SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ 130 નાયાધમ્મ કહાઓ - ૧-૧પ૧પ૭ કે- હે દેવાનુપ્રિયો ! ધન્ય સાર્થવાહ વિપુલ માલ ભરીને અહિચ્છત્રાનગરમાં વાણિજ્યના નિમિત્તે જવાની ઈચ્છા કરે છે, તેથી હે દેવાનુપ્રિયો! જે કોઈ ચરક, ચીરિક, ચર્મખડિક, ભિક્ષાંડ, પાંડુરક, ગોતમ, ગોવતી, ગૃહધર્મી ગૃહસ્થ ધર્મનું ચિંતન કરનારા, અવિરુદ્ધ, વિરુદ્ધ વૃદ્ધતાપસ, શ્રાવક-બ્રાહ્મણ અથવા વૃદ્ધ શ્રાવક અર્થાત્ બ્રાહ્મણ, રક્તપટ નિગ્રંથ આદિ વ્રતવાન યા ગૃહસ્થ જે કોઈ પણ ધન્ય સાર્થવાહની સાથે અહિચ્છત્રા નગરીમાં જવા ઈચ્છે, તેને ધન્ય સાર્થવાહ પોતાની સાથે લઈ જશે. જેની પાસે છત્ર ન હોય તેને છત્ર આપશે, જેની પાસે જૂતા ન હોય તેને જૂતા આપશે, જેની પાસે કમંડલુ ન હોય તેને કમંડલું અપાવશે, જેની પાસે પથ્થોદન ન હોય તેને પોદન અપાવશે, જેની પાસે પ્રક્ષેપ ન હોય તેને પ્રક્ષેપ આપશે, જે પડી જશે, જે ભગ્ન થઈ જશે, જે ૨ણ થઈ જશે, તેને સહાયતા આપશે અને સુખપૂર્વક અહિછત્રા નગરી સુધી પહોંચાડશે. બે વાર અને ત્રણવાર એવી ઘોષણા કરી દો. કૌટુમ્બિક પુરષોએ યાવતુ તે પ્રમાણેની ઘોષણા કરી. ત્યાર પછી કૌટુમ્બિક પુરુષોની ઘોષણા સાંભળીને ચંપા નગરીના ઘણા ચરક વાવતું ગૃહસ્થ ધન્ય સાર્થવાહની પાસે પહોંચ્યા. ત્યાર પછી ધન્ય સાર્થવાહે ચરક આદિ ગૃહસ્થોને જેની પાસે જૂતા ન હતાં તેને જૂતા અપાવ્યાં, યાવતુ પધ્ધોદન અપાવ્યા પછી, તેને કહ્યું દેવાનુપ્રિયો ! તમે જાઓ અને ચંપા નગરીની બહાર પ્રધાન ઉધાનમાં મારી પ્રતીક્ષા કરો.” ત્યાર પછી ધન્ય સાર્થવાહ શુભ તિથિ, કરણ અને નક્ષત્રમાં વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ બનાવડાવ્યા. બનાવડાવીને મિત્રો, જ્ઞાતિજનો આદિને આમંત્રિત કરીને તેઓને ભોજન કરાવ્યું. જમાડીને તેઓની અનુમતિ લીધી. અનુમતિ લઈને તેને ગાડી ગાડા જોડાવ્યા. જોડાવીને ચંપા નગરીની બહાર નીકળ્યો. ઘણે દૂર દૂર પડાવ ન કરતાં સુખજનક વસતિ અને પ્રાતરાશ કરતાં અંગદેશની વચ્ચો વચ્ચે થઈને દેશની સીમા પર જઈ પહોંચ્યા. ત્યાં જઈને ગાડા-ગાડી ખોલ્યા. પડાવ નાંખ્યો. અને પછી કૌટુમ્બિક પુરુષોને બોલાવીને આ પ્રમાણેકહ્યું હે દેવાનુપ્રિયો ! તમે લોકો મારી સાથેના પડાવમાં ઊંચા ઊંચા શબ્દથી વારંવાર ઉદ્દઘોષણા કરતા એમ કહો કે હે દેવાનુપ્રિયો ! આગળ આવનાર અટવીમાં મનુષ્યોનું આવાગમન નથી અને તે ઘણી લાંબી છે. તે અટવીના મધ્યભાગમાં નંદ્યફળ નામક વૃક્ષો છે. તે ઘેરા લીલા વર્ણવાળા યાવતું પાંદડાવાળા, પુષ્પોવાળા ફળો વાળા, લીલા શોભાય માન અને સૌન્દર્યથી અત્યંત શોભિત છે. પરંતુ હે દેવાનુપ્રિયો ! કોઈ જો તે નંદીકલ વૃક્ષો ના ફળ, મૂલિ કંદ, છાલ, પુષ્પ, બીજ યા રહિતનું ભક્ષણ કરશે અથવા તેની છાયામાં પણ બેસસે તેને આપાતતઃ સારું લાગશે, પરંતુ પછી તેનું પરિણમન થવા પર અકાળમાં તે મૃત્યુને પ્રાપ્ત થશે. તેથી હે દેવાનુપ્રિયો ! કોઈ તે નંદીલોના મૂલ આદિનું સેવન ન કરતાં યાવતુ તેમની છાયામાં વિશ્રામ પણ ન કરતા. જેથી અકાલમાંજ જીવનનો નાશ ન થાય. બીજા વૃક્ષોની છાયામાં બેસજો અને બીજા વૃક્ષોના મૂલ, ફળ આદિનું ભક્ષણ કરજો. ત્યાર પછી ધન્ય સાર્થવાહે ગાડા-ગાડી જોડાવ્યા. જોડાવીને જ્યાં નંદીફળ વૃક્ષો હતાં ત્યાં આવ્યા. તે નંદીફળ વૃક્ષોથી ન અતિદૂર કે ન અતિ નજીક પડાવ નાંખ્યો પછી બીજીવાર અને ત્રીજીવાર પૂર્વવતુ ઉદ્દઘોષણા કરી. તેમાંથી કેટલાક પુરુષોએ ધન્ય સાથે વાહની વાત પર શ્રદ્ધા કરી, યાવત રૂચિ કરી. તેઓ તે વાતની શ્રદ્ધા કરતાં તે નંદીલોનો દૂરથી જ ત્યાગ કરીને, બીજા વૃક્ષોના મૂલ આદિનું સેવન કરતા અને તેની છાયામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy