________________ 104 નાયાધમ્મકહાઓ-૧-૯૧૧૨ જવું અને અંતમાં રત્નદ્વીપમાં આવવું-આ બધી વાતોનો વારંવાર વિચાર કરતા થકા ભગ્નમન થઈ ચિંતામાં ડૂબી ગયા. ત્યાર પછી તે રત્નદ્વીપની દેવીએ તે માકંદીપુત્રોને અવધિજ્ઞાનથી જોયા. જોઈને તેણે હાથમાં ઢાલ અને તલવાર લીધી. સાત-આઠ તાડ જેટલી ઉંચાઈ પર આકાશમાં ઉડી ઉડીને ઉત્કૃષ્ટ યાવતુ દેવગતિથી ચાલતી જ્યાં માકંદ પુત્રો હતા. ત્યાં આવી. આવીને તે જ સમયે કુપિત થઈ અને માર્કદી પુત્રોને તીખા કઠોર અને નિષ્ફર વચનોથી આ પ્રમાણે કહેવા લાગી- “અરે માર્કદીના પુત્રો ! અપ્રાર્થિતની ઈચ્છા કરનાર છે જે તમે મારી સાથે વિપુલ કામ ભોગ ભોગવતા થકા રહેશો તો તમારું જીવન છે. જો તમે મારી સાથે વિપુલ કામ ભોગ નહીં ભોગવો તો આ નીલ કમલ, ભેંસના શીંગડા અને નીલ દ્રવ્યની ગુટિકાની સમાન કાળી અને છુરાની ધારની સમાન તીણ તલવારથી તમારા મસ્તકોને તાડફળની જેમ કાપીને એકાંતમાં ફેંકી દઈશ, જે ગંડસ્થલોને અને ડાઢી મૂછોને લાલ કરનાર છે અને મૂછોથી સુશોભિત છે. અથવા જે માતા આદિના દ્વારા સંભારીને સુશો. ભિત કરેલી કેશોથી શોભાયમાન છે. ત્યાર પછી તે માકંદી પુત્રી રત્નદ્વીપની દેવીનો આ અર્થ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને ભયભીત થયા.જે કહો તે અમે આપની આજ્ઞા, ઉપપાત, સેવા વચન-આદેશ અને નિર્દેશમાં તત્પર રહેશું ત્યાર પછી રત્નદ્ધી. પની દેવીએ તે માકંદીપુત્રોને ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને જ્યાં પોતાનો ઉત્તમ પ્રાસાદ હતો ત્યાં આવી. આવીને અશુભ પુદ્ગલોનો દુર કયાં અને શુભ પુદ્ગલોનો પ્રક્ષેપણ કર્યો અને પછી તેમની સાથે વિપુલ કામ-ભોગોનું સેવન કરવા લાગી. હંમેશા તેમના માટે અમૃત જેવા મધુર ફળ લાવવા લાગી. [113 ત્યાર પછી રત્નદ્વીપની તે દેવીને શક્રેન્દ્રના વચન-આદેશથી સુસ્થિત. નામક લવણ સમુદ્રના અધિપતિ દેવે કહ્યું “તમારે એકવીસ વાર લવણ-સમુદ્રના ચક્કર કાપવાના છે. તે એટલા માટે કે ત્યાં જે કંઈ પણ તૃણ પાંદડા, કાષ્ટ, અશુચિ સડેલી વસ્તુ યા. દુગધિત વસ્તુ આદિ ગંદી ચીજ હોય તે બધી એકવીસ વખત હલાવીને સમુદ્રમાંથી કાઢીને એક તરફ ફેકી દેવાની છે ત્યાર પછી તે રત્નદ્વીપની દેવીએ તે માકંદી પુત્રોને કહ્યુંહે દેવાનુપ્રિયો ! હું શક્રેન્દ્રના વચનાનુસાર સુસ્થિત નામક લવણ સમુદ્રના અધિપતિ દેવ દ્વારા યાવતું કચરા આદિ દૂર કરવા જાઉં ત્યાં સુધી તમારે આ ઉત્તમ પ્રાસાદમાં આનંદની સાથે રમણ રહેવું. જો તમને વચ્ચે ઉગ થાય, ઉત્સુકતા થાય. અથવા કોઈ ઉપદ્રવ આવે તો તમારે પૂર્વ દિશાનાં વનખંડમાં ચાલ્યા જવું. તે પૂર્વદિશાના વનખંડમાં બે ઋતુઓ સદા સ્વાધીન છે. [૧૧૪-૧૧પ પ્રાગૃષ ઋતુ તથા વર્ષાઋતુ તેમાંથી પ્રાવૃષ ઋતુ રૂપી હાથી સ્વાધીન છે કંદલ-નવીન લત્તાઓ અને સિલિંધ્ર તે પ્રાવૃષ-હાથીના દાંત છે. નિફર નામક વૃક્ષના ઉત્તમ પુષ્પ જ તેની ઉત્તમ સૂંઢ છે. કુટજ અર્જુન અને નીપ વૃક્ષોના પુષ્પો જ તેના સુગંધિત મદજળ છે. અને તે વનખંડમાં વર્ષાઋતુ રૂપી પર્વત પણ હંમેશા વિદ્યમાન રહે છે. કારણ કે તે ઇન્દ્રગોપરૂપી પદ્મરાગ આદિ મણિઓથી વિચિત્ર વર્ણવાળા રહે છે. અને તેમાં દેડકાઓના સમૂહના શબ્દ રૂપી ઝરણાની ધ્વનિ થતી. રહે છે ત્યાં મયૂરોના સમૂહ હંમેશા શિખરો પર વિચરતા રહે છે. [116] હે દેવાનુપ્રિયો! તે પૂર્વ દિશાના ઉદ્યાનમાં તમે ઘણી વાવડીઓમાં યાવત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org