SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૪, ઉદેસો-૨૦ 445 તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સંજ્ઞી પં તિર્યંચમાં ઉત્પન્ન થાયઈત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પણ પરિમાણ-જઘન્ય એક, બે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા જીવો ઉત્પન્ન થાય. તેનું શરીર જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન હોય છે. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે યાવતુ અનુબંધ સુધી. જાણવું. ભવાદેશથી બે ભવ અને કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક ત્રણ તથા ઉત્કૃષ્ટ પૂર્વકટી અધિક ત્રણ પલ્યોપમ. જે તે પોતે જ જઘન્ય સ્થિતિવાળો હોય તો તે જઘન્ય અન્તર્મુહૂર્ત આયુષવાળા અને ઉત્કૃષ્ટ પૂર્વકટીની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થાય. તેને પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થતા આજ સંજ્ઞી પંચેન્દ્રિયની જે વક્તવ્યતા કહી છે તે આ ઉદ્દેશકમાં મધ્યના ચોથા, પાંચમા અને છઠ્ઠા એ ત્રણ ગમકમાં કહેવી. અને અસંજ્ઞી પંચેન્દ્રિયને મધ્યના ત્રણ ગમકમાં જે સંવેધ કહ્યો છે તે પ્રમાણે અહિં કહેવો. જે તે પોતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળો હોય તો તેને પ્રથમ ગમકની પેઠે કહેવું. પરન્તુ સ્થિતિ અને અનુબંધ જઘન્ય તથા ઉત્કૃષ્ટ પૂર્વકોટી હોય છે. કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પૂર્વકોટી અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ-એટલો કાળ ચાવતુગમનાગમન કરે તે જ જીવ જઘન્ય સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થાય તો તેને એ જ પૂવક્ત વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પૂર્વકોટી અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર પૂવકોટીએટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા એ 5 તિર્યંચમાં ઉત્પન્ન થાય. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. પણ વિશેષ એ કે પરિમાણ અને અવગાહના આના ત્રીજા ગમકમાં કહ્યા પ્રમાણે જાણવાં. ભવાદેશથી. બે ભવ અને કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી અધિક ત્રણ પલ્યોપમ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંજ્ઞી કે અસંશી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! એ બનેથી અસંજ્ઞી મનુષ્ય. જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા સંજ્ઞી પે તિર્યંચમાં ઉત્પન્ન થાય ? જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિ. પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞી મનુષ્યની પ્રથમના. ત્રણ ગમકમાં જે વક્તવ્યતા કહી છે તે અહીં પ્રથમના ત્રણે ગમકમાં કહેવી. અને સંવેધ અસંજ્ઞી પંચેન્દ્રિયના મધ્યમ ત્રણ ગમકમાં કહ્યો છે તે પ્રમાણો અહિં કહેવો. હે ભગવન્! જો સંશી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા કે અસ ખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તેઓ સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, તેઓ પર્યાપ્તા ને અપર્યાપ્ત બન્ને પ્રકારના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય. તે જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે સંજ્ઞી મનુષ્યો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થતા એ જ સંજ્ઞી મનુષ્યની પ્રથમ ગમકમાં કહેલી વક્તવ્યતા યાવતુ-ભવાદેશ સુધી અહીં કહેવી. કાળાદેશથી જધન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy