________________ 485 શતક-૨૫, ઉદેસી-૭ સંયતને નિરંથની પેઠે જાણવું.સામાયિક સંયત જઘન્ય એક સમય સુધી ચઢતા પરિણામવાળો હોય ઈત્યાદિ બધું મુલાકની પેઠે જાણવું તથા એ પ્રમાણે વાવતુ-પરિહાર વિશુદ્ધિક સંબંધે પણ સમજવું. સૂક્ષ્મસંપરાયસંયતજઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી ચઢતા પરિણામવાળો હોય. તે કેટલા કાળ સુધી પડતા પરિણામવાળો હોય? પૂર્વની પેઠે જાણવું. યથાખ્યાત સંયત તે જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત સુધી ચઢતા પરિણામવાળો હોય. તે જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ અંશતઃ ન્યૂન પૂર્વકોટિ સુધી સ્થિર પરિણામવાળો હોય. [949] હે ભગવન્! સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃતિઓને બાંધે? હે ગૌતમ! તે સાત કે આઠ કર્મ પ્રકૃતિઓને બાંધે-ઈત્યાદિ બધું બકુશની પેઠે જાણતું. એ પ્રમાણે યાવતુપરિહારવિશુદ્ધિક સંયત સુધી સમજવું સૂક્ષ્મસંપરા સંયત આયુષ અને મોહનીય સિવાય છ કર્મપ્રકૃતિઓને બાંધે. યથાખ્યાત સંયત સંબંધે સ્નાતકની પેઠે જાણવું. સામાયિક સંયત અવશ્ય આઠ કર્મપ્રકૃતિઓને વેદે, એ પ્રમાણેયાવતુ-સૂક્ષ્મસંપરાય સુધી જાણવું યથાખ્યાત સંયત સાત કમપ્રકૃતિઓને વેદ કે ચાર કર્મપ્રકૃતિઓને વેદ. જ્યારે તે સાત કર્મને વેદતો હોય ત્યારે મોહનીય સિવાયના સાત કમને વેદે, અને જ્યારે તે ચાર પ્રકારનાં કર્મને વેદતો હોય ત્યારે વેદનીય, આયુષ, નામ અને ગોત્રને વેદ, સામા યિક સંયત સાત કર્યપ્રકૃતિઓને ઉદીરે-ઇત્યાદિ બધું બકુશની પેઠે જાણવું. વાવતુપરિહારવિશુદ્ધિક એ પ્રમાણે જાણવો. સૂક્ષ્મસંપરાય છે અથવા પાંચ કર્મપ્રવૃતિઓની ઉદીરણા કરે. જો છ કર્મની ઉદીરણા કરે તો આયુષ અને વેદનીય સિવાય બાકીનાં છ કમની ઉદીરણા કરે. જો પાંચ કર્મની ઉદીરણા કરે તો આયુષ, વેદનીય અને મોહનીય કર્મ સિવાય બાકીનાં પાંચ કર્મની ઉદીરણા કરે. યથાખ્યાત સંયત તે પાંચ કે બે કમપ્રકૃતિ ઓને ઉદીરે, અથવા કોઈ કમની ઉદીરણા ન કરે. જો પાંચ કર્મની ઉદરણા કરે તો આયુષ, વેદનીય અને મોહનીય કર્મ સિવાય બાકીનાં પાંચ કમની ઉદીરણ કરે-ઈત્યાદિ બધું નિગ્રંથની પેઠે જાણવું. [5] હે ભગવન્! સામાયિક સંયત. સામાયિકસંવતપણાનો ત્યાગ કરતો શું છોડે, શું પ્રાપ્ત કરે ? હે ગૌતમ! સામાયિકસંતપણાનો ત્યાગ કરે અને છેદોપસ્થાપનીયસંયતપણું, સૂક્ષ્મસંપરાયસંતપણું, અસંયમ કે સંયમસંયમ-દેશવિરતિપણું પ્રાપ્ત કરે. છેદોપસ્થાપનીય સંયત છેદોપસ્થાપની સંતપણાનો ત્યાગ કરે અને સામાયિક સંમતપણું, પરિહારવિશદ્ધિક સંમતપણું, સૂક્ષ્મસંપરા સંયતપણું, અસંયમ કે દેશવિર તિપણું પ્રાપ્ત કરે. પરિહારવિશુદ્ધિક પરિહારવિશુદ્ધિકસંયતપણાનો ત્યાગ કરે અને છેદોપસ્થાપનીયસંયતપણું કે અસંયમ પ્રાપ્ત કરે. સૂક્ષ્મસંપ રાય સૂક્ષ્મસંપરાય સંતપણાનો ત્યાગ કરે અને સામાયિક સંમતપણું, છેદોપસ્થાપનીયસંતાપણું, યથા ખ્યાતસયતપણું કે અસંયમ પ્રાપ્ત કરે. યથાખ્યાતસયત યથાખ્યાત સંતપણાનો ત્યાગ કરે અને સૂક્ષ્મસં૫રાય સંયમ, અસંયમ કે સિદ્ધિગતિને પ્રાપ્ત કરે. [951] હે ભગવન્! શું સામાયિક સંયત સંજ્ઞોપયુક્ત હોય કે નોસંજ્ઞોપયુક્ત? તે સંજ્ઞોપયુક્ત હોય ઇત્યાદિ બધું બકુશની પેઠે જાણવું. એ પ્રમાણે, યાવતુ-પરિહાર વિશુદ્ધિક સંયત સુધી જાણવું. સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સંબધે મુલાકની પેઠે જાણવું. સામાયિક સંયત આહારક હોય કે અનાહારક હોય ? પુલાકની પેઠેજાણવું. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org