________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ છે. ત્યાર પછી તે અંગપરિચારિકા આવ્યું. તર દાસીઓ બે વાર ત્રણવાર આ પ્રમાણે કહેવા લાગી થાવત્ આર્તધ્યાન કરો છો ? ત્યાર પછી ધારિણી દેવી યાવતુ મૌન રહે છે. તત્પશ્ચાતુ તે અંગપરિચારિકા આવ્યંતર દાસીઓ ધારિણી દેવી દ્વારા નહી આદર કરેલ નહી જાણેલી તે જ પ્રકારે સભ્રાન્ત થતી જ્યાં શ્રેણિક રાજા હતા ત્યાં આવે છે. આવીને બંને હાથ એકઠા કરીને યાવતું મસ્તક પર અંજાલ કરીને જયવિજયથી વધાવે છે. અને વધાવીને આ પ્રમાણે કહે છે : સ્વામિનું! આજે ધારિણી દેવી જીર્ણ જેવી તેમજ જીર્ણ શરીરવાળી થઈને યાવત્ આર્તધ્યાનથી યુક્ત થઈને કંઈક ચિંતા કરે છે. [20] તદનન્તર શ્રેણિક રાજા તે અંગપચારિકાઓ પાસેથી તે અર્થ સાંભળીને, મનમાં ધારણ કરીને, તેવા પ્રકારે વ્યાકુળ થતા થકા, શીધ્ર ત્વરાની સાથે તેમજ અત્યંત શીઘ્રતાથી જ્યાં ધારિણી દેવી હતી ત્યાં આવે છે. આવીને ધારિણી દેવીને જીર્ણ જેવી જીર્ણ શરીરવાળી યાવતુ આર્તધ્યમથી યુક્ત ચિન્તા કરતી જુવે છે. જેને આ પ્રમાણે કહે છે -દેવાનુપ્રિયે ! તમે યાવતુ આર્તધ્યાનથી યુક્ત થઈને કેમ ચિંતા કરી રહી છો? ત્યાર પછી તે ધારિણી દેવી, યાવતું મૌન રહે છે. પછી તે શ્રેણિક રાજા ધારિણી દેવીને બીજી વાર અને ત્રીજીવાર પણ આ પ્રકારે કહે છે - તો પણ મૌન રહે છે. ત્યાર પછી શ્રેણિક રાજા ધારિણી દેવીને કહે છે દેવાનુપ્રિયે ! હું તમારા મનની વાત સાંભળવા માટે અયોગ્ય છું? જેથી તું તારા મનમાં રહેલ આ માનસિક દુઃખને છુપાવે છે ? ત્યાર પછી ધારિણીદેવીએ શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું : સ્વામિનુ ! મને તે ઉદાર આદિ વિશેષણોથી યુક્ત મહાસ્વપ્ન આવેલ હતું. તેને ત્રણ માસ પૂરા થઈ ગયેલ છે. તેથી આવા પ્રકારનો અકાળ મેઘ સંબંધી દોહદ ઉત્પન્ન થયેલ છે કે આ પ્રમાણે આ દોહદના પૂર્ણ ન થવાના કારણે જીર્ણ જેવી, યાવતુ, આર્તધ્યાનથી યુક્ત થઈને ચિંતાગ્રસ્ત થઈ રહી છું. ત્યાર પછી શ્રેણિક રાજાએ ધારિણી દેવી પાસેથી આ વાત સાંભળીને અને સમજીને ધારિણી દેવીને આ પ્રમાણે કહ્યું. દેવાનુપ્રિયે તમે જીર્ણ શરીરવાળા ન થાઓ. થાવતું ચિંતા ન કરો. હું કોઈ એવો ઉપાય કરીશ. જેથી તમારા આ અકાળ દોહદની પૂર્તિ થઈ જશે. આ પ્રમાણે કહીને ધારિણી દેવીને ઈષ્ટ કાન્ત, મનોજ્ઞ અને પ્રણામ વાણીથી આશ્વાસન આપે છે. બહારની ઉપસ્થાન શાળા છે. ત્યાં આવે છે, આવીને શ્રેષ્ઠ સિંહા સન ઉપર પૂર્વ દિશાની તરફ મુખ રાખીને બેસે છે. ધારિણી દેવીના આ અકાળ દોહદની પૂર્તિ કરવાને માટે ઘણા લાભોથી, ઘણા ઉપાયોથી, ઔત્યાત્તિકી, વનયિક, કાર્મિકી, અને પારિણામિકી બુદ્ધિથી વારંવાર વિચાર કરે છે પરંતુ દોહદ પૂર્તિ માટે કોઈ ઉપાય નથી સુતો. તેથી શ્રેણિક રાજાના મનના સંકલ્પ નષ્ટ થઈ ગયા. તે યાવતું ચિંતા- ગ્રસ્ત થઈ જાય છે. ત્યાર પછી અભયકુમાર સ્નાન કરીને, બલિકર્મ કરીને યાવતુ સમસ્ત અલંકા રોથી વિભૂષિત થઈને જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવે છે આવીને શ્રેણિક રાજાને જુવે છે, કે તેના મનના સંકલ્પોને આઘાત પહોંચેલ છે. તે જોઈને અભયકુમારના મનમાં આ પ્રકારનો આત્મા સંબંધી, ચિંતિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થાય છે. અન્ય સમયે શ્રેણિક રાજા મને આવતા જોતા હતા તો જોઈને આદર કરતા સત્કાર કરતા, સન્માન કરતા, તથા આલાપ, સંલાપ કરતા હતા, અધ આસન ઉપર બેસવાને માટે નિમંત્રણ કરતી અને મારા મસ્તકને સુંઘતા હતા. પરંતુ આજે શ્રેણિક રાજા મને આદર આપતા નથી, યાવતું મારા મસ્તકને સૂંઘતા નથી. તેમના મનના સંકલ્પને કંઇક આઘાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org