________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ મહાનદીના પૂરની સામે તરવા સમાન કઠીન છે. તીણ તલવાર પર આક્રમણ કરવા સમાન છે. મહાશિલા જેવી ભારે વસ્તુને ગળામાં બાંધવા સમાન છે. તલવારની ધાર પર ચાલવા સમાન છે.” “હે પુત્ર ! નિર્ગથ શ્રમણોને આધાકર્મી ઔદેશિક ખરીદીને લા વેલું, સાધુને માટે રાખેલું, સાધુ માટે બનાવેલું દુર્મિક્ષ ભક્ત વદલિકા ભક્ત, ગ્લાન ભક્ત, આદિ દૂષિત આહાર ગ્રહણ કરવી કલ્પતો નથી. એજ રીતે મૂલનું, કંદ, ફળનું, બીજોનું, અને હરિતનું ભોજન પણ કલ્પતું નથી. તે સિવાય હે પુત્ર ! તું સુખ ભોગવવા યોગ્ય છે. દુઃખો સહવા યોગ્ય નથી. તું ઠંડી, તાપ, ભૂખ, તરસ, વાત, પિત, કફ, અને સનિપાતથી થનાર વિવિધ રોગો અને આતંકો અને આતંકો થનાર બાવીસ પરિપહો અને ઉપસર્ગોને સમ્યક પ્રકારે નહી સહન કરી શકે, તેથી હે બાલ ! તું મનુષ્ય સંબંધી ભોગોને ભોગવ પછી મુક્ત ભોગી થઈને શ્રમણ ભગવાન મહાવીરની પાસે પ્રવજ્યા અંગીકાર કરજે.' ત્યાર પછી માતાપિતાના આ પ્રમાણે કહેવા પર મેઘકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું હે માતાપિતા ! તમે મને જે કહો છો તે ઠીક છે, પરંતુ તે માતા પિતા ! આ પ્રમાણે આ નિગ્રંથ પ્રવચન કલબ, હીનસંહનનવાળા કાયર કુત્સિત, આ લોક સંબંધી વિષયસુખની અભિલાષા કરાવાવાળા, પરલોકના સુખની ઇચ્છા ન કરનાર, સામાન્ય જનને માટે જ દુષ્કર છે. ધીર અને દ્રઢ સંકલ્પ વાળા પુરુષને તેનું પાલન કરવું કઠીન નથી. તેથી હે માતા-પિતા ! આપની અનુમતિ મેળવીને હું શ્રમણ ભગવાન મહાવીરની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઈચ્છું . ત્યાર પછી માતા પિતા જ્યારે મેઘકુમારને સમજાવ. વામાં સમર્થ ન થયા, ત્યારે ઇચ્છા વિના પણ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! અમે એક દિવસ પણ તારી રાજ્યલક્ષ્મી જોવા ઈચ્છીએ છીએ. ત્યાર પછી મેઘકુમાર માતા પિતાની ઈચ્છાનું અનુસરણ કરતો મૌન રહ્યો. ત્યારપછી શ્રેણિક રાજાએ કોટુંબિકપુરષોનેબોલાવ્યા.બોલાવીને કહ્યું- હે દેવાનું પ્રિયો! મેઘકુમારના મહાન અર્થવાળા બહુમૂલ્ય અને મહાન પુરષોને યોગ્ય રાજ્ય ભિષેકની સામગ્રી તૈયાર કરો. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરુષોએ યાવતુ તે પ્રમાણે સામગ્રી તૈયાર કરી. ત્યારપછી શ્રેણિક રાજાએ ઘણાં ગણનાયકો એવું દંડ નાયકોથી પરીવૃત્ત થઈને મેઘકુમારને એકસો આઠ સુવર્ણ કળશો, એકસો આઠ ચાંદીના કળસો, એકસો આઠ સ્વર્ણ રજતના કળશો, એકસો આઠ સ્વર્ણ-મણિના કળશો, એક- સો આઠ સ્વર્ણ, રજત-મણિના કળશો અને એકસો આઠ માટીના કળશો-આ પ્રમાણે આઠસો ચોસઠ કળશોમાં બધા પ્રકારનું પાણી ભરીને તથા મૃત્તિકાથી, બધા પ્રકારના માળા ઓથી તથા બધા પ્રકારની ઔષધિઓથી, તેમજ સરસવથી તેમને પરીપૂર્ણ કરીને સર્વ સમૃદ્ધિ, ધૃતિ તથા સર્વ સૈન્યની સાથે દુભિ નિર્દોષની ધ્વનિના સાથે ઉચ્ચકોટિના રાજ્યભિષેકથી અભિસિક્ત કર્યા. અભિષેક કરીને શ્રેણિક રાજાએ બંને હાથ જોડીને પાવતું આ પ્રમાણે કહ્યું. હે નંદ! તમારી જય હો, જય હો. હે ભદ્ર! તમારી જય હો, જય હો. જગન્નન્દ ! તમારું ભદ્ર હો. તમે ન જીતેલાને જીતો, અને જીતેલાનું પાલન કરો. જિત આચારવાનના મધ્યમાં નિવાસ કરો. ન જીતેલા શત્રુપક્ષને જીતો. જીતેલા મિત્ર પક્ષનું પાલન કરો યાવતું મનુષ્યોમાં ભરત ચકીની જેમ રાજગૃહ નગરનું તથા બીજા ઘણાં ગામો, આકરો, નગરો યાવતું સન્નિવેશોનું આધિપત્ય કરતા થકા યાવતું વિચરણ કરો. આ પ્રમાણે કહીને શ્રેણિક મહારાજાએ જય જય શબ્દ ઉચ્ચાર્યો. ત્યાર પછી તે મેઘ રાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org