SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ 444 ભગવાઈ -24-2856 પૂર્વકોટી વર્ષની સ્થિતિવાળો સંજ્ઞી પં.તિર્યંચમાં ઉત્પન્ન થાય. હે ભગવન્તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થતા જઘન્ય આયુષવાળા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચને વચ્ચેના ત્રણ ગમમાં જેમ કહ્યું છે તેમ અહિં અનુબંધ સુધી બધું કહેવું. ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ તથા કાળાદેશ વડે જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોટી વર્ષ એટલો કાળ પાવતુ-ગમનાગમન કરે. જો તેજઘન્ય કાળની સ્થિતિવાળ સંજ્ઞી પંચેન્દ્રિય તિયચોમાં ઉત્પન્ન થાય તો તેને પણ એજ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળાદેશથી જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આઠ અન્તમુહૂર્ત તે જ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળાં સંજ્ઞી પંચેન્દ્રિયતિયચયોનિકોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી વર્ષની સ્થિતિ વાળા સંજ્ઞી ,તિર્યંચમાં ઉત્પન્ન થાય. અહીં એજ પૂવક્ત વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે અહીં કાળાદેશ ભિન્ન જાણવો. જો તે જ જીવ પોતે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળો હોય તો તેને પ્રથમ ગમકની વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની હોય છે. કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પૂર્વકોટી અને ઉત્કૃષ્ટ પૂર્વ કોટીપૃથક્વ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જો તે જીવ જધન્યકાળની સ્થિતિ વાળો તિર્યચમાં ઉત્પન્ન થાય તો તેને પણ એજ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પૂર્વકોટી અને ઉત્કૃષ્ટ ચાર. જો તે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં, ઉત્પન્ન થાય-ઈત્યાદિ જેમ રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર અસંજ્ઞી પંચેન્દ્રિયની વક્તવ્યતા કહી છે તેમ યાવતુ-કાળાદેશ સુધી બધી વક્તવ્યતા કહેવી. પરન્તુ આના ત્રીજા ગમમાં કહ્યા પ્રમાણે પરિમાણ કહેવું.જો તે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વર્ષના આયુષવાળા કે અંસખ્યાતા વર્ષના આયુષ વાળામાંથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! તેઓ સંખ્યાતા વર્ષના આયુષવાળા તિર્યચોમાંથી આવી ઉત્પન્ન થાય, જો તેઓ સંખ્યાતા વર્ષના આયુષવાળા સંsણી પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત કે અપર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી 5 તિર્યંચમાંથી આવી ઉત્પન્ન થાય ? બન્નેમાંથીસંખ્યાતા વર્ષના આયુષવાળાસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જેમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જઘન્ય અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય. તે એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઇત્યાદિ રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર આ સંજ્ઞી પંચેન્દ્રિય તિયના પ્રથમ ગમકની પેઠે બધું જાણવું. પરન્તુ શરીરપ્રમાણ જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન હોય છે. કાળાદેશથી જધન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ છે. તે જ જીવ જઘન્યકાળની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ માં ઉત્પન્ન થાય તો તેને એ જ પૂવોક્ત વક્તવ્યતા કહેવી. પરન્તુ કાળાદેશથી જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોટ-એટલો કાળ યાવગમનાગમન કરે. જો તે જ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા સંજ્ઞી પ તિર્યંચમાં ઉત્પન્ન થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy