેની શોધ કરવા લાગ્યો. પરંતુ ક્યાંય પણ બાળક દેવદત્તની ખબર ન મળી છીંક વગેરેના શબ્દ પણ ન સંભળાયા, ન પતો લાગ્યો. ત્યારે ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહેવા લાગ્યો - સ્વામિનું ! યાવતું દરેક જગ્યાએ તેની શોધ કરી પરંતુ ખબર ન પડી કે સ્વામિનું ! બાળક દેવદત્તને કોઈ મિત્રાદિ પોતાના ઘરે લઇ ગયો, ચોર અપહરણ કરી ગયો, અથવા કોઈએ લલચાવેલ છે! આ પ્રમાણે ધન્ય સાર્થવાહના પગમાં પડીને તેને આ વાત કહી. ત્યાર પછી ધન્ય સાથે વાહ પંથક દાસચેટકની વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને મહાન પુત્ર શોકથી , વ્યાકુળ થઈને, કુહાડાથી કાપેલ ચંપક વૃક્ષની જેમ ઘડામ કરતો પૃથ્વી ઉપર બધા અંગો થી પડી ગયો મૂછિત થઈ ગયો. ત્યાર પછી ધન્ય સાર્થવાહ થોડીવાર પછી હોંશમાં આવ્યો. માની કે તેના પ્રાણ પાછા આવ્યા. તેણે દેવદત્ત બાળકની ચારે તરફ તપાસ કરી. પરંતુ ક્યાંયથી દેવદત્ત બાળકને પતો ન લાગ્યો. ત્યારે તે પોતાના ઘરે આવ્યો. આવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org