________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૫ વિશ્રામ કરતા. તેઓને તાત્કાલિક સુખ તો પ્રાપ્ત ન થયું પરંતુ તેની પછી જેમ જેમ પરિણમન થતું ગયું તેમ તેમ તે વારંવાર સુખ રૂપ જ પરિણમન થતું ગયું. આ પ્રમાણે છે આયુષ્યમાન શ્રમણો ! અમારા જે નિગ્રંથ યા નિગ્રંથીઓ સંયમ લઈને પાંચ ઇન્દ્રિયોના કામભોગોમાં આસક્ત નથી થતા અને અનુરક્ત નથી થતા, તે આ જ ભવમાં ઘણા શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓના પૂજનીય થાય છે અને પરલોકમાં પણ દુઃખ નથી પામતા, યાવતુ અનુ ક્રમથી સંસારરૂપ અટવીથી પાર પામે છે. - તેમાંથી કેટલાક પુરુષોએ ધન્યસાર્થવાહની આ વાત પર શ્રદ્ધા ન કરી, રુચિ ન કરી. તેઓ ધન્ય સાર્થવાહની વાત પર શ્રદ્ધા ન કરતાં જ્યાં નંદીકલ વૃક્ષો હતા, ત્યાં ગયા. જઈને તેઓએ તે નંદીફલ વૃક્ષોના મૂલ, ફળ આદિનું સેવન કર્યું અને તેની છાયામાં વિશ્રામ કર્યો. તેઓને તાત્કાલિક તો સુખ થયું, પરંતુ પછી તેનું પરિણમન થતા યાવતુ જીવનથી રહિત થવું પડ્યું. તે પ્રમાણે આયુષ્યમાન શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વી પ્રવ્રજિત થઈને પાંચ ઈન્દ્રિયોના વિષય ભોગમાં આસક્ત થાય છે તેઓ આ પુરુષોની જેમ ચતુગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્યાર પછી ધન્ય સાર્થવાહે ગાડા-ગાડી જોડાયા. જોડાવીને તે જ્યાં અહિછત્રા નગરી હતી, ત્યાં પહોંચ્યા. પહોંચીને અહિચ્છત્રા નગરીની બહાર પ્રધાન ઉદ્યાનમાં પડાવ નાંખ્યો અને ગાડા-ગાડી છોડાવ્યા. ત્યાર પછી ધન્ય સાર્થવાહે મહામૂલ્ય અને રાજાને યોગ્ય ઉપહાર લીધો અને ઘણા પુરુષોની સાથે. તેઓથી પરિવૃત થઈને તે અહિચ્છત્રા નગરીની મધ્યમાં થઈને પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને કનકકેતુ રાજાની પાસે ગયા. ત્યાં જઈને બંને હાથ જોડીને યાવતું રાજાને અભિનંદન કર્યું. અભિનંદન કરીને પછી તે બહુમૂલ્ય ઉપહાર તેની પાસે રાખી દીધો. ત્યાર પછી રાજા કનકકેતુ હર્ષિત તેમજ સંતુષ્ટ થયો. તેણે ધન્ય સાર્થવાહના તે મૂલ્યવાન ઉપહારને, સ્વીકાર કરીને ધન્ય સાર્થવાહનો સત્કાર-સન્માન કર્યા. શુલ્ક માફ કરી દીધી. પછી ધન્ય સાર્થવાહે પોતાના ભાન્ડનો વિનિમય કર્યો. વિનિમય કરીને તેણે પોતાના માલની બદલેબીજોમાલલીધો.પછી સુખપૂર્વક ચંપાનગરીમાં આવી પહોંચ્યો. પોતાના મિત્રો તેમજ જ્ઞાતિજનો આદિને મળ્યો અને મનુષ્ય સંબંધી વિપુલ ભોગોપભBગ ભોગતો થકો રહેવા લાગ્યો. તે કાળ અને તે સમયમાં સ્થવિર ભગવંતોનું આગમન થયું. ધન્ય સાર્થવાહે ધર્મ દેશના સાંભળીને અને પોતાના જ્યેષ્ઠ પુત્રને કુટુંબમાં સ્થા પિત કરીને દિક્ષિત થઈ ગયો. સામાયિકથી લઈને અગ્યાર અંગોનું અધ્યયન કરીને અને ઘણા વર્ષો સુધી સંયમનું પાલન કરીને, એક માસની સંલેખના કરીને, સાઠ ભક્તનું અનશન કરીને, કોઈ એક દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થયો તે દેવલોકથી, આયુ ક્ષય થવા પર, આવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિને પ્રાપ્ત કરશે. યાવત્ જન્મ મરણનો અંત કરશે. અધ્યયન-૧૫-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧દઅવરકા) 158] જો શ્રમણ ભગવાન મહાવીરે પંદરમા જ્ઞાતાધ્યયનનો આ અર્થ ફરમા વેલ છે તો સોલમા અધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે?” “હે જબૂ! તે કાળ અને તે સમય માં ચંપા નગરી હતી. ઉત્તર પૂર્વ દિશામાં સુભૂમિભાગ ઉદ્યાન હતું. તે ચંપા નગરીમાં ત્રણ બ્રાહ્મણ બંધુઓ નિવાસ કરતા હતા. તે આ પ્રમાણે સોમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org