SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ 126 નાયા...કહાઓ-૧-૧૪૧પર કરો. તેમાં પ્રતિબંધ વિલંબ ન કરો. ત્યાર પછી સુવ્રતા આર્યાએ આ પ્રમાણે કહેવા પર પોકિલા હૃષ્ટતુષ્ટ થઈ અને ઉત્તર-પૂર્વ દિશામાં જઈને પોતે પોતાના આભારણ, માળા અને અલંકાર ઉતાર્યા. ઉતારીને સ્વયં પંચમુષ્ટિ લોન્ચ કર્યો. આ બધુ કરીને, જ્યાં સુવ્રતા આર્યા હતી, ત્યાં આવી. આવીને સુવ્રતા આર્યાને વંદન નમસ્કાર કર્યો. હે ભગવતી ! હે પૂજ્ય ! આ સંસાર ચારે તરફથી બળી રહ્યો છે. ઈત્યાદિ ભગવતી સૂત્રમાં કથિત દેવાનંદાની સમાન દીક્ષાનું વર્ણન કરવું. યાવતું પોટિલાએ દીક્ષા લઈને અગ્યાર અંગોનું અધ્યયન કર્યું. ઘણાં વર્ષો સુધી ચારિત્રનું પાલન કર્યું. પાળીને એક માસની સંલેખના કરીને પોતાના શરીરને ક્રશ કરીને, સાઠ ભક્તનું અનશન કરીને પાપકર્મની આલોચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક, મૃત્યુના અવસરે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવતા રૂપે ઉત્પન્ન થઈ. [૧પ૩ ત્યાર પછી કનકરથ રાજા કોઈ સમયે કાળ ધર્મ પામ્યો. ત્યારે રાજા, ઈશ્વરો આદિએ તેમનું નીહરણ કર્યું. મૃતકત્ય કરીને તેઓ પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા. - દેવાનુપ્રિય કનકરથ રાજાએ રાજ્ય આદિમાં આસક્ત થઈને પોતાના પુત્રોને વિકલાંગ કરી દીધા છે. દેવાનુપ્રિયો ! આપણે તો રાજાને અધીન છીએ. રાજાને અધિ દિત થઈને રહેનારા છીએ, અને રાજાને અધીન થઇને કાર્ય કરનાર છીએ, તેતલિપુત્ર અમાત્ય, રાજા કનરથના બધા સ્થાનોમાં અને બધી ભૂમિકાઓમાં વિશ્વાસપાત્ર રહેલ છે, વિચારક છે અને બધું કામ ચલાવનાર છે. તેથી આપણે તેતલિપુત્ર અમાત્ય પાસેથી પુત્રની યાચના કરવી ઉચિત છે. તેતલિપુત્રને આ પ્રમાણે કહેવા લાગ્યા. 'હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે કનકરથ રાજા, રાજ્યમાં તથા રાષ્ટ્ર આદિમાં આસક્ત હતા. તેથી તેમણે દરેક પુત્રને વિકલાંગ કરી દીધો છે અને હે દેવાનુપ્રિય! અમે તો રાજને અધીન રહેનાર યાવતુ રાજાને અધીન રહીને કાર્ય કરનાર છીએ. હે દેવાનુપ્રિય ! તમે કનકરથ રાજાના દરેક સ્થાનમાં વિશ્વાસપાત્ર રહેતા હતા. યાવતુ રાજ્યની ધુરાના ચિંતક છો. તેથી હે દેવાનું પ્રિય! જો કોઈ કુમાર રાજલક્ષણોથી યુક્ત અને અભિષેકને યોગ્ય હોય તો અમને આપો. જેથી તેનો રાજ્યાભિષેક કરીએ. ત્યાર પછી તેતલિપુત્રે કનકધ્વજ કુમારને સ્નાન કરાવ્યું અને વિભૂષિત કર્યો. પછી તેને ઈશ્વર આદિની પાસે લાવ્યા. લાવીને કહ્યું- દેવાનુપ્રિય ! આ કનકરથ રાજાનો પુત્ર અને પદ્માવતી દેવીનો આત્મજ કનકધ્વજ કુમાર રાજ્યને યોગ્ય છે અને રાજલક્ષ ણોથી સંપન્ન છે મેં કનકરથ રાજાથી છુપાવીને તેનું સંરક્ષણ કર્યું છે. તમે લોકો મહાન અભિષેકથી તેનો રાજ્યાભિષેક કરો. ત્યાર પછી ઇશ્વર આદિએ તે કનકધ્વજકુમારનો મહાનું મહાનું અભિષેક કર્યો. કનકધ્વજ કુમાર રાજા થઈ ગયો. મહાહિમવાન અને મલય પર્વતની સમાન, ઈત્યાદિ રાજાનું વર્ણન અહીં કરવું જોઈએ. - ત્યાર પછી ઈશ્વર આદિએ તે કનકધ્વજ કુમારનો મહાન અભિષેક કર્યો. કનક ધ્વજ કુમાર રાજા થઈ ગયો. ત્યાર પછી કનકધ્વજ રાજાને પદ્માવતી દેવીએ બોલાવ્યો બોલાવીને કહ્યું- હે પુત્ર ! તમારું આ રાજ્ય યાવત્ અંતાપુર અને સ્વયં તું પણ તેતલિ પુત્રના પ્રભાવથી જ છે. તેથી તારે તેતલિપુત્ર અમાત્યને આદર કરવો. તેને તારો હિતૈષી માનવો. તેનો સત્કાર કરવો, સન્માન આપવું, તેને આવતો જોઈ ઉભા થવું, તેની ઉપર સના કરવી, તેના જવા પર પાછળ પાછળ જવું, બોલવા પર તેના વચનોની પ્રસંશા કરવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy