________________ 133 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ નાખવાને માટે હૃષ્ટ-તુષ્ટ થઈ અને તે ઉભી થઈ. ઉભી થઇને તે ભોજનગૃહમાં ગઈ. ત્યાં જઈને તેણીએ તે શરદ ઋતુ સંબંધી તીખું અને કડવું ઘણાં તેલવાળું બધું જ શાક મુનિના પાત્રમાં વહોરાવી દીધું. ત્યાર પછી તે ધર્મરુચિ અણગાર આહાર પર્યાપ્ત છે એમ જાણીને નાગશ્રી બ્રાહ્મણીના ઘરેથી બહાર નીકળ્યા. તેણે ધર્મઘોષ સ્થવિર પાસે ઈયપિથ પ્રતિક્રમણ કર્યું. અન્નપાનનું પ્રતિલેખન કર્યું અને ગ્રહને બતાવ્યું ત્યારે ધર્મઘોષ સ્થવીરે તે સુભૂમિ ઋતુ સંબંધી તેમજ તેલથી વ્યાપ્ત શાકમાંથી એક બુંદ હાથમાં લઈને ચાખ્યું. ત્યારે તે શાક તીખુ, ખારૂં, કડવું, અખાદ્ધ, અભોજ્ય અને વિશ્વની સમાન જાણીને ધર્મરુચિ અણગારને આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિય, જો તમે આ સૂંબડાનું શાક ખાશો તો તમે અસમય માંજ જીવથી રહિત જાશો. તેથી હે દેવાનુપ્રિય! તમે જાઓ અને આ શરદ ઋતુ સંબધી સૂંબડાનું શાક એકાંતમાં, આવાગમનથી રહિત, અચિત્તભૂમિમાં પરઠવી દો. તેને પાઠવીને પછી બીજા પ્રાસુક અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારને ગ્રહણ કરીને તેને ભોગવો. ત્યાર પછી ધર્મઘોષ સ્થવિરને એમ કહેવા પર ધર્મરુચિ અણગાર ધર્મઘોષસ્થવિર પાસેથી. નીકળીને સુભૂમિભાગ ઉદ્યાનની અધિક દૂર નહીં તેમજ અધિક અધિક નજીક નહીં એવા ચંડલની પ્રતિલેખના કરીને શાકની એક બુંદ લીધી અને તે ભૂભાગ ઉપર નાંખી. ત્યાર પછી તે તીખા કડવા અને તેલથી વ્યાપ્ત શરદ સંબંધી શાકની ગંધથી ઘણી હજારો કીડીઓ ત્યાં આવી ગઇ. તેમાંથી જે કીડીઓએ શાક ખાધું. કે તરતજ તે અસમયમાં મૃત્યુ પામી. - ત્યાર પછી ધર્મચિ અણગારના મનમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો. કે જો શાકનું એક બુંદ નાંખવા પર અનેક હજાર કિીડીઓ મરી ગઈ તો હું બધું જ શાક ભૂમિ ઉપર નાંખીશ તો તો તે ઘણા પ્રાણીઓ, જીવો, ભુતો અને સત્ત્વોના વધનું કારણ થશે. તેથી શાકને ખાઈ જવું મારા માટે શ્રેયસ્કર છે. આ શાક મારા શરીરને જ સમાપ્ત કરશે. અણગારે એવો વિચાર કરીને મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કર્યું પ્રતિલેખન કરીને મસ્તક સહિત ઉપરના શરીરનું પ્રમાર્જન કર્યું. તે શરદ સંબંધી સૂંબડાનું તીખું કડવું અને ઘણાં તેલથી વ્યાપ્ત શાક સ્વયેજ બિલમાં સર્ષની જેમ પોતાના શરીરના કોઠામાં નાંખી દીધું. ઘમંરુચિ અણગારના શરીરમાં એક મુહૂર્તમાં જ વેદના ઉત્પન્ન થઇ તે વેદના ઉત્કૃષ્ટ હતી થાવતું દુસ્સહ હતી. શાક પેટમાં નાંખ્યા પછી ધર્મરુચિ અણગાર સ્થાનથી રહિત, બલ હીન, વીર્યથી રહિત, તથા પુરુષકાર અને પરાક્રમથી હીન થઈ ગયા હવે આ શરીર ધારણ નહિ કરી શકાય, એમ જાણીને તેણે આચારનું પાત્ર એક સ્થાન પર રાખી દીધું. તેણે રાખીને સ્થડિલભૂમિનું પ્રતિલેખન કર્યું. પ્રતિલેખન કરીને તેણે દર્ભનો સંથારો કર્યો. અને તે તેના પર બેસી ગયા. પૂર્વ દિશાની તરફ મુખ રાખીને પર્યક આસનથી બેસીને બંને હાથ જોડીને મસ્તક પર આવર્તન કરીને અંજલી કરીને આ પ્રમાણે કહ્યું અરિહંતો વાવતુ સિદ્ધ ગતિને પ્રાપ્ત ભગવંતોને નમસ્કાર. મારા ધર્મગુરુ ધમાં ચાર્ય સ્થવિરભગવંત ધર્મઘોષમુનિને નમસ્કાર. પહેલાં મેં સ્થવિર ભગવાન ધર્મઘોષની પાસે સંપૂર્ણ પ્રાણાતિપાતનું જીવન પર્યંતને માટે પ્રત્યાખ્યાન કરેલ છે. યાવત્ પરિગ્રહના પણ, આ સમયે પણ હું તેજ ભગવંતોની પાસે સંપૂર્ણ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરું છું થાવત્ પરિગ્રહના પ્રત્યાખ્યાન કરું છું. જીવન પર્યંત જેમ સ્કંધક મુનિએ કર્યો તેમ અહીં પણ જાણી લેવું. યાવતું અંતિમ શ્વાસોચ્છવાસ સાથે આ શરીરનો પણ પરિત્યાગ કરું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org