SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૫, ઉદેસી-૪ 471. નિષ્કપ પરમાણુપુદ્ગલો દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. સંખ્યાત પ્રદેશિક નિષ્કપ સ્કંધો દ્રવ્યોથપણે સંખ્યાતગુણા અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે સંખ્યાત ગુણા છે. અસંખ્યાત પ્રદેશિક નિષ્કપ સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. | [892 હે ભગવન્! ધમસ્તિકાયના મધ્ય પ્રદેશો કેટલા કહ્યા છે? અધમતિ કાયના મધ્ય પ્રદેશો, આકાશાસ્તિકાયના મધ્ય એજ પ્રમાણે જાણવું. જીવાસ્તિકાયના આઠ મધ્ય પ્રદેશો કહ્યાછે. હે ભગવનુ.જીવાસ્તિકાયનાએઆઠમધ્યપ્રદેશો આકાશાસ્તિ કાયના કેટલા પ્રદેશોમાં સમાઈ શકે?હે ગૌતમ ! તે જઘન્ય એક, બે, ત્રણ, ચાર, પાંચ, અને છ પ્રદેશમાં સમાય તથા ઉત્કૃષ્ટ આઠ પ્રદેશમાં સમાય, પણ સાત પ્રદેશમાં ન સમાય. (-શતક-૨૫ ઉદ્દેશક-પ:- ) [893] હે ભગવન્! પર્યવો કેટલા પ્રકારના કહ્યા છે? બે પ્રકારના જીવપર્યયો અને અજીવપર્યવો. અહિં પ્રજ્ઞાપના સૂત્રનું પર્યવપદ કહેવું [894] હે ભગવન્! આવલિકા સંખ્યાત સમયરૂપ છે, અસંખ્યાતા સમયરૂપ છે કે અનંત સમયરૂપ છે? હે ગૌતમ ! અસંખ્યાત સમયરૂપ છે. હે ભગવન્! આનપ્રાણશ્વાસોચ્છુવાસ એ શું સંખ્યાત સમયરૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન.ર્વ પ્રમાણે જાણવું. હે ભગવનું ! સ્તોક સંખ્યાતા સમયરૂપ છે ઇત્યાદિ પ્રશ્ન. એજ પ્રમાણે જાણવું. અને એ પ્રમાણે લવ, મુહૂર્ત,અહોરાત્ર પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, સો વર્ષ, હજાર વર્ષ, લાખ વર્ષ પૂર્વાગ, પૂર્વ, ત્રુટિતાં, ત્રુટિત, અટટાંગ, અટ, અવવાંગ, અવવ, હૂહૂકાંગ, હૂહૂક, ઉત્પ લાંગ, ઉત્પલ, પવાંગ, પા. નલિનાંગ, નલિન, અચ્છનિપૂરાંગ, અચ્છનિપૂર, અયુતાંગ, અયુત, નપુતાંગ, નયૂત પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્ર- હેલિકાંગ, શીર્ષ પ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી ને ઉત્સર્પિણીના સમયો સંબંધે પણ જાણવું. પુદ્ગલપરિવર્ત એ શું સંખ્યાત સમયરૂપ છે, અસંખ્યાત સમયરૂપ છે કે અનંત સમયરૂપ છે? હે ગૌતમ ! અનંત સમયરૂપ છે. એ પ્રમાણે ભૂતકાળ, ભવિષ્યકાળ તથા સર્વકાળ વિષે પણ જાણવું. આવલિકાઓ સંખ્યાતા સમયરૂપ નથી, પણ કદાચ અસંખ્યાતા સમયરૂપ હોય, અને કદાચ અનંત સમયરૂપ હોય. હે ભગવન્! આનપ્રાણ શું સંખ્યાતા સમયરૂપ છે-ઇત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે જાણવું. અને એ પ્રમાણે યાવતુ અવસર્પિણીઓ સુધી જાણવું. પુદ્ગલપરિવત સંખ્યાતા સમયરૂપ નથી, અસંખ્યાતા. સમયરૂપ નથી, પણ અનંત સમયરૂપ છે. હે ભગવનુ ! આનપ્રાણ એ શું સંખ્યાતી આવલિકીરૂપે છે-ઈત્યાદિ પ્રશ્ન. સંખ્યાતી આવલિકારૂપ છે, એ પ્રમાણે સ્તોક યાવતુંશીર્ષપ્રહેલિકા સુધી પણ એમ જાણવું. હે ભગવન્!પલ્યોપમ શું સંખ્યાતી આવલિકારૂપ છે-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! તે અસંખ્યાતી આવલિકારૂપ છે. એ પ્રમાણે સાગરોપમ. અવસર્પિણી અને ઉત્સર્પિણી સંબંધે પણ જાણવું. પુદ્ગલપરિવર્ત અનંત આલલિકારૂપ છે. એ પ્રમાણે વાવતુ-સવા . સુધી જાણવું. હે ભગવન્! આનપ્રાણો શું સંખ્યાતી આવલિકા- રૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન, તે કદાચ સંખ્યાતી આવલિકારૂપ હોય, કદાચ અસંખ્યાતી આવલિકારૂપ પણ હોય અને કદાચ અનંત આવલિકારૂપ પણ હોય. એ પ્રમાણે યાવતુ-શીર્ષપ્રહેલિકા સુધી જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy