________________ 48 નાયાધમ કહાઓ -1-2/44 [44] તે ધન્ય સાર્થવાહને પંથક નામનો દાસ ચેટક હતો. તે સર્વાગ સુંદર હતો. માંસથી પુષ્ટ અને બાળકોને રમાડવામાં કુશળ હતો. તે ધન્ય સાર્થવાહ રાજગૃહ નગર માં નગરના ઘણા વ્યાપારીઓ, શ્રેષ્ઠિઓ અને સાર્થવાહોના તથા અઢાર શ્રેણિયો અને પ્રશ્રેણિઓના ઘણા કાર્યોમાં કુટુંબોમાં અને મંત્રણાઓમાં યાવતું ચક્ષુની સમાન માર્ગદર્શક હતો અને પોતાના કુટુંબમાં પણ ઘણા કાયોમાં યાવતુ ચક્ષુની સમાન હતો. [45] તે રાજગૃહ નગરમાં વિજય નામનો એક ચોર હતો. તે પાપકર્મ કરનાર, ચંડાલ જેવા રૂપવાળો, અત્યંત ભયાનક અને દૂર કર્મ કરનાર હતો. કૃદ્ધ થયેલ પુરુષ સમાન દેદીપ્યમાન અને લાલ નેત્રવાળો હતો. તેમની દાઢી અત્યંત કઠોર, મોટી, વિકૃત, અને બીભત્સ હતી તેના હોઠ આપસમાં મળતા ન હતા. તેના માથાના વાળ હવામાં ઉડતા હતા. વિખરાયેલા અને લાંબા હતા ભ્રમર અથવા રાહુ સમાન કાળા હતા. તે દયા અને પશ્ચાત્તાપથી રહિત હતો. દારુણ હતો. તે કારણે ભય ઉત્પન્ન કરતો હતો. નર ઘાતક હતો. તેને પ્રાણીઓ ઉપર અનુકંપા ન હતી. તે સાપની જેમ એકાંત દ્રષ્ટિવાળો હોં, તે છૂરાની જેમ એક ધારવાળો હતો, તે ગીધની સમાન માંસનો લોલુપી અને અગ્નિ સમાન સર્વ ભક્ષી હતો,જળની સમાન સર્વગ્રાહી હતો. તે ઉત્કચનમાં વંચનમાં-માયામાં, નિકૃતિ માં ફૂડ, કપટ કરવામાં સાતિસંપ્રયોગ કરવામાં અતિ નિપુણ હતો. તે લાંબા કાળથી નગરમાં ઉપદ્રવ કરતો હતો. તેનું શીલ, આચાર, ચારિત્ર અત્યંત જૂષિત હતું. તે ધૃતમાં આસક્ત હતો, મદિરા પાનમાં અનુરક્ત હતો,મૃદ્ધ હતો, અને માંસમાંલોલુપહતો. લોકો. ના હૃદયને વિદારણ કરી દેનાર, સાહસિક, ગુપ્ત કાર્ય કરનાર, વિશ્વાસઘાતી અને આગ લગાડનાર, દેવદ્રોણી આદિને ભેદનાર અને હાથની ચતુરાઈથી યુક્ત હતો. પરદ્રવ્ય હરણ કરવામાં હંમેશા તૈયાર રહેતો હતો. તીવ્ર વેરવાળો હતો. તે વિજય ચોર રાજગૃહ નગરમાં પ્રવેશ કરવાના માગો, નીકળવાના માર્ગો. દ્વારો, પાછળની બારીઓ, છિંડીઓ, કિલ્લાની નાની બારીઓ, ગટર, રસ્તા મળવાની જગ્યાઓ, રતા અલગ-અલગ થવાના સ્થાનો. જુગારના અડ્ડાઓ, મદિરાપાન ના સ્થ નો વેશ્યાના ઘરો, ચોરોના ઘરો શ્રગટકો-ચોક, અનેક માર્ગ મળવાના સ્થાનો, નાગ દેવના ઘરો, ભૂતોના ઘરો, યજ્ઞગૃહો, સભાસ્થાનો, પરબો, દુકાનો અને શૂન્યગૃહોને જોતો ફરતો હતો તે સ્થાનોના ગુણાવગણની માગણી કરતો હતો, ગવેષણ કરતો હતો. ઘણા માણશોના છિદ્રોનો વિચાર કરતો હતો, રોગની તીવ્રતા, ઈષ્ટ જનોનો વિયોગ, વ્યસન રાજ્ય આદિ તરફથી આવેલ સંકટ, ઉત્સવ, પ્રસવમદનત્રયોદશી આદિ તિથી ઓ, ક્ષણ-યશ-કૌમુદી આદિ પર્વોમાં ઘણા લોકો મદ્યપાનથી મત્ત થઈ ગયા હોય, પ્રમત્ત થયો હોય, કોઈ કાર્યમાં વ્યસ્ત હોય, વિવિધ કાર્યોમાં આકુળ-વ્યાકુળ હોય, સુખમાં કે દુઃખમાં હોય, પરદેશ ગયા હોય કે પરદેશ જવા માટે તૈયારીમાં હોય, એવા અવસર પર તે લોકોના છિદ્રનો, એકાંત અવસરનો વિચાર કરતો હતો. તે વિજય ચોર રાજગૃહ નગરની બહાર પણ આરામોમાં, ઉદ્યાનોમાં, વાવડીમાં, પુષ્કરણીઓમાં દીધિકાઓમાં, ગુંજાલિકાઓમાં સરોવરોમાં, સરોવરની પંક્તિઓમાં, સમાં, જીર્ણ ઉદ્યા નોમાં, ભગ્ન કૂપોમાં, માલુકાકચ્છની ઝાડીમાં સ્મશાનોમાં, પર્વતની ગુફાઓમાં લયનોતથા ઉપસ્થાનોમાં લોકોના છિદ્રો આદિ તો વિચરતો હતો. [46] ધન્ય સાર્થવાહની પત્ની ભદ્રા એકવાર કદાચિત્ મધ્યરાત્રિના સમયે કુટુંબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org