________________ 28 નાયાધમ્મ કહાઓ-૧-'૧૨૭ યોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું. વિદાય કર્યા. [27] ત્યાર પછી મેઘકુમાર બહોંતેર કળાઓમાં પંડિત થઈ ગયો. તેના નવા જાગૃત થઈ ગયા તે અમર પ્રકારની દેશી ભાષા ઓમાં કુશળ થઈ ગયો. ગીતિમાં પ્રીતિ વાળો થયો. ગંધર્વ એટલે ગીત અને નાટ્યને વિશે કુશળ થયો. અશ્વયુદ્ધ, હાથીયુદ્ધ, ભોગ ભોગવવામાં અત્યંત સમર્થ, સાહસિક હોવાથી વિકાલચારી-થયો. ત્યાર પછી મેઘકુમારના માતા પિતાએ આઠ ઉત્તમ પ્રાસાદો કરાવ્યા. તે પ્રાસાદ અત્યંત ઉંચા હતા તેમની ઉજ્જવલ કાંતિના સમૂહને લીધે જાણે હસતા હોય તેવા દેખાતા હતા, મણિ, સુવર્ણ અને રત્નોની રચનાઓ વડે વિચિત્ર હતા. વાયુવડે ફરકતી અને વિજયને સૂચ વતી વૈજયંતી પતાકાઓ તથા છત્રાતિછત્ર વડે યુક્ત હતા, તેમના શિખરો ગગનને ઓળંગી જતાં. તેના જાળીયાની મધ્યમાં રત્નના પાંજરાઓ નેત્રો હોય તેમ શોભતાં હતાં. તેઓમાં મણિ અને સુવર્ણની સ્કૂપિકાઓ હતી. તેઓમાં સાક્ષાતુ અથવા ચિત રેલા શતપત્ર અને પુંડરીક જાતિના કમલો વિકસ્વર હતા તિલક રત્ન અને અર્ધચંદ્ર વડે સહિત પગથિયાથી યુક્ત હતા અથવા ભીતમાં ચંદનાદિથી ચચત થયા હતા. વિવિધ પ્રકારની મણિમય માળાઓથી અલંકૃત હતા. અંદર અને બહાર ચિકણા હતા, તેમના આંગણામાં સુવર્ણની રેતી પાથરેલી હતી. તેનો સ્પર્શ સુખપ્રદ હતો તેમનું રૂપ અતીવ શોભન હતું જોતાં જ ચિત્તમાં પ્રસન્નતા થતી હતી.યાવત્ તે મહેલ અત્યંત મનોહર હતા. તથા એક મહાનુ ભવન મેઘકુમાર માટે નિર્માણ કરાવવામાં આવ્યું. તે સેંકડો સ્થંભોથી બનેલ હતું. તેમાં લીલા યુક્ત પુતળીઓ સ્થાપિત કરી હતી. તેમાં ઉંચા અને સુનિર્મિત વજરત્નની વેદિકા અને તોરણો હતાં. મનોહર નિર્મિત્ત પુતળી ઓ સહિત ઉત્તમ જાડા અને પ્રશસ્ત વૈર્ય રત્નના સ્તંભો હતા તે વિવિધ પ્રકારના મણિ સુવર્ણ અને રત્નોવડે ખચિત હોવાના કારણે ઉજ્જવલ દેખાતું હતું તેનો ભૂમિભાગ બિલકુલ સમ, વિશાળ, પાકો તેમજ રમણીય હતો. તે ભવનમાં ઈહામૃગ, વૃષભ, તુરગ, મનુષ્ય, મકર, આદિના ચિત્રો હતા. સ્તંભો ઉપર રહેલ વજરત્નની વેદિકા વડે સહિત હોવાથી રમ ણીય દેખાતું હતું. તેમાં સમણિએ રહેલા વિદ્યાધરોના યુગલો યંત્ર દ્વારા ચાલતા દેખાતા હતા તે ભવન હજારો કિરણોથી વ્યાપ્ત તેમજ હજારો ચિત્રોથી યુક્ત હોવાથી દેદીપ્યમાન હતું. તેને જોવા માત્રથી દર્શકની આંખ તેમાં ચોંટી જતી હતી. તેનો સ્પર્શ સુખપ્રદ હતો. અને રૂપ શોભા સંપન્ન હતું તેમાં સુવર્ણ, મણિઓ, તેમજ રત્નોની સ્કૂપિકાઓ બનાવેલી હતી. તેનું પ્રધાન શિખર વિવિધ પ્રકારની પાંચ વર્ણોની તેમજ ઘંટાઓ સહિત પતાકાઓથી સુશોભિત હતું. તે ચારે તરફ દેદીપ્યમાન કિરણોના સમુહને ફેલાવતું હતું. તે લિંપેલ હતું. ઘોળેલ હતું. ચંદરવાથી યુક્ત હતું યાવત તે ભવન ગંધનીવતી હોય તેવું દેખાતું હતું. તે ચિત્તને પ્રસન્ન કરનાર દર્શનીય, અભિરુપ, અને પ્રતિરૂપ હતું અતીવ મનોહર હતું. [28] ત્યાર પછી મેઘકુમારના માતા પિતાએ મેઘકુમારના શુભ તિથી કરણ નક્ષત્ર અને મુહૂર્તમાં શરીર પરિમાણથી સશ, સમાન ઉંમરવાળી, સમાન ત્વચાવાળી સમાન લાવણ્યવાળી સમાન રૂપવાળી, સમાન યૌવન અને ગુણોવાળી તથા પોતાના કુળની સમાન રાજકુળોમાંથી લાવેલ આઠ શ્રેષ્ઠ રાજકન્યાઓની સાથે એકજ દિવસે એકજ સાથે, આઠે અંગમાં અલંકાર ધારણ કરવાવાળી એવી સુહાગણ સ્ત્રીઓ દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org