________________ નાયાધમ કહાઓ- 21/1/20 હોવા છતાં કુમારી હતી. તે જીર્ણ હતી અને જીર્ણ હોવા છતાં કુમારી હતી. તેના સ્તનો, નિતંબ અવનત બની ગયા હતા. વર તેનાથી વિરક્ત થઈ ગયા હતા. તે કાળ અને તે સમયમાં પુરુષાદાનીય, તેમજ ધર્મની આદિ કરનાર પાર્શ્વનાથ અરિહંત હતા. તે વધુ માન સ્વામીની સમાન હતા. વિશેષતા આ કે પાર્શ્વનાથ નવ હાથ ઊંચા શરીરવાળા, સોળ હજાર સાધુઓ અને આડત્રીસ હજાર સાધ્વીઓથી પરિવૃત હતા. ત્યાર પછી કાલી દારિકા પાર્શ્વપ્રભુના આવાગમનના સમાચાર સાંભળીને હૃષ્ટતુષ્ટ થઈ યાવતું સંતુષ્ટ હૃદયવાળી થઈને જ્યાં માતા પિતા હતા. ત્યાં આવી આવીને બંને હાથજોડીનેયાવતુઆ પ્રમાણે બોલીમાતાપિતા!જો આપની આજ્ઞા હોય તો મારી પાર્શ્વ પ્રભુના ચરણમાં વંદન કરવાને માટે જવાની ઈચ્છા છે.' માતા પિતાએ કહ્યું- હે દેવાનું પ્રિયેતને જેમ સુખ ઉપજે, તેમ કર પરંતુ ધર્મના કાર્યમાં વિલંબ ન કર.” ત્યારે કાલી નામક દારિકા દ્રોપદીની સમાન ભગવાનને વંદના કરી યાવતું ઉપાસના કરવા લાગી. ત્યારે પાર્શ્વ અરિહંત પુરુષાદાનીયે કાલી દારિકા તેમજ અન્ય પરિષદને ધમપદેશ આપ્યો. ત્યાર પછી કાલી દારિકા આ પ્રમાણે બોલી- હે ભગવાન! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું. યાવતુ તમે જે કહ્યું છે તે તેમ જ છે. કેવલ હે દેવાનુપ્રિય! હું મારા માતાપિતાને પૂછીને આપી દેવાનુપ્રિયની પાસે સંયમ લેવા ઈચ્છું છું.” ભગવાને કહ્યું: “દેવાનું પ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો.” “હે માતાપિતા ! મેં પાર્શ્વનાથ અરિહંતની પાસે ધર્મ સાંભળ્યો છે. તે ધર્મની મેં ઈચ્છા પણ કરી છે. પુનઃ પુનઃ ઈચ્છા કરી છે, તેના પર રુચિ કરી છે. તેથી હે માતાપિતા ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયેલી છે. જન્મ-મરણના ભયથી ભયભીત થઈ છું. તો હું આપની આજ્ઞા મેળવીને પાર્શ્વનાથ અરિહંતની પાસે મુંડિત થઈને ગૃહત્યાગીને અણગારિતા બનાવ ઈચ્છું છું. માતા પિતાએ કહ્યું- દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો. ધર્મ કાર્યમાં વિલંબ ન કરો.' યાવતુ હે દેવાનુપ્રિય હું આપને શિષ્યાની ભિક્ષા આપું છું. તેથી દેવાનુપ્રિય ! આપ શિષ્યાની ભિક્ષા અંગીકાર કરો. ભગવાન બોલ્યા- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો. ધર્મકાર્યમાં વિલંબ ન કરો. ત્યારે તે કાલી કુમારીએ પાર્શ્વ અરિહંતને વંદન-નમસ્કાર કર્યો. વંદન-નમસ્કાર કરીને તે ઉત્તર પૂર્વ દિશામાં ગઇ. ત્યાં જઈને તેણીએ સ્વયં જ આભૂષણમાલા, અલંકાર ઉતાર્યા અને સ્વયંજ લોચ કર્યો. પછી જ્યાં પુરુષાદાનીય અરિહંત પાડ્યું હતાં, ત્યાં આવી. આવીને પાર્શ્વ અરિહંતને ત્રણવાર વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલી. “ભગવન્! આ લોક આદિપ્ત છે અર્થાત્ જન્મ-મરણ આદિના સંતાપથી બળી રહ્યો છે, ઈત્યાદિ દેવાનંદાની સમાન જાણવું. હું ઇચ્છું કે આપ સ્વયં મને દીક્ષા પ્રદાન કરો. ત્યાર પછી પુરુષાદાનીય અરિહંત પાર્શ્વનાથે સ્વયમેવ કાલીકુમારીને પુષ્પચૂલા આયને શિષ્યાના રૂપમાં પ્રદાન કરી. ત્યારે પુષ્પચૂલા આયએ કાલી કુમા રીને સ્વયં દીક્ષિત કરી. યાવતું કાલી પ્રવજ્યા અંગીકાર કરીને વિચારવા લાગી. ત્યાર પછી તે કાલી આય ઈયસમિતિથી યુક્ત યાવતું ગુપ્ત બ્રહ્મચારિણી બની ગઈ. ત્યાર પછી તે કાલી આયએ પુષ્પચૂલા આયની પાસે સામાયિકથી લઇને અગ્યાર અંગોનું અધ્યયન કર્યું તથા ઘણા ચતુર્થભક્ત, ષષ્ઠભક્ત આદિ તપસ્યા કરતી વિચરવા લાગી. ત્યાર પછી તે કોઈ સમયે તે કાલીઆ શરીર બાકુશિકા વગેરે સુકુમાલિકાની જેમ જાણવું બની ગઈ. ત્યાર પછી તે કાલી આય પાસસ્થા પાસત્યવિહારિણી, અવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org