SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૫, ઉસો-૭ 483 [944] હે ભગવન્! શું સામાયિકસંયત ઉત્સર્પિણી કાળે થાય, અવસર્પિણી કાળે થાય કે નોઉત્સર્પિણી-નોઅવસર્પિણી કાળે થાય ? હે ગૌતમ ! તે ઉત્સર્પિણી કાળે થાયઈિત્યાદિ બધું બકુશની પેઠે જાણવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવો. પણ, વિશેષ એ કે જન્મ અને સદૂભાવની અપેક્ષાએ ચારે પરિભાગમાં સમાન કાળે ન હોય. અને સંહરણની અપેક્ષાએ ચારમાંથી કોઈ પણ એક પરિભાગમાં હોય. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. પરિહારવિશુદ્ધિક સંયત અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળે પણ હોય, જો તે અવસર્પિણી કે ઉત્સર્પિણીકાળે હોય તો, તે સંબંધે પુલાકની પેઠે સમજવું. સૂક્ષ્મસંપરાય સંયત નિગ્રંથની પેઠે જાણવો. એ પ્રમાણે યથાખ્યાત સંયત પણ જાણવો. [945 હે ભગવન! સામાયિકસંયત કાળગત થયા પછી કઈ ગતિમાં જાય? ગૌતમ ! દેવગતિમાં જાય. દેવગતિમાં જતો સામાયિકસંયતભવનવાસીમાં ન ઉત્પન્ન થાય-ઇત્યાદિ બધી વક્તવ્યતા કષાયકુશીલની પેઠે જાણવી. એ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત સંબંધે પણ જાણવું. પરિહારવિશુદ્ધિક સંયત પુલાકની પેઠે અને સૂક્ષ્મસંપરાય નિગ્રંથની પેઠે જાણવા. યથાખ્યાત સંયત અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થાય અને કેટલાક તો સિદ્ધ થાય યાવતુ-સર્વ દુઃખનો અન્ત કરનાર થાય.સામાયિકસંયતની ઉત્પત્તિ સંયમની અવિરાધનાને અપેક્ષી-ઈત્યાદિ બધું કષાયકુશીલની પેઠે જાણવું. છેદોપસ્થા પનીય સંયતને પણ એ પ્રમાણે સમજવું. પુલાકની પેઠે પરિહારવિશુદ્ધિક અને બાકી બધા નિગ્રંથની પેઠે જાણવા. દેવલોકમાં ઉત્પન્ન થતા સામાયિકસંયતની જઘન્ય બે પલ્યોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે. એ પ્રમાણે છેદોપસ્થા પનીય સંયત વિષે પણ સમજવું. પરિહારવિશુદ્ધિક સંયતનીદેવીસ્થતિ જઘન્ય બે પલ્યોપમની અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની કહી છે. બાકીના બધા સંયતો સંબંધ નિગ્રંથની પેઠે જાણવું. [૯૪૬]હે ભગવન્! સામાયિકસંયતનાં કેટલાં સંયમસ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! અસંખ્ય સંયમસ્થાનો કહ્યાં છે. એ પ્રમાણે યાવતુ-પરિહારવિશુદ્ધિક સુધી જાણવું. સૂક્ષ્મસંપરાયસયતનાં અસંખ્ય સંયમસ્થાનો છે અને તેની અંતર્મુહૂર્તની સ્થિતિ છે. યથાખ્યાત- સંવતનાં એક સંયમસ્થાન કહ્યું છે. હે ગૌતમ ! યથાખ્યાત સંયતનું અજઘન્ય અનુત્કૃષ્ટ એક સંયમસ્થાન હોવાથી સૌથી અલ્પ છે, તેથી સૂક્ષ્મ- સંપરાય સંયતનાં અંતમૂહૂર્ત સુધી રહેનારા સંયમસ્થાનો અસંખ્યગુણાં છે, તેથી પરિ- હારવિશુદ્ધિકનાં સંયમસ્થાનો અસંખ્યગુણાં છે, તેથી સામાયિકસંયત અને છેદો- પસ્થાપનીયસયતના સંયમસ્થાનો અસંખ્યગુણાં છે અને પરસ્પર સરખાં છે. [947] હે ભગવન્! સામાયિકસંયતના કેટલા ચારિત્રપર્યવો કહ્યા છે? અનંત. એ પ્રમાણે યાવતુ-યથાખ્યાતસંયત સુધી જાણવું. સામાયિકસંયત બીજા સામાયિક સંયતના સજાતીય ચારિત્રપર્યાયિની અપેક્ષાએ કદાચ હીન હોય, તુલ્ય હોય અને અધિક હોય અને તેમાં-હીનાધિકપણામાં છ સ્થાન પતિત હોય. એક સામાયિકસંયત છેદોપ સ્થાપનીયસંયતના વિજાતીયચારિત્રપયયના સંબન્ધની અપેક્ષાએ કદાચ હીન હોયઈત્યાદિ છ સ્થાન પતિત હોય. એ પ્રમાણે પરિહારવિશુદ્ધિક સંબંધે પણ સમજવું. એક સામાયિકસંયત સૂક્ષ્મસંપરાયસંવતના વિજાતીયચરિત્રપયિની અપેક્ષાએ હીન હોય, તુલ્ય ન હોય, તે અધિક પણ ન હોય. તેમાં પણ અનંતગુણ હીન છે. એ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy