________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયનન્દ 105 ઘણી સરોવરની શ્રેણીઓમાં ઘણાં લતા મંડપોમાં વલ્લીઓના મંડપમા યાવતુ ઘણાં જ પુષ્પમંડપોમાં સુખે સુખે રમણ કરતાં કરતાં સમય વ્યતીત કરો. કદાચિતુ તમને ત્યાં પણ ઉગાદિ થાય તો તમારે ઉત્તર દિશાના વનખંડમાં ચાલ્યા જવું ત્યાં બે સ્તુઓ હંમેશા સ્વાધીન રહે છે. તે આ છે. - શર અને હેમન્ત. તેમાં શરદ્ કાર્તિક, માગસરી આ પ્રમાણે છે. [117-118] શરઋતુ રૂપી ગોપતિ સદા સ્વાધીન છે. સપ્તચ્છદ વૃક્ષોના પુષ્પો તેના કકુંદ છે. નીલોત્પલ પદ્મ અને નલિન તેના શીંગડા છે. સારસ અને ચક્રવાક પક્ષીઓના કુંજન જ તેના ઘોષ છે. તેમાં હેમન્તઋતુ રૂપી ચંદ્રમાં તે વનમાં સદા સ્વાધીન છે, શ્વેત કંદના ફૂલ તેની ધવલ જ્યોત્સના છે. પ્રફુલ્લિત લોધવાળા વન પ્રદેશ તેના મંડલતલછે અને તુષારના જલબિન્દુની ધારાઓ તેના સ્થૂલ કિરણો છે. [11] હે દેવાનુપ્રિયો ! તમારે ઉત્તર દિશાના વનખંડમાં યાવત્ ક્રીડા કરવી. જે તમે ઉત્તર દિશાના વનખંડમાં પણ ઉગાદિ પામો તો તમારે પશ્ચિમ દિશાના વનખંડમાં ચાલ્યા જવું. તે વનખંડમાં પણ બે ઋતુઓ સદા સ્વાધિન છે વસન્ત અને ગ્રીષ્મ [120-121] તેમાં વસંત ઋતુ રૂપી રાજા સદા વિદ્યમાન રહે છે. વસંત રાજાના આમ્રના પુષ્પોના મનોહર હાર છે. કિંશુક, કર્ણિકાર અને અશોકાના પુષ્પોનો મુકુટ છે. તથા ઉંચા ઉંચા તિલક અને બકુલના ફૂલોનું છત્ર છે. તે વનખંડમાં ગ્રીષ્મ ઋતુ રૂપી સાગર સદા વિદ્યમાન રહે છે. તે ગ્રીષ્મ-સાગર પાટલ અને શિરીષના પુષ્પો રૂપી જલથી પરિપૂર્ણ રહે છે. મલ્લિકા અને વાસન્તિકી લતાઓના કુસુમ જ તેની ઉજવલવેલા જ્વાર છે. તેમાં જે શીતલ અને સુરભિત પવન છે તે જ મગરોનું વિચરણ છે. [122ii દેવાનુપ્રિયો ! તમે ત્યાં પણ ઉગાદિ પામો. તો આ ઉત્તમ પ્રાસાદમાં જ આવી જવું. અહીં આવીને મારી પ્રતીક્ષા કરવી, પણ દક્ષિણ દિશાના વનખંડ તરફ ન જવું. દક્ષિણ દિશાના વનખંડમાં એક મોટો સર્પ રહે છે. તેનું વિષ ઉમ્ર છે. પ્રચંડ છે. ઘોર છે તેનું વિષ મહાન છે અન્ય બીજા સર્પો કરતાં તેનું શરીર મોટું છે. તે સર્પના અન્ય બીજ વિશેષણો ગોશાલકના વર્ણનમાં કહ્યા પ્રમાણે જાણી લેવા જેમ લુહારની ભઠ્ઠીમાં નાખવામાં આવતું લોઢું “ધમ ધમ” શબ્દ કરે છે તેમ તે સર્પ પણ તેવો જ “ધમ ધમ' શબ્દ કરતો રહે છે. તેના પ્રચંડ અને તીવ્ર રોષને કોઈ રોકી શકતો નથી કૂતરીનાં ભસવા સમાન શીવ્રતા અને ચપલ તાથી તે ધમ ધમ શબ્દ કરતો રહે છે. તેની દ્રષ્ટિમાં વિય છે. તેથી ક્યારેય તમારે ત્યાં જવું નહિ. અન્યથા તમારા શરીર નો વિનાશ થઈ જાય. રત્નદ્વીપની દેવીએ તે વાત બે વાર અને ત્રણ વાર માકંદ પુત્રોને કહી કહીને તેણે વેક્રિય સમુદ્યાતથી વિક્રિયા કરી વિક્રિયા કરીને ઉત્કૃષ્ટ ઉતાવળી દેવગતિથી એકવવાર લવણ સમુદ્રના ચક્કર કાપવાને માટે પ્રવૃત્ત થઈ ગઈ. 123 ત્યાર પછી તે માકંદીપુત્રો દેવીના ચાલ્યા જવા પર એક મુહુર્તમાંજ આ ઉત્તમ પ્રાસાદમાં સુખદ સ્મૃતિ, રતિ અને ધૃતિ નહી પામતાં આ પ્રમાણે કહેવા લાગ્યા આપણે પૂર્વ દિશાના વનખંડમાં ચાલવું જોઇએ બંને ભાઈઓએ આપસમાં તે વિચારને અંગીકાર કર્યો તેઓ પૂર્વ દિશાના વનખંડમાં આવ્યા આવીને તે વનખંડની અંદર વાવડી આદિમાં યાવત્ ક્રિીડા કરતાં વલ્લીમંડપ આદિમાં વિહાર કરવા લાગ્યા. થોડા સમય પછી તે માકંદીપુત્રો ત્યાં પણ સુખદ સ્મૃતિ યાવતું શાન્તિ ન પામતા ઉત્તર દિશાના વન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org