SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ 385 ક . શતક-૧૮, ઉદેસો-૫ ષિકો અને વૈમાનિકો સંબંધે પણ એમજ જાણવું. શતક ૧૮-ઉદેસોપની અનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકાદ) [74] હે ભગવન્! ફાણિત-પ્રવાહી ગોળ કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળો હોયછે ? હે ગતમઅહિં નૈવિક અને વ્યાવહારિક એ બે નય વિવક્ષિત છે, વ્યાવ હારિકનયની અપેક્ષાએ ફાણિત ગોળ મધુર રસવાળો કહ્યો છે, અને નૈયિક નાની અપેક્ષાએ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શવાળો છે. હે ભગવન્! ભ્રમર કેટલા વર્ણવાળો છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! વ્યાવહારિકનયની દ્રષ્ટિથી ભ્રમર કાળો છે, અને નૈૠયિકનયની દ્રષ્ટિથી ભ્રમર પૂર્વવતુ છે. પોપટની પાંખ ઈત્યાદિ પ્રશ્ન વ્યાવહારિક નયની અપેક્ષાએ પોપટની પાંખ લીલી છે અને નૈઋયિક નયની અપેક્ષાએ પૂર્વ કહ્યા પ્રમાણે જાણવી. એમ એ પાઠ વડે રાતી મજીઠી, પીળી હળદર, ધોળાશંખ, સુગંધીકુષ્ઠ, દુર્ગધીમડદુ, તિક્ત-કડવો લીમડો, કટુક-તીખી સુંઠ, તુરું કોઠે ખાટી આમલી, મધુરગળી ખાંડ, કર્કશવજ, મૃદુ-સુંવાળુંમાખણ, ભારેલોઢું, હળવું ઉલુકપત્ર, ઠંડોહિમ. ઉણઅગ્નિકાય, અને સ્નિગ્ધતેલ વિશે પણ જાણવું. હે ભગવન્! રાખ કેટલા વર્ણવાળી હોય-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! વ્યાવહારિક નયની અપેક્ષાએ રાખ લુખી છે, નિશ્ચય નયની અપેક્ષાએ રાખ પૂર્વવત્ છે. [9૪૧]હે ભગવન્પરમાણુપુદગલ કેટલા વર્ણવાળો, યાવતુ-કેટલા સ્પર્શવાળો. હોય છે ? હે ગૌતમ ! એકવર્ણવાળો, અંકગંધવાળો, એકરસવાળો અને બે સ્પર્શવાળો હોય છે. હે ભગવન! ઢિપ્રદેશિક અંધ કેટલા વર્ણવાળો-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! કદાચ એક વર્ણવાળો, કદાચ બે વર્ણવાળો, કદાચ એક ગંધવાળો કદાચ બે ગંધવાળો, કદાચ એક રસવાળો કદાચ બે રસવાળો, અને કદાચ બે સ્પર્શવાળો, કદાચ ત્રણ સ્પર્શવાળો, અને કદાચ ચાર સ્પર્શવાળો પણ હોય છે. એ પ્રમાણે ત્રિપ્રદેશિક સ્કંધ પણ જાણવો, વિશેષ એ કે તે કદાચ એક વર્ણવાળો, કદાચ બે વર્ણવાળો અને કદાચ ત્રણ વર્ણવાળો હોય, એમ રસસંબંધે પણ એ પ્રમાણે વાવતુ-ત્રણ રસવાળો હોય. બાકી બધું દ્વિઅદેશિક સ્કંધની પેઠે જાણવું. એમ ચતુષ્પદેશિક સ્કંધ વિશે પણ જાણવું. વિશેષ એ કે, તે કદાચ એક વર્ણવાળો, પાવતુ-કદાચ ચાર વર્ણવાળો પણ હોય. રસ સંબંધે પણ એમ જ જાણવું. અને બાકી બધું પૂર્વોક્ત રીતે સમજવું. એ રીતે પંચપ્રદેશિક સ્કંધને વિષે પણ સમજવું. વિશેષ એ કે તે કદાચ એક વર્ણવાળો, યાવતુ-કદાચ પાંચ વર્ણવાળો પણ હોય, એ પ્રમાણે રસને વિષે પણ જાણવું. ગંધ અને સ્પર્શ પૂર્વવતુ જાણવા. જેમ પંચપ્રદેશિક સ્કંધ સંબંધ કહ્યું, તેમ યાવતુઅસંખ્યાતપ્રદેશિક સ્કંધ સંબંધે પણ કહેવું. હે ભગવનું ! સૂક્ષ્મપરિરામવાળો અનંતપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણવાળી હોય-ઈત્યાદિ પ્રશ્ન. પંચ પ્રદેશિકસ્કંધની પેઠે બધું કહેવું. હે ભગવન્! બાદર-સ્થૂળપરિણામવાળો અનંતપ્રદ શિક સ્કંધ, કેટલા વર્ણવાળો હોય-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તે કદાચ એક વર્ણવાળો, વાવતુ-કદાચ પાંચ વર્ણવાળો, કદાચ એક ગંધવાળો, કદાચ બે ગંધવાળી, કદાચ એક રસવાળો, યાવતુ કદાચ પાંચ રસવાળો કદાચ ચાર સ્પર્શવાળો, યાવતું કદાચ આઠ સ્પર્શવાળો પણ હોય. શતક ૧૮-ઉદેસો ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણT Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy