________________ ૧૦ર નાયાધામ દ્દાઓ - 194110 તે ચંપા નગરીની બહાર ઉત્તરપૂર્વ દિશામાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. તે ચંપા નગરીમાં માકંદી નામનો સાર્થવાહ રહેતો હતો. તે યાવતુ સમૃદ્ધિશાળી હતો. તેની ભદ્રા નામની ભાય હતી. તે ભદ્રાભાની કુક્ષીએ ઉત્પન બે સાર્થવાહ પુત્રો હતા. જિનપા લિત ને જિનરક્ષિત તે બંને માકંદી પુત્ર એક વાર કોઈ સમયે એકઠા થયા. તો આપસમાં આ પ્રમાણે કથા સમુલ્લાપ થયો. આપણે લોકોએ પોતાહનથી લવણ સમુદ્રને અગી વાર વાર અવગાહન કરેલ છે. દરેક વખતે આપણે અર્થ-ધનની પ્રાપ્તિ કરેલ છે. કરવાં યોગ્ય કાર્ય કર્યું અને પછી શીઘ્રતાથી વિખ વિના પોતાના ઘરે આવ્યાં.તોહેદેવાનુપ્રિયા ! બારમીવાર પણ પોતવહનથી લવણ સમુદ્રમાં અવગાહન કરવું આપણા માટે સારું રહેશે. આ પ્રમાણે વિચાર કરીને હે માતાપિતાઃ અમે આપની અનુમતિ લઈ બારમી વાર લવણસમુદ્રમાં જવા ઈચ્છીએ છીએ. ઇત્યાદિ. તયાર પછી માતાપિતાએ તે માકંદ પુત્રોને આ પ્રમાણે કહ્યું - હે પુત્રો ! આ તમારા બાપ-દાદા આદિના દ્વારા ઉપાર્જિત પ્રચુરધન છે. તે ભાવતું ભોગવવા તેમજ વહેંચવા કરવાને માટે પર્યાપ્ત છે, તેથી પુત્રો ! મનુષ્ય સંબંધી વિપુલ ઋદ્ધિ સત્કારના સમુ દયવાળા ભોગોને ભોગવો, વિન-બાધાઓથી યુક્ત અને જેમાં કંઈ આલંબન નથી, એવા લવણ-સમુદ્રમાં ઉતરવાથી શું લાભ છે? હે પુત્રો બારમી યાત્રા સોપસર્ગ પણ હોય છે. તેથી હે પુત્રો ! તમે બંને બારમી વાર લવણ સમુદ્રમાં પ્રવેશ કરો નહીં. જેથી તમારા શરીરને વ્યાપત્તિ ન થાય. ત્યાર પછી માર્કદી પુત્રઓએ માતાપિતાને બીજીવાર અને ત્રીજીવારપણ આ પ્રમાણે કહ્યું માતા પિતા જ્યારે તે માકંદી પુત્રોને સામાન્ય કથન અને વિશેષ કથનના દ્વારા સમજાવવામાં સમર્થ ન થયા ત્યારે ઈચ્છા ન હોવા છતાં તેઓએ તેની અનુમતિ આપી. ત્યાર પછી માતા-પિતાના અનુમતિ પામેલ માકંદીપુત્રો ગણિમ ધરિમ, મેય અને પરિચ્છેદ ચાર પ્રકારનો માલ જહાજમાં ભરીને અહંન્નકની જેમ લવણ સમુદ્રમાં અનેક સેંકડો યોજન સુધી ચાલ્યા ગયા. 111] ત્યાર પછી તે માકંદી પુત્રોનો અનેક સેંકડો યોજન સુધી અવગાહન કરી જવા પર સેંકડો ઉત્પાત ઊત્પન્ન થયા. તે ઉત્પાત્ત આ પ્રમાણે છે- અકાળમાં ગર્જના થવા. લાગી. યાવતું અકાલમાં સ્વનિત શબ્દ થવા લાગી. પ્રતિકૂળ તેજ હવા ચાલવા લાગી. ત્યાર પછી તે નૌકા પ્રતિકૂળ તોફાની વાયુથી વારંવાર કાંપવા લાગી. વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ચલાયમાન થવા લાગી. વારે વાર સંક્ષુબ્ધ થવા લાગી. પાણીના તીર્ણ વેગથી વારંવાર ટકરાવા લાગી. હાથથી જેમ જમીન પર દડો પકડાય તેમ જગ્યાએ - જગ્યાએ ઉંચી નીચી થવા લાગી. જેને વિદ્યા સિદ્ધ થઈ છે એવી વિદ્યાધર કન્યા જેમ પૃથ્વીતલથી ઉપર ઉછળે છે તે પ્રમાણે તે ઉપર ઉછળવા લાગી. અને વિદ્યાથી ભ્રષ્ઠ વિદ્યાધર કન્યા જેમ આકાશ તલથી નીચે પડે છે તે પ્રમાણે તે નૌકા પણ નીચે પડવા લાગી. જેમ મહાન ગરુડના વેગથી ત્રાસ પામેલી નાગની ઉત્તમ કન્યા ભયના મારી ભાગે છે, તે જ રીતે તે પણ આમ તેમ દોડવા લાગી. માતા-પિતા દ્વારા જેનો અપરાધદુરાચાર જાણી લીધો છે એવા સજ્જન પુરુષના કૂળની કન્યાની જેમ નીચે નમવા લાગી. તરંગોના સેકંડો પ્રહારોથી તાડિત થઈને તે થરથરવા લાગી જેને પતિ મૃત્યુ પામ્યો હોય તેવી નવવધૂ જેમ આંસુ વહાવે છે તેમ પાણીથી ભીંજાયેલ ગ્રંથિઓમાંથી ઝરનારી જળધારાના કારણે તે નૌકા પણ જાણે રમકૃપાત કરતી હોય તેમ લાગતું હતું. પર ચક્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org