SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩, ઉદેસો-૧ પ્રતિક્રમણ કરીને, સમાધી પામીને કાળમાસે કાળ કરીને આપ દેવાનુપ્રિયનો શિષ્ય તિષ્પક નામનો અનગાર, સૌધર્મકલ્પમાં પોતાના વિમાનમાં, ઉપપાત સભાના દેવશયનીયમાં દેવવસ્ત્રથી ઢંકાએલ અને આગળના અસંખ્ય ભાગમાત્ર જેટલી અવગાહનમાં દેવેંદ્ર, દેવરાજના સામાનિકપણે ઉત્પન્ન થયો છે. પછી તુરતમાંજ ઉત્પન્ન થયેલો તે તિષ્ણકદેવ પાંચ પ્રકારની પર્યાપ્તિવડે પર્યાપ્તપણાને પામે છે અથતુ તે આહારપ તિવડે, શરીરપતિવડે, ઇદ્રિપર્યાપ્તિવડે, આનપ્રાણપતિવડે અને ભાષામનઃપતિવડે પોતાના શરીરને સંપૂર્ણપણે રચે છે. જ્યારે તે તિષ્યકદેવ પૂવોક્ત પાંચ પતિવડે પોતાના શરીરની બનાવટ પૂરેપૂરી કરી લે છે ત્યારે સામાનિક સમિતિના દેવો તેની પાસે આવી, હાથ જોડવાપૂર્વક દશે નખને ભેગા કરી માથે અડાડી, માથે અંજલી કરીને જય અને વિજયથી વધાવે છે અને પછી આ પ્રમાણે કહે છે કે અહો! આપ દેવાનુપ્રિયે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવપ્રભાવ લબ્ધ કર્યો છે. પ્રાપ્ત કર્યો છે, અને સામે આણ્યો છે વળી જેવી દિવ્ય દેવકૃદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવપ્રભાવ આપ દેવાનુપ્રિયે લબ્ધ કર્યો છે. પ્રાપ્ત કર્યો છે અને સામે આણ્યો છે તેવી દિવ્ય દેવઋદ્ધિ, દિવ્યદેવકાંતિ દેવેંદ્ર, દેવરાજ શકે પણ યાવતુ-સામી આણી છે; અને જેવી દિવ્ય દેવઋદ્ધિ દેવેંદ્ર, દેવરાજ શકે લબ્ધ કરી છે, પ્રાપ્ત કરી છે, સામી આણી છે તેવી દિવ્ય દેવદ્ધિ આપ, દેવાનુપ્રિયે સામી આણી છે તો હે ભગવન! તે તીષ્યકદેવ કેવી મોટી ઋદ્ધિવાળો છે અને કેટલું વિદુર્વણ કરી શકે છે ? હે ગૌતમ ! તે તિષ્યકદેવ મોટી સમૃદ્ધિવાળો છે મોટા પ્રભાવવાળો છે. તે ત્યાં પોતાના વિમાન ઉપર, ચાર હજાર સામાનિક દેવો પરિવારયુક્ત. ચાર પટ્ટરાણીઓ, ત્રણ સભાઓ, સાત સેના, સાત સેનાધિપતિ, સોળહજાર આત્મરક્ષક દેવો અને બીજા ઘણા વૈમાનિદેવો તથા દેવી ઉપર સત્તાધીશપણું ભોગવતો વિહરે છે તે આવી મહાન સમૃદ્ધિવાળો છે આટલું વિકુવણ કરી શકે છે જેમ કોઈ યુવાન પુરુષ જ જુવાન સ્ત્રીને હાથે કાકડા વાળી પકડે જેથી તેઓ સંલગ્ન લાગે તેમ તે બીજાં રૂપો કરી શકે છે. તે શકની જેટલી વિકર્વણાશક્તિવાળો છે વળી હે ગૌતમ! તિષ્યક દેવની જે વિદુર્વણ શક્તિ છે તે તેનો વિષય છે, પણ તેણે સંપ્રાપ્તિવડે વિકુવયું નથી. વિદુર્વતો નથી અને વિકુવંશે પણ નહિં. હે ભગવન્! જો તિષ્યકદેવ એવી મહાનુ દ્વિસંપન્ન છે અને આટલું બધું વિકુર્વણ કરી શકે છે તો દેવેંદ્ર, દેવરાજ શકના બાકીના-બીજા બધા સામાનિક દેવો કેવી મોટી ઋદ્ધિવાળા છે? હે ગૌતમ ! તેજ પ્રમાણે બધું જાણવું, યાવતુ-હે ગૌતમ ! દેવેંદ્ર દેવરાજ શક્રના પ્રત્યેક સામાનિક દેવોનો એ વિષય છે, વિષયમાત્ર છે, પણ સંપ્રાપ્તિથી. કોઈએ વિકવ્યું નથી, વિકૃવતો નથી અને વિશે પણ નહીં. શક્રના ત્રાન્ઝિશક દેવો વિષે, લોકપાલો વિષે, અને પટ્ટરાણીઓ વિષે ચમરની પેઠે કહેવું. વિશેષ એ કે તેઓની વિદુર્વણશકિત આખા બે જંબૂદ્વીપ જેટલી કહેવી અને બાકી બધું તેજ પ્રમાણે કહેવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે, એમ કહી બીજા ગૌતમવિહરે છે. [૧પ૭] હે ભગવન્! એમ કહી ત્રીજા ગૌતમ વાયુભૂતિ અનગાર શ્રમણ ભગવંત મહાવીરને નમીને યાવતું આ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! જો દેવેંદ્ર, દેવરાજ શક્ર યાવતુ-એવી મોટી ઋદ્ધિવાળો છે અને વાવતું એટલું વિતુર્વણ કરી શકે છે, તો હે ભગવન્! દેવેંદ્ર દેવરાજ ઈશાન કેવી મોટી ઋદ્ધિવાળો છે? હે ગૌતમ ! તે સંબંધે બધું તેમજ જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy